પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૭ સુદર્શન ગદ્યાવલિ જાવીને સહન કરવામાં જાણ નહિ, પણ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થઈ આવતા દુ:ખને સહન કરવામાંજ જાણો. અને આ સ્થાને કેટલાકને એવી જે ભ્રમણા છે કે જેમ થઈ આવે તેમ ત્વરાથી સંસારનો ત્યાગ કરવો, ગૃહસ્થાશ્રમના ધમ ને સાચવી સ્ત્રી પુત્રાદિ પ્રતિ પોતાનું કર્તવ્ય કરતા બંધ થઈ, સ્વાત્મપરાયણ થવું, તે વિશે તેમને કાંઈક સાવધાન કરવાની આવશ્યકતા છે. પેટમાં સુધા હોય અને તેને શાન્ત ન કરવી એ પાપ છે; સુધા ન હાર્યું અને ભક્ષણ કરવાથી જેમ વ્યાધિ થાય છે તેમ હોય તે છતાં પોષણ ન આપવાથી પણ વ્યાધિ થયા વિના રહેતા નથી. ગૃહેસ્થાશ્રમના જે સ્વાભાવિક નિયમિત ધર્મ છે તે કરવાથી અભ્યાસમાં કાંઈ હાનિ નથી, આવશ્યક છતાં ન કરવાથી પિતાના પુરુષાર્થ ને લાપ થવા સાથે જેમના પ્રતિ કતવ્ય છે તેમના પ્રતિ કતવ્ય ન થવાથી પાપ છે. એવા ભાગની ત્વરા કરવી એ અભ્યાસને પુષ્ટિકર્તા નથી. એ તો કેવલ સ્વાર્થ છે. અભ્યાસને હતુ તે સ્વજીવનને પરાર્ધમાં શ્ય કરી ‘સ્વ–નાજ અત્યંત ઉછેઃ કરવાનો છે, ત્યાં વિક્ષેપકતાં માનીને કર્તવ્યને ત્યાગ કરવો એ તે કેવલ સ્થ’ ને પુષ્ટ કરી તામસ અભિમાનની વૃદ્ધિ કરવાનેજ માર્ગ છે. એમાં એ કોઈ પ્રકારની તિતિક્ષા નથી. e જેમ દુ:ખાદિને ઉપજાવીને તે સહન કરવામાં સાધનસંપત્તિ માનવાની નથી, તેમ થઈ ગયેલાં કે થવાનાં દુ:ખના પ્રતીકાર શોધવાની ચિંતા રાખવી એ પણ ઉચિત નથી. દુ:ખનિવારણની ચિંતા ન રાખવી એટલે થનાર દુ:ખ અટાવવા કે થયેલું દુ:ખ ટાળવા યત્નવાન જ થવું નહિ, અને પ્રારબ્ધવશાત જે થાય તે થવા દેવું, એવું તાત્પર્ય નથી. વિકટ માર્ગે જતાં ખાડામાં પગ પડીને પગ ભાંગે નહિ તે લક્ષમાં રાખવું પડે છે તેમ તાવ આવતાં ઉપચાર પણ કરવો પડે છે. માર્ગમાં આંખ મીચીને ચાલવું અને પ્રારબ્ધને આપણી ગતિ સાંપવી કે વિષપાન થયે પણ ભાવિ ઉપર વિશ્વાસ રાખી ઉપચાર ન કરો એ તિતિક્ષાને અર્થ નથી. કેટલાક મહાભાઓને કેવલ પ્રારબ્ધ વશ વર્તતા આપણે જોઈએ છીએ, ને તે પણ એક માર્ગ છે, તથાપિ તિતિક્ષાનો સાર તેજ છે એમ કહેવાનું નથી. - તિતિક્ષાને ઉપદેશ કરવામાં રહસ્ય એવું છે કે જેને યોગશાસ્ત્રમાં આજ, સત્વ, વીર્ય ઈત્યાદિ કહે છે તે આત્મબલનું સંરક્ષણ કરવું. નાના બાળકના શરીરમાં અને નાડીઓમાં એટલે બધે વેગ હોય છે કે તેનાથી સ્થિર રહી શકાતું નથીં; હાથ પગની ચેષ્ટા કર્યા કરે છે, ને કોઈ ને કોઈ પ્રવૃત્તિથી વેગને માર્ગ આપે છે. જેમ જેમ વ્યવહારનાં આવરણ વધતાં જાય છે તેમ તેમ એ વેગ અથવા આત્મબલ અથવા એજ નાના પ્રકારના માર્ગેથી વહી જાય છે. ભણવાની, ઉપાર્જનની, વ્યવહારની, સાદિ ચિંતામાં; કલહ, વિવાદ, વ્યાખ્યાન આદિ વૈખરીના વ્યાપારમાં; સ્ત્રી આદિ ભાગમાં; વ્યાધિન્યસનાદિ કુછંદમાં; અનેક અભિમાન અને રાગદેપમાં એ સ્વાભાવિક જ પુટ થવાને બદલે ક્ષીણ થતો જાય છે. એનું પ્રથમથી પરિપાલન કરવું, એના કાશ ભરો અને તાજો રાખવો, એ યોગમાત્રને મુખ્ય હેતુ છે. હઠ ક્રિયાઓ, ઍનાદિગત, ધાર શાબ્દુિ રાજ પ્રક્રિયાઓ, સાધનસંપત્તિ આદિ ક્રમદીક્ષાઓ, સર્વને હેતુસાધકના આજનું રક્ષણ કરી તેની વૃદ્ધિ કરી આપવાનું છે. એ આજના પ્રભાવથી સંકલ્પ અને ધારણા દૃઢ થાય છે, ધારણા દઢ થવાથી વશીકાર આવે છે, ને વશીકારવાળા અધિકારીને તીવ્રસં. વેગ થતાં નિર્વિકલ્પસાક્ષાત્કાર સમીપ રહે છે. ત્યારે દુ:ખાદિ આવવા વિષે ચિંતા વ્યગ્ર રહેવું, આવ્યા પછી તે કયારે જાય એ માટેની વિકલતામાં વિલ થઈ જવું', મનથી ફલેપ ચિંતા Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 47450