પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, ભવભૂતિના મહાવીરચરિતમાં “ ભવાનીપતેઃ ” એ પ્રગ છે તેના જેવા જદુપતિનાથ એ પ્રયાગ છે. * ભવાની’ એટલે ભવે જે શિવ તેની પત્ની અને પાછા તેના પતિ કહેવા એ પુનક્તિ કે દેષ જેવું છે, પણ ભવાની એટલે પાર્વતી એ લોકમાં અર્થ થઈ ગયા છે તેથી ભવાનીપતિ એટલે પાર્વતીના પતિ, શિવ, એમ પ્રયોગ થઈ શકે છે. તેમજ જદુપતિ એટલે કૃષ્ણ એવા લોકમાં અર્થ પ્રસિદ્ધ છે તેથી જદુપતિ જે વિશ્વના અથવા આપણા નાથ છે એમ જણાવવા જદુપતિનાથ એ પ્રયોગ થઈ શકે છે. “ કરશે કરુણા પ્રભુ દીન જાણી ” એમાં ‘દીન’ શબ્દ ' વિવેચકને “વિક્રમ” જણાય છે. “ એ વિષમતા બે વિચારે તજી શકાય. પ્રથમ એ વિચારે કે પૂજનીય દેવ પાસે પૂજક પોતે ક્ષુદ્ર હોય; બીજા એવા વિચારે છે. ભક્તિમાન હૃદયને ‘દીનતા ” શાચનીય ન હોય, ‘ અભક્તિમત્તેજ ' શોચનીય હોય. આવા ભેદ તપાસતાં કદાચ ‘ કરૂણા કરશે પ્રભુ દીન જાણી” એમ બોલી ઋષિપતી એમ પણ કહેતાં હોય જે અભક્તિમત્વને શાચનાર નાથ કદાચ આપણી દીનતા નહિ સમજી શકે પણ ભક્તિને વશ થયેલ દેવની નજરે તે જણાશે જ. ” આવી કલ્પના આ ‘દીન’ શબ્દ ઉપર “વિદ્યાર્થીઓને ” આ કાવ્ય સમજાવાની ટીકામાં ચાલેલી છે. આટલા બધા પાંડિતયને ન સમજનાર કોઈ સામાન્ય માશુસ પણ કહી શકશે કે પ્રભુની કરુણુ’ ‘દીનતા’ વિના આવતી જ નથી, “અદીન’ અહંકારીને પ્રભુ મળતા જ નથી, આપણે દીન–પ્રભુ પરાયણ–છીએ, માટે આપણા ઉપર કરુણુ કરશે એટલા જ અર્થ છે. ભક્તિનું સ્વારસ્ય જ દીનતા છે, ત્યાં “ વિષમતા ” અને તેના પરિવારના વિસ્તારનો અવકાશ જ અમેને સમજાતું નથી. | મહેતાજીએ જે વાત સુદામાના અવિશ્વાસથી સુદામાના મુખમાં મુકી છે કે નરપતિ નવ પ્રીછે પ્રીત જુની ” તે કેવલ દુનીયાંદારીના દષ્ટાન્તને લક્ષમાં રાખી રાજાઓ જુની પ્રીતિને ઓળખી શકતા નથી ને યાદ લાવતા નથી, માટે કૃષ્ણ મને ઓળખે કે ન ઓળખે તેથી નહિ જાઉં', એટલા તાત્પર્યથી મુકી છે; પણું દૃષ્ટિબિંદુ જ ફેરવી નાખવાથી વિવેચક લખે છે કે “ આ વાયનો વિચાર કરતાં એ વિચાર સામેલ રાખવાના છે જે પ્રીતને જુની કરનાર ઋષિજી HAMA પતે જ છે. પોતે પ્રીત જુની કેમ થવા દીધી ? જવાબ ' ઇત્યાદિ. “ ઇદ્ર કુબેરથી અધિક વિભવ કર્યો રુકિમણી કર ગૃા શીષ નામી, એક રહ્યાં અમે, એક બીજા તમે, ભક્તને અઢળક દાન કરતાં ” તાંદુલ ભગવાને ખાવા માંડ્યા ત્યારે રુકિમણીએ હાથ ઝાલ્યા, બહારથી એવું બતાવવા કે અમને પણ ખાવા આપા, પણ અંદરથી એવા હેતુથી કે અમારે માટે હવે કાંઈક તા રાખ્યા? સુદામાને બધું આપી દેશે કે શું ? આટલું સ્પષ્ટ તાત્પર્ય છે, અને પ્રેમાનંદે વિસ્તારથી તે કહી બતાવેલું છે. આ ઉપર વિવેચકે જે વિવેચન પૃષ્ઠ ૫૧ થી ૫૪ સુધી વિસ્તાર્યું છે તે અત્રે ઉતારવા સ્થલ નથી, પણ તેમના દષ્ટિબિંદુના એક ઉત્તમ દષ્ટાન્ત રૂ૫ છે. ઉપાદ્ધાતમાં ભક્તિનો અર્થ કરવાનો પ્રયાસ છે અને ભક્તિનો અર્થ જ અનુશીલન ” એટલે જ કર્યો છે. અનુશીલન ' એ તે ક્રિયા છે એટલે શાનું અનુશીલન તે જાણવાની અપેક્ષા રહે છે; તેમજ ભક્તિમાં જે પૂર્ણતા હોવી જોઈએ, સમપણુની પૂર્ણતા હોવી જોઇએ તે અથે પણ અનુશીલન ' માંથી નીકળતો નથી. ભક્ત પોતાની ભક્તિના વિષયને ananifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10850