પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પિતાનો, ભાવિ પ્રજાનો, અને માતૃભૂમિનો-દિવ્ય ઉત્કર્ષ ભરી જનનીના વિનાશજ સાધવો ધારી બેઠા છે તેમને-ઉભયને–વિદેશીય વસ્તુવિચારની યથાર્થ પર્યાલોચનાપૂર્વક સ્વદેશીય વસ્તુને વિચારનું-આર્યાવર્તની યથાર્થ સ્થિતિનું–તેના માથામાં વધતા જતા પળીઓનો ભાર તથા તેની સુકાઈ ગયેલી ત્વચામાં તરી રહેલી લીલી નાડીઓથી જણાતી એની સ્પષ્ટ નિ:સત્વતાનું અને તેના સર્વોત્કૃષ્ટ ઉદાર ચારિત્ર્ય ભય પૂલ્ય હૃદયનું જે ચરિત્ર કાળના વહિ ગયા છતાં ‘પણ હજુએ ઇતિહાસના પૃઢ ઉપર એમનાં એક દિવ્ય ભભકભર્યા અમર પ્રકાશ પાડી ઝળહળી રહ્યાં છે અને આખી દુનિયામાં, સુધારાના ટોચે ચઢેલા દેશોમાં પણ દિન પ્રતિદિન નિવિવાદિતપણે પ્રશંસનીય અને વંદનીય કરી તેમને મુગ્ધ અને આશ્ચર્યમાં લીન કરે છે ! રે ! તેમનાં મુખમાંથી એક વખત પણ અહો ધન્ય ! અહો ધન્ય ! ઉચ્ચરાવી પોતાના પદમાં નમાવે છે–તેનું સ્પષ્ટ સ્વરૂપ દર્શાવી, અજાણે અજાણે ઉભયથી થઈ જતી પિતાની સદેષ પ્રવૃત્તિઓને તેમના હાથેજ સ્પષ્ટ નિર્ણય અને યથાર્થ તુલના કરાવી, પછી ઉભયના વિરોધ માત્રને શમાવવા, અને યથાર્થ આર્યત્વની વિશુદ્ધ ભાવનાનો અભેદ રંગ તેમનાં મન વાણી અને કર્મ માં–તેમનાં પ્રત્યેક અણુમાં સ્થાપી શુદ્ધ કર્તવ્યના માર્ગમાં નિયજવા, અને એ રીતે પિતાનું, ભાવિ પ્રજાનું, સ્વદેશનું, અને આપણા ઉપર રાજ્યકર્તા વિદેશીય પ્રજાનું સવનું કલ્યાણ ઈચ્છવું : એજ આ સુદર્શન ગદ્યાવલિના પ્રકાશકોનો મુખ્ય ઉદ્દેશ અને પ્રવૃત્તિ છે. અંતમાં–જેમની પ્રેરણાનુસાર આ સત્કાર્યનો આરંભ થયો છે તે નિસ્વાર્થ પ્રેમી મહાશય પરમહંસ શ્રી “ અભેદ તાં-કૂટસ્થ ” ને આ સ્થલે અત્યંત આભાર માનતાં, તથા જેમના પ્રયાસ અને પ્રેમ થકી આનો નિર્વાહ-ચાવત લેખનકાર્ય, લેખન પરિક્ષણ અને ગ્રંથ બંધનાદિ કાર્યતંત્ર–પ્રથમથી અંત પર્યત સિદ્ધ થયેલ છે તે કાર્યતંત્રના તંત્રી અને વસ્તુતઃ અધુના “ સુદન ” માસિક પત્રના પણ તંત્રી શ્રીયુત માધવલાલભાઇને પણ અત્યંત આભાર માનતાં તથા તેમજ તેમની કાર્યસિદ્ધિના સર્વ રીયે યશ અર્પતાં, અને જેમના હસ્તામાં–જેમના હૃદયમાં આ ગ્રંથ કે ગ્રંથસ્થ વસ્તુવિચાર ભાવિમાં શ્રદ્ધાપૂર્વક ગ્રહણ થનાર છે. તે સાજન વાંચકાને પણ “ તે તે વસ્તુવિચાર તેમના મૂળ હેતુઓની સિદ્ધિ થવામાં અનાયાસે અનુકુલ થાઓ ” એવી શુભાશીષ અર્પતાં, પ્રકાશકને યોગ્ય આવી વિશુદ્ધ ભાવના હૃદયમાં ધરી વસ્તુતઃ સ્વક્તવ્ય ફલાદભૂત સતેનાજ ભાગી ! કર્તવ્ય જેટલાજ અને જે તે માત્ર પૃહી વિરમીએ છીએ ! કિ' બહુના ! ભાર જંબુસર, ભાદ્રપદ કુણુ યતુર્દશી. સંવત ૧૯૬ ૫. મા. } પ્રકાશકો. પ્રકાશકે, Gandhi Heritage Portal