પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગથાવલિ, સુમષ્ટિવાળા ટીકાકારની અપેક્ષા છે, પ્રત્યેક નાટક જેનાર કે વાચનાર તે સહજે સમજી શકે નહિજ. પરંતુ શેકસપીઅરનાં નાટકો ઉપરે કાવ્યમાત્રના લક્ષથી ટીકા થઈ હોત તો તે નીરસ અને નિરૂપયોગીજ ગણાત. માલતીમાધવ જેવા ઉત્તમ અને રસપૂર્ણ નાટક ઉપર જગદ્યરની અતિ સૂક્ષ્મ ટીકા તેવા પ્રકારની હોઈ સારા પંડિતાને બહુ પ્રિય લાગતી નથી એ પ્રસિદ્ધ વાત છે; જો કે તે ટીકામાં જેને અંગરેજીમાં Hair Splitting ( અર્થાત દુધિમાંથી ઈ. કાઢવી એમ ગામડીઆઓ ) કહે છે તેવુ અર્થ અને રસપર કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી. રધુ, કુમાર, માધ, કિરાત, આદિ નાટક નથી, માત્ર કાવ્યાજ છે એટલે તેના ઉપર વધારે પાંડિત્યનો અવકાશ નથી, અને તેજ વાત લક્ષમાં રાખી મલિના જે જે સ્થાને અર્થે અને ધ્વનિને અનુસરી સુરસ અને લધુ ટીકા યાજી છે તે સર્વને અતિપ્રિય થઈ પડે છે, દૃશ્યકાવ્ય અને શ્રધ્યકાવ્ય ઉપરની ટીકાઓ પરત્વે ત્યારે આ વિવેક છે. તેમાં પણ જે કેવલ ભાવપ્રધાન ખંડકાવ્યા છે, જેમકે શેલીનાં લિરિક્સ, જયદેવનું ગીતગોવિંદ, તેના ઉપર ગમે તેવી ટીકા કરતાં પણ મૂલના ભાવે વાચનારને આપી શકાય કે નહિ એ વાત બહુ વિચારવા જેવી છે. એવાં કાવ્યનો મર્મ ગૃહો એ તેવા હૃદયવાળાનું જ કામ છે, અને તે હદય કોઈ પણ ટીકા ઉપજાવી શકે કે નહિ એ પ્રશ્ન છે, કારણ કે તે ટીકા પણ પાછી તેવું' કાવ્યજ થઈ જવાની. નરસઈ મહેતાનું સુદામાચરિત્ર તે એક નાનું સરખું આખ્યાન છે, અતિપ્રસિદ્ધ છે, તેની કવિતામાં કશી કઠિનતા નથી, કથાનો ભાવાર્થ અને પ્રધાન ઉદેશ સર્વત્ર સુવિદિત છે, તો તેના ઉપર અતિ વિસ્તીર્ણ વિવેચનની અને તાવિક તના ગુફનની આવશ્યકતા હતી કે નહિ, અને તેથી મૂલને સમજવામાં સરલતા થઈ છે કે કઠિનતા થઈ છે એજ જોવાનું છે. ' છે ઘણી વખત એમ થાય છે કે પોતાના હૃદયના ભાવ કાવ્યને આરપાઈ જાય છે અને પછી તે ભાવ તેમાંથી ઉપજાવવાનો યત્ન થતાં ટીકાકાર પોતેજ કવિ બની જાય છે. કેટલાક લેખકે કે કવિઓ કાંઈક નવીન કરી બતાવવાની લાલસામાં ઘણી વાર બહુ કિલક ક૯૫ના કરે છે. રસનો જમાવ સીધે સીધું જોતાં જે જણાય તેમાંજ છે, ગુલાંટ ખાઈને શોધવા જવું પડે તેમાં નથી એમ અમે માનીએ છીએ. રા. જટિલે સુદામાચરિત્રને ભક્તિના નમુના માન્ય છે અને સુદામાની ભક્તિનું પ્રાધાન્ય માની તેને જે જે ફલ થયું તે તેની ભક્તિના પરિણામ છે એમ ક૫તાં તે ભક્તિના પાછા સકામ નિષ્કામ એવા ભેદ માન્યા છે, અને સુદામાએ તેની સ્ત્રીની પ્રેરણાથી યાચનાની પ્રવૃત્તિ કરી તે સકામ ભક્તિનો પ્રભાવ છે, તે તે વાતનાં પિતાના મનથી સમાધાન કરી લીધાં એ નિષ્કામ ભક્તિને પ્રકાર છે, એ વિવેક કેર્યો છે. તત્વશાસ્ત્રની મર્યાદાથી જોતાં આ બધી વાત ખરી છે, પણ અમને પોતાને તો એમ લાગે છે કે સુદામાચરિત્રમાં ભક્તની ભક્તિ કરતાં ભગવાનનું માહાતમ્ય દશૉવવાના મુખ્ય ઉદ્દેશ છે, અને તેથી ભક્તિના પ્રકારનું પાંડિત્ય કરીને સુદામાને દૃષ્ટિ આગળ રાખી એ આખ્યાનને વિલેકવું એજ તેને અવળા દૃષ્ટિબંદુથી વિલેકવા જેવું છે. ભક્તિના નવ પ્રકારમાં જે સંખ્ય ભક્તિ છે તેનું દષ્ટાન્ત સુદામાચરિત્ર છે, અને સખ્યથી કરીને સમાનતાના વિચાર મનમાં આ• વતાં ભગવાનની મહત્તા ન સમજાયાથી જે કૃપણુતા ઉપજી કલેષ થાય છે તેને ચીતાર છે. અર્જુનને દિવ્ય દૃષ્ટિથી વિરાદરશન થયાં ત્યારે તેણે પોતે પણ એજ કહ્યું" છે:- 1 सखेति मत्वा प्रसभं यदुक्तं विहारशय्यासनभोजनेषु । મેં તમને સખા ાણીને વિહાર, શવ્યા, આસન, ભજન ઈરિયાદિમાં જે કાંઇ અ. Giain an Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50