પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 » થાવલોકન, ૯૪૯ ૧૯૧-ભાટીયા મિત્રમંડલમાં અપાયેલાં વ્યાખ્યાન-ભાટીયા જ્ઞાતિ સાહસ પરાક્રમ અને વ્યાપાર ઉદ્યોગને માટે પ્રસિદ્ધ છે. એ જ્ઞાતિના હિતને અર્થે “ મિત્રમંડલ ” નો ઉદ્ભવ છે. અને તેમાં અપાયેલાં વ્યાખ્યાનમાંનાં ત્રણ વ્યાખ્યાનો આ પુસ્તકમાં પ્રસિદ્ધ થયાં છે. “ જ્ઞાતિના ખર્ચાલુ રીવાજ, ” જ્ઞાતિની હાલની સ્થિતિ ” અને સ્ત્રીકેળવણી ” એ ત્રણ વિષય ઉપર ચાલુ સમયની કેળવણીના ધોરણથી, સારા ઉદ્દેશવાળાં અને બાધકારક વ્યાખ્યાના અપાયેલાં છે. પોતપોતાની જ્ઞાતિના અભ્યદયને અર્થે આજ સર્વ પાસાથી ઉદ્યોગ થતો જણાય છે એ પણ દેશોન્નતિનું શુભચિન્હ છે. ૧૯ર—આપણા ઉદય કેમ થાય ?—આ એક નિબંધ છે. એમાં એમ સ્વીકારવામાં આવ્યું છે કે વર્ણમાત્રના ગુરુ અને વર્ણમાત્રને અનુકરણ કરવા યોગ્ય નીતિ તથા ચુંરિત્રનું દાન્ત દર્શાવનાર બ્રાહ્મણવર્ણ છે. માટે તે વર્ણની ઉન્નતિ થાય, તે વર્ણ પૂર્વે જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં આવે, તે વણમાત્રના આચાર વિચાર સુધરતાં દેશોન્નતિ સારી થાય. આવા ઉદ્દેશથી વ્યાખ્યાનકારે બ્રાહ્મણોની ઉન્નતિ શા પ્રકારે થાય ? તેનીજ ચર્ચા સારી છટાથી અને પ્રમાણુપુર:સર કરવા યત્ન કર્યો છે. શરીરમાં બુદ્ધિ ઉત્કૃષ્ટ થઈ એટલે આખા શરીરના અવયવે બુદ્ધિપૂર્વક અને ઉત્તમ ચારિત્રમાં પ્રવૃત્ત થાય એ વાત વારતવિક અને યોગ્ય છે; પરંતુ શરીરને બેડીમાં નાખી દીધા પછી ઉત્તમ બુદ્ધિ પણ કેટલું કરી શકે ! અને થવા બુદ્ધિ ઉકૃષ્ટ થતાં પણ હાથ પગનાજ પક્ષઘાત થયો હોય તો બુદ્ધિ કેટલે અમલ ચલાવી શકે ? જ્યારે રાજાઓ પણ બ્રાહ્મણોની ન્યાયબુદ્ધિને અનુસરતા હતા ત્યારે બ્રાહ્મણો સર્વના અનુકરણનો વિષય થઈ શકતા હતા, અને બ્રાહ્મણોની સર્વ પ્રકારની ઉન્નતિ તેજ દે. શની ઉન્નતિ હતી. એ સ્થિતિ ફરી ગઈ છે, ત્યારે બ્રાહ્મણો શુદ્ધ બ્રાહ્મણત્વ ઉપર આવે તેમાં લાભ કે હાનિ એ પ્રશ્ન રહે છે. એના નિર્ણય બહુ ગુંચવણ ભરેલો છે, ને તે માટે અત્ર સ્થલ નથી, પણ એમાં હાનિ તો નથીજ, દેશકાલાનુસાર શાસ્ત્રાવિરુદ્ધ સુધારણા કરી બ્રાહ્મણત્વની પુનઃ સ્થાપના થાય તેમાં હાનિ તો નથીજ એમ અમને લાગે છે. - ૧૯૩ વિચાર દપૅણ-આ રોયલ ત્રણ ફોર્મનું માસિક પત્ર છે, અને એના આ પ્રથમ અંકમાં એના જે ઉદ્દેશ જણાવ્યા છે તથા જે વિષય ચર્ચવામાં આવ્યા છે તે જોતાં એ માસિક આગળ જતાં સારી સેવા કરી શકશે, એવું અનુમાન થઈ શકે છે. સુખવાની શૈલી પણ સારી છે. સપ્ટેમ્બર–૧૮૯૬, ૧૯૪–સુંદર અને વિદ્યાનંદ" ( ભાગ ૧ )-વસ્તુ એવું છે કે લહમીમસાદ શેઠ ત્રીજી વાર સુંદરને પરણ્યા છે, ને તેને એક છોકરો થયો છે. વીલ કરવા માટે ૧૯૧-છપાવી પ્રકટ કરનાર ઠક્કર પ્રાગમલ લીલાધર. દી, લક્ષ્મીદાસની કંપની, પારસી બજાર, મુંબઈ. કીમત રૂ. ૭-૩-૦ ૧૯૨-રચનાર રા. રા. રા. ભટ પ્રાણશંકર પ્રેમશંકર જામનગર, કિમ્મત રૂ. ૦-૪-૦ | ૧૮૩- તંત્રી રા. રા. પ્રાણજીવન વિઠ્ઠલદાસ વસવાળા. વાર્ષિક મૂલ્ય રૂ. ૧-૮-૦ ૧૮૪-કન્તુ એક કાઠીઆવાડી. રાજકેટ, રાઈઝીંગ સ્ટાર પ્રેસ. મુલ્ય રૂ. ૧ા. પૃ૪ ૧૮૪ ડેમી, Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50