પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, શેઠ મુંબઈ ગયા છે ત્યાં રહ્યા છે. ત્યાં એક વિનયચંદ્ર નામે માણસ આગબાટમાંથીજ સાથે મળ્યો છે તેને શેઠે રાખ્યા છે. એ માણસ તેજ વિદ્યાનંદ છે એમ માનવાને કાણુ છે. પોતાના ગામની પાસેના એક ગામમાં દયાકુંવર નામની બાલાને તેની માત પ્રેમકુંવર કેઈ મુર્ખ પણ પૈસાવાળા સાથે પરણાવવા આગ્રહ કરે છે, ને પ્રેમ થયેલ છે વિદ્યાનંદ સાથે. તેથી દયાકુંવરને દુ:ખી ન થવા દેવાના નિશ્ચયથી વિદ્યાનંદ મુંબઈ સુધી કોઈને કહ્યા વિના જતા રહ્યા છે. તેના મિત્ર ચતુરદાસ તેને શોધવા નીકળી મુંબઈ આવ્યા છે અને તેણે વિનયચંદ્રને ઓળખે છે. દયાકુંવરનાં લગ્ન અટકેલાં છે, અને તેની માને સાન આ• વી છે, તેથી ચતુરદાસે આ શોધ આરંભ્યા છે. લક્ષ્મીપ્રસાદ અને તેમની સ્ત્રી સુંદર તેમની વચ્ચે પ્રેમ સારે છતાં, શેઠ મુંબઈ હતા તેવામાં ઉમેદચંદ નામે ગુમાસ્તા સાથે આ જુવાન અબલાને અનીતિમાં ઉતારી છે, ને છેવટે મુંબઈમાં પણ બને સાથેજ શેઠ પાસે રહેવા ગયાં છે. ત્યાં એ ઉમેદચંદની શીખવણીથી સુદરે શેઠને ઝેર દેવા પ્રયાસ કર્યો છે. શેઠ , બધું સમજી ગયા છે તેથી તેમણે સુંદરના લાભમાં કરેલું વીલ ફેરવી નાંખ્યું છે. આ પ્રથમ ભાગમાં જે કથા છે તે આટલીજ છે; સર્વથી પ્રથમ પ્રકરણમાં એક રાજબાઈ અને કોઈ યુવક મુંબઈમાં આવી એક ગર્ભવતી સ્ત્રીને લાવે છે અને તેને પ્રસવ થતાં મુંબઈથી નીકળી જાય છે. એ કોણ છે અને વાર્તા સાથે સંબંધ ધરાવે છે તે છેવટ સ્પષ્ટ કરવા માટે રાખેલું છે. | સુંદર એ શેઠીઆની પત્ની, વિનિત પ્રેમવતી, વિશ્વાસુ, શેઠને અધીન, શેઠની ગેરહાજરીમાં ઓછું આણી રોતી, છતાં ઉમેદચંદ જેવા નીચ ગુમાસ્તાની ખુશામદથી છેતરાઈ એકાએક અતિદુષ્ટ પાપમાં પ્રવર્તતી સ્ત્રી છે. વિદ્યાનંદ નિધન માબાપનો પણ વિદ્વાન , ચતુર, પ્રમબદ્ધ આશક છતાં પોતાના બમપાત્ર દયાકુંવરને તેની માતા વર્ણસંકર નામે ધનાઢય સાથે પરણાવે છે તેથી દેશ છોડી નાશી ગયેલ યુવક છે. મુંબઈમાં લક્ષ્મીપ્રસાદના ધરમાં આ પ્રથમ ભાગ પૂર્ણ થાય છે તે સમયે, સુંદર અને વિદ્યાનંદ ભેગાં છે ખરાં? સુંદર પતિના ઘાત કરવા અને ઉમેદચંદને લાડ કરવા પ્રયતી રહી છે, વિદ્યાનંદ શેઠના છોકરાને ભણાવે છે ને ઘર સંભાળે છે. આ બેના નામથી આખી કથાના નામનો નિર્દેશ કરવામાં શું હેતુ છે તે પણ આટલે સુધીમાં સ્પષ્ટ નથી. - અત્યાર સુધીની વાતના મુખ્ય ઉદ્દેશ એ છે; પ્રેમ સમજતી અને પ્રમબદ્ધ દયાકુવર વિદ્યાનંદને પરણવાને ઇરછતી છતાં પ્રયાસ કરી શકતી નથી, અને પોતાની માતાની આજ્ઞા બીજાને પરણાવવાની છે તેને લાપી શકતી નથી, એમ પ્રેમ અને ભક્તિના વિરોધ છે. બીજી પાસા સુંદર જેવી પ્રેમાલ અને પતિનેહમાં રાચતી સ્ત્રી એકાએક ભ્રષ્ટ થઈ પડે છે એ પ્રેમ અને પાપનો વિરોધ છે. માતા પ્રતિ ફરજ અને પ્રિય પ્રતિ પ્રેમ અને વિરોધ અત્યાર સુધી જે રીતે ચીતરાય છે તે રીતિ ઉત્કૃષ્ટ ચિત્રશક્તિની સાક્ષી પૂરે તેવી છે; પરંતુ સંદરને એકાએક પતિત કરવાનું તેના પૂર્વવૃત્તમાં કોઈ ભૂમિકા કે બીજ દર્શાવેલું ન હોવાથી વાચનારને જરાક આશ્ચર્ય લાગે છે, એ ઠેકાણે વાતો રચનારમાં કાંઈક અનુભવની ખામી લાગે છે. અનુભવની ખામીને લીધે કે પ્રેમની ઉંડાઈના અભાવે સુંદર પતિત થતી હરો પરંતુ તેવું અનુમાન બાંધવાના બીજનિર્દેશ કર્તાએ સુંદરના પૂવવૃત્તમાં કર્યો નથી, એટલે આવી નિર્દોષ બાલાનું પતન સાર્થક ન જણાતાં અસંભવિત જેવું લાગી આશ્ચર્ય પેદા કરે છે. આ વાતોને Gandhilfleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850