પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ચ’ચાવલાકન. વિચાર ભરેલું કહ્યું હોય તે ક્ષમા કરજે. મહેતાજી પાસે પશુ સુદામાને અનેકવાર કૃપણુતા પામતા, યાચવા જતાં લજવાતા, પાછા ફરતાં કાંઈ ન આપ્યું માટે કર્લેષ પામતે દર્શાવે છે, અને ભગવાને ન માગ્યા છતાં પણ સર્વસ્વ આપ્યું એવી તેમની ભક્તપરાયણતા અને મહત્તા ગાય છે તથા વનિત કરે છે. મહેતાજી જેવા ભક્તકવિ એમજ કરે એ સ્વાભાવિક છે, તેને સુદામાની દરકારજ નથી, તે તો જે ભગવાનનો પોતે ભક્ત છે તેના ગુણુના ગાનમાં વિલીન છે. ભક્ત પોતે પિતા વિષે કાંઇએ વિચારે તે તેનાં મનથી પાપજ છે. પ્રેમાનંદે પણ એજ માર્ગ લીધો છે અને મહેતાજીએ જે વાત છેડામાં કહી છે, તે વાત તેણે પિતાના શ્રેતા વર્ગની ચિને અનુસરી ( કારણ કે તે પ્રસિદ્ધ કથા કરનાર હતા ) વધારે વિસ્તારથી સ્પષ્ટ કરી છે. ભક્તના અવિશ્વાસથી શા પરિણામ થાય છે તેજ દર્શાવવાનો મુખ્ય આશય છે, અને મહેતાજીએ જે વાત, a « એક રેણી રહ્યા વન વિશે આપણે, સરપણુ ભાગતાં મધ આવ્યો ” એટલા સ્મરણુથી સૂચિત કરી છે, તે વાત પ્રેમાનંદે વધારે સ્પષ્ટતાથી સુદામાએ કૃષ્ણથી છાની રીતે ચણા ખાધેલા એમ કહીને પ્રકટ કરી આપી છે. અને એજ પાપથી સુદામે દરિદ્રી હતા; તે પાપ, - “ ગોમતી સ્નાન કરી કૃષ્ણજી નિરખીયા, પુણ્ય પ્રકટ થયું પાપ નાડું” એમ કહી મહેતાજીએ સૂચવ્યું છે, ને પ્રેમાનંદે વિસ્તારેલું છે. ભક્તને અવિશ્વાસ હતો, સંખ્યભાવે કરીને સમાનતા માનવાથી કૃપણુતા આવી હતી, તે જતી રહી એટલે સાક્ષાત્કાર થયે. એ કૃપણતા ઉપજાવવામાં સુદામાની સ્ત્રી વાસનારૂપે કારણુ હોય એ સ્વાભાવિક છે અને તેટલે અંશે અમે વિવેચકની કલ્પનાને મળતા છીએ. આ પ્રકારે આ આખ્યાનનું મુખ્ય તાપયે અમને સમજાય છે, એટલે રા. જટિલના વિવેચનનું દૃષ્ટિબિંદુ અમને વાસ્તવિક લાગતું નથી, અને સુદામાની કે તેની સ્ત્રીની રીતિ કૃતિનાં પ્રભાતિયાંમાં સકામ નિષ્કામ ભક્તિ બંધ બેસાડવાના વિવેચકનો આયાસ પણ અસ્થાને લાગે છે. જેમ છે તેમનું તેમજ એ કાવ્ય વધારે રસવાળું છે, સકામ નિષ્કામના વિવેચનથી તે રસમાં વૃદ્ધિ થતી જણાતી નથી. - દષ્ટિબિંદુમાં આ ફેર હોવાથી જ વિવેચકને પ્રેમાનંદની કૃતિ મહેતાજીની કૃતિ ક્રરતાં ઉતરતી લાગી છે. અમે કહીએ છીએ તે દૃષ્ટિબિંદુથી જોતાં ઉભયેની કૃતિ સારી લાગત, અને જે તફાવત છે તે શ્રેાતાના અધિકારોનુસાર યોજાયેલા સમજાત. વિવેચકે દૃષ્ટિબિંદુ બદલી નાખીને પોતાની કુ૯૫નાના ઘણાક કિલષ્ટ પ્રસંગે સામાન્ય અથવાળી કડીઓની ટીકામાં પણ ઘાલવા ન કર્યા છે. ૧ જદુપતિ નાથ તે મિત્ર છે તમ તણ, જાઓ વેગે કરી કૃષ્ણપાસે ”, આ ઉપર વિવેચક લખે છે “ કૃષ્ણ અને જદુપતિ નાથ એ કદાચ ઉંડી અર્થ સંકલનાથી સંકળાયા હોય એમ લાગે છે. સુદામાજીના દેવ કૃષ્ણ ઋષિપતનીના ફલદાતા છે. જો લિષ્ટ રીતે પણ કવિથી પાત્રભેદ જળવાયા હોય એમ જણાય છે. સુદામાજીને મુક્તિદાતા દેવના ભક્ત બનાવ્યા લાગે છે, પનીને મુક્તિદાતા સાથે ફલદાતા એવા દેવનાં ભક્ત બનાવ્યાં લાગે છે” ઇત્યાદિ. અથ કર્યો છે કે “તમતણા તે મિત્ર જદુપતિ નાથ છે. ” અમને તો એમ લાગે છે કે જે પ્રસિદ્ધ જદુપતિનાથ તે તમારા મિત્ર શ્રીકૃષ્ણ છે, સમર્થ છે, તેની પાસે જાઓ ” એટલે જ અર્થ છે. વળી “ પતિ ” અને “ નાથ ” બે શબ્દ એક અર્થના છતાં સાથે કેમ લખ્યા છે એવી શંકા કરીને વિવેચક તે ઉપર પાંડિત્ય કરે છે, પણ અમને તો એમ જ લાગે છે કે lentade Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750