આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ધરિત્રી
( મન્દાક્રાન્તા )
સ્નેહે ભીનો, સુભગ, સબળો, ધીર, ગંભીર પૂરો, ઉચ્ચાત્મા ને અમલ ઉરનો, સર્વદા દાનશૂરો; પ્રાણીમાત્રે પ્રણય રચતો, રાજવંશી, રસીલો, વિશ્વાનંદી જલદ વિજયી કેડિલો કાન્ત મારો.
આષાઢે એ મુજ હૃદયને ભાવથી ભેટવાને, ને દાઝેલું પ્રિય-વિરહથી સ્વાન્ત સંતોષવાને; મીઠી વાતો બહુ દિન તણા પ્રેમની પૂછવાને, દોડી દોડી ઉર-ઉમળકે આવતે વ્યોમવાટે.
કિંતુ પેલો અનિલ અવળો માનીતો મિત્ર એનો, ઇર્ષ્યાળુ ને ચપળ અતિશે ધ્રૂજતો ધૈર્યહીણો; નાચાં જૂઠાં કથન કહીને દૂર દોડાવી જાતો, ભોળો મારો દયિત સહસા ભાન ભૂલી ઠગાતો.
ને એ કયારે સુહૃદ પ્રિયનો આવતો મારી પાસે, નાચી કૂદી મધુર હસીને વાંચ્છતો વંચવાને; એની સામે નજર કરીને ના કદી હું નિહાળું, ધિક્કારીને રજ શિર પરે ફેંકતી દૂર કાઢું.૩૩૬