લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૮૪)
<poem>

પ્રણયાસ્ત્ર

(તોટક)

હઠ મા ! હઠ મા ! ચળ મા ! પળ મા! ભયથી નિજ અંતરને ભર મા ! સમરાંગણ સંસૃતિનું નિરખી, અયિ ! વીર ! ન જા, જરી દૂર ખસી !

ચપલા સમ આયુધ કૈં ચમકે, શર કૈંક પડી શિરને અડકે; રણવીર તણી બહુ હાક પડે, ઘડીએ ઘડીએ ઘમસાણ વધે.

કંઇનાં શિર સદ્ય હણાઈ પડે. કંઈ કોમળ અંગ કપાઈ પડે; કંઈ ભાન ત્યજી પછડાઈ પડે, શવ કૈંક તણાં રણમાં રખડે.

કંઈના કરમાં કરવાલ વસે, કંઈ ધીર પ્રચંડ ધનુષ્ય ધરે; કંઇ તોમર કે પરશુ ગ્રહતા, કંઈ કેવળ ઢાલ ધરી ફરતા.

અનિવાર્ય ભયંકર યુદ્ધ થતું, પળની વિરતિ નહિ કો ગ્રહતું;