આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૭૫ ) યોગભ્રંશ ( વસન્તતિલકા )
ઉગ્યો હતો ક્ષિતિજમાં રવિ કૈંક રાતે, આછો પ્રકાશ ક્રમથી વધતો જણાતો; ધીરો પ્રભાતપવમાન સુગંધ સંગે, દેતો અનેક લહરિ ઉરની ઉમગે.
નિદ્રા વિદાય મુખ માગતી મુગ્ધભાવે, આલિંગતી, નિરખતી નવલાઃ કટાશે; “ જાઉં ન જાઉં ” વદતી, મનમાં મુંઝાતી, ઉભી થતી, નિકટ દૂર જતી, લજાતી.
સંગીત સંસતિ તણું શ્રવણે શુણાતું, પેસી જતું હૃદયમાં, વળી દૂર થાવું; જાગ્યું હતું હૃદય કૈંક, હતું ન જાગ્યું, પામી વિકાસ પળમાં બળથી બિહાતું.
ત્યાં વ્યોમ કો નવલ તેજ થકી છવાયું, થંભ્યો દિવાકર, થયે કંઈ સ્તબ્ધ વાયુ; એ તેજ વર્ષતી મનોહર દિવ્ય દેવી; આવી રહી શિર પરે ગૃહછત્ર ભેદી.