પૃષ્ઠ:Strotasvini.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૬ )
<poem>

શરચ્ચન્દ્ર

(સ્ત્રગ્ધરા.)

વેઠીને વિઘ્ન કોટિ હૃદય રડી રડી રાત્રિઓ કૈંક કાઢી. સંતાપો શાંત ચિત્તે સહન કરી કરી દેહ દીધો દઝાડી વ્હાલાંના વિપ્રયોએ વૃતિ ધરા ધરીને સ્વાન્ત પાષાણ કીધું. અાશાનાં આંગણામાં ઘડી પળ ગણતાં વૃત્તિનું વિત્ત ડૂલ્યું.

મોંધી કૈં પૂર્ણિમાઓ પ્રણય વરસતી વ્યર્થ જેવી વટાવી ભાવેથી ભેટવાની રસિક હૃદયને ના ઘડી એક આણી વધીનાં વેગવાળાં ગગન વિહરતાં વાદળાં વાટ રોકી ઓચિંતા અંતરાયો પ્રકટી પળ પળે હર્ષ દેતાં હઠાવી

ચાહી ચાહી ચકોરી, મૃદુલ કુમુદિની છેક શોકે છવાયાં ક્યારે પૂરો ન પામ્યાં સમય સુખભર્યો સ્નેહનો સ્વાદ લેવા દૃષ્ટિથી દૃષ્ટિ ક્યારે હૃદય નિરખવા મેળવી ના નિરાંતે સંતોષેથી સુધાનું વિતરણ ન બન્યું નિર્મળી કે નિશાને

કયારે ના વિઘ્ન વાટે, પણ સમય નહિ વ્યોમમાં આવવાને કાં તો પૂરી કળાએ નહિ હૃદય વિષે હાલ વિસ્તારવાને શક્તિને સ્વાસ્થ્ય પૂરાં, સ્થિતિ પ્રિય જનમાં,અભ્ર કેરો અભા એવો તો યેાગ એકે પળ પણ ન મળ્યો પામવા સ્નેહ–લાજ ૩૨૬