પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગવાલિ. - ૧૮૬—પ્રેસિડટ લિંકનનું ચરિત્ર:-મહાન પુરુનાં જીવન ચરિત્ર અનેક રીતે બાધદાયક છે. તે તે મહાત્માઓ એવા ઉક્ત પદને કેવી રીતે પહોંચ્યા, તેમનાં કર્તવ્યથી દેશની સ્થિતિ ઉપર કેવી કેવી અસર થઈ, અને દેશની સ્થિતિના કયા કયા અંશ તેમના સ્વરૂ૫ને કેવ કેવ પ્રકારે ઉપકારક થયા, એ સર્વ જાણવાથી આપણને અનુકરણ કરવા યોગ્ય દષ્ટાન્ત મળે છે, અને સંસારની અધમતામાં પડતાં પડતાં પણ આપણી દષ્ટિ એવા ઉત્તમ તારકા ઉપર ટકી રહેવાથી આપણને અનંત આશ્વાસન અને ઉત્સાહની પ્રાપ્તિ થાય છે. આ ચરિત્રને નાયક અમેરિકાના યુનાઈટેડ સ્ટેટ્સ નામે પ્રસિદ્ધ થયેલા પ્રજાસત્તાક રાજયના પ્રમુખ હતા; એક ખેડત જેવી અતિ ગરીબ અને અપ્રસિદ્ધ સ્થિતિમાંથી તે એવા ઉચ્ચ પદને પ્રાપ્ત કરવા સમર્થ થયો હતો. એ પદ કાઈની કૃપાથી કે કોઈના દબાણથી મળતું નથી, આખા દેશના મત લેવાયા પછી મળે છે, એટલે આ પુરુષ ના પરાક્રમને ખ્યાલ એટલા ઉપરથી જ આવી શકશો કે આખા દેશમાંથી આવા વિશ્વાસ અને માનના હાદાને પાત્ર ગણાવાને એજ ભાગ્યશાલી થઈ શક્યા. એણે ખાનગી તથા જાહેર જીવનમાં પોતાનું કર્તવ્ય કરવામાં જે ઉત્તમ ગુણેનું દર્શન કરાવ્યું છે તે હૃદય ઉપર અમર છાપ મુકી જાય તેવું છે; અને સુભાગે એના સમયમાં અમેરિકામાં ઘણુ ગુંચવણ ભરેલા અને બારીક મામલાઓને નીવેડો કરવાનો વખત પણુ આવી ગયા હતા. એ નીવેડો બહુ માન ભરેલી રીતે કર્યો છે; એમાં તેના કર્તવ્યપરાયણ સ્વભાવની મહત્તા એટલામાંથી પણ જણાય તેમ છે કે એ નીવેડાથી અસંતોષ માનનાર એક ઝનુનીએ શાન્તિનો સમય આવતાં જ તેનું ઘણી બાયલી રીતે ખુત કર્યું હતું. અને એ દયાભર્યો બનાવ બન્યાને ઘણાં વર્ષ પણ થયાં નથી. આટલા ઉપરથીજ જણાશે કે આવા ગ્રંથની કેટલી ઉપયુક્તતા છે ને એવા વિષા ઉપર કરવામાં આવતા બુદ્ધિ અને સમયનો વ્યય કેટલે લાભકારક છે. રા. મણિશંકરે કોઈ એક અંગ્રેજી પુસ્તકનું ભાષાન્તર ન કરતાં ઘણું પુરતા ઉપરથી સાર લઈને આ ચરિત્ર યોજ્યું છે તે સારું કર્યું છે, કેમકે એ રીતેજ આ દેશના વાચકોને પરદેશીય હકીકતે સમજાવવી ઠીક પડે છે એમ અમારું માનવું છે. લેખ પણ એકંદર પ્રાસાદિક અને સારી છે. આ લેખને આરંભે રા. બળવંતરાયે જે ઉપદ્યાત જોડ્યો છે તે બહુ બધદાયક અને પ્રકૃતિ ચારિત્રને યુથાર્થ રીતે સમજવાની આવશ્યક એવી ઐતિહાસિક હકીકત પૂરી પાડનારે હાઈ ઉપયોગી છે. * ૧૪૭-લાર્ડલેરેન્સ: આ પણ ચરિત્રનો ગ્રંથ છે. અંગ્રેજીમાં “રૂલર્સ ઈંડિયા” ' એટલે “ હિંદના હાકેમ” એવા નામથી એક ગ્રંથમાલા પ્રસિદ્ધ થઈ છે તેમાંના આ એક ગ્રંથે છે. લાર્ડલોરેન્સ આ દેશમાં રહ્યા તેટલા સમયની તેમની કારકીર્દીનુ આમાં સારું” વર્ણન છે અને અંગ્રેજ લખનારે પોતાનાં સાધનો પ્રમાણે દેશસ્થિતિનું ડીક નિરૂપણ કર્યું છે. અમેં , જે. કે. અંગ્રેજી સાથે આ ભાષાન્તરને અક્ષરે અક્ષર મેળવી જોયું નથી તાપણુ લેખ એકંદર સરલ અને સારે જણાય છે, અને ગ્રંથ અવે કઈને વાચવા લાયક છે. - ૧૮૬ લખનાર રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ, પ્રસિદ્ધ કરનાર ગૂજરાત વનોક્યુલર સેસાઇટી, અમદાવાદ; કીંમત ૦-૧૨-૦ ૧૮૭ ભાષાન્તરકત રા. રા. વિશ્વનાથ પ્રભુરામ બી. એ, ગૂજરાત વનોક્યુલર સોસાઈટી. અમદાવાદ, કિમત ૦૯-૧૨---૦, anahi 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50