પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, લ’કારથી તે ચિત્રને રળીયામણું બનાવવાનો યત કરવામાં એ ચિત્રની કૃતાર્થતા નથી. ઉત્તમ કવિ તેવા ચિત્રને પણ ભાવવાહી કરી શકે છે, કોઈ ભાવનું પ્રતિબિંબ બનાવી શકે છે, અને જે એ ચિત્ર ગમે તેવા નાના સરખા પણ વસ્તુનો એક ભાગ હોય તો તે ચિત્રમાં તે વસ્તુને પષક જે ધ્વનિ હોય તેનો સંચાર કરાવી સહદોને દ્રાવ ઉપજાવી શકે છે. છે આ કાવ્યસમૂહમાં કેટલાંક ખંડકાવ્યો છે, તેમને પોતપોતાનું વસ્તુ છે પણ તે વસ્તુના નિથી તેમાં આવતાં વર્ણનોને પોષણ મળેલું જણાતું નથી. રાત્રિ, સમુદ્ર, નદી, પર્વત, ચંદા, તારા, બધાં તેનાં તેજ ઠેકાણે ઠેકાણે આવે છે, અને કલ્પના કે અલંકારનું વૈચિય પ્રત્યેક પ્રસંગે જણાવી ન શકતાં, જુદા જુદા શબ્દોથી પણ તેને તેજ રૂપે વર્ણવાયલાં મળી આવે છે. કિંબહુના, તે તે સ્થાનના વસ્તુને પણ તે તે વર્ણનને રંગ લાગતા નથી. આખા. આ કાવ્ય પ્રવાહનું તત્વ એક શબ્દમાં જ છે એમ કહીએ તો ચાલે. “ દિય’ એ શબ્દમાં કોઈ મોટું કાવ્યત્વ અને વ્યંજકત્વ આપણા આ કવિને લાગ્યું છે, અને “કીનારા,” “ સરવ,’ ‘સુંદરી,’ ‘તારા,’ ‘વાસ’ ગમે તેને પણ ‘દિવ્ય ’ એ વિશેષપણુ લાગવાથી ઘણુ ગૂઢ વ્યંજકત્વ આવી જતું હોય એમ તેઓ માને છે. પણ શબ્દશક્તિનો વિચાર કરતાં સ્પષ્ટ જણાશે કે “દિગ્ય’ શબ્દની શક્તિ આપણા ગુજરાતી વાચકોને હજી અવગત નથી, તેમ સંસ્કૃતમાં એ દિગ્યું એટલે દેવતાસંબંધી’–‘સ્વર્ગનું ” એ કરતાં કોઈ વધારે ભવ્ય અર્થ જાણવામાં નથી. આ કવિને તે Divine—ખાસ ઈશ્વરે પ્રેરેલું, મોકલેલું, ઈશ્વરી, એ અર્થ દિવ્ય શબ્દથી ઈષ્ટ છે. અંગરેજીમાં Divine child કહીએ તો “ ક્રાઈસ્ટ' એમ હરકોઈ તુરત સમજે અને એ શબ્દોની લાક્ષણિક તથા વ્યયમર્યાદા ગ્રહણ થઈ શકે; પણ ગુજરાતીમાં કે સંસ્કૃતમાં એનેજ તરજુમા “દિવ્ય બાલક' કહીએ તો કોઈ તેવા અર્થનું ગ્રહણ કરી શકે નહિ એ ખુલ્લું છે. એજ રીતે “ અનંતતાદેવી” ( Infinity ) ‘નવજીવન’ ( New life )(Lifeafter death), અમરભૂ (Immortal heaven ), અમૃતવ સિંધુ ( Ocean of Imm ortality ) એવા કેવલ યુરોપીયવાચકથી અંગરેજી આકારે સમજી અને ગ્રહી શકાય તેવી શક્તિવાળા શબ્દોને પ્રયાજી તથા ઉદ્દેશી જે કાવ્ય રચાય તે કેવલ નીરસ અને ગ્રહણુ પણ ન થઈ શકે એવાં કિલટ કહેવાય છે તેમાં આશ્ચર્ય નથી. એ બધા શબ્દો ક્રીસ્ટીઅન ધર્મ જાણનારને પરિચિત હાઈ વનિના બાધક છે, આપણને કશા અર્થધ કરી શકતા નળી. મુક્તિફાજવાળા ગાય છે કે Re ( કાલના વાયદે ના કરશે ના કરશે ? તેના અર્થ જેમ કોઈ સમજી શકતું નથી, તેમ મુક્તિફાજનું એટલે પરધમાં અને નકામુ માની સમજવાની દરકારે કરતું નથી, તેવી રીતે આવા શબ્દોથી ભરપુર આ કાળે કાવ્યરૂપે ચાલી શકે એમાં અમને પિતાને તો ઘણોજ સંશય છે. વળી ટેકાણે ઠેકાણે પાપ', આદિને જીવન આપીને કાવ્ય રચાયાં છે, - રે ઘેલા પાપ ! તુજ હૈાર સ્વરૂપધારી. ત્યાં પાપ ( Sin ) ના ભાવ આપણા વાચકોને, ક્રીસ્થીઅનાના જેવા બેધક નથી, એટલે આખું કાવ્ય શુષ્ક પડી જાય છે. ક્રીસ્થીઅનોને “ પાપ ' ઇત્યાદિ સંતાનના મહા દારશુ, મિત્રરૂપે પ્રસિદ્ધ છે, “ મીસ્ટરીઝ' નામનાં તેમનાં જૂનાં નાટકોમાં સુવિદિત છે, અને ‘પાપ ” એ એકલું અમુક પુરુષવાચક થઈ શકે છે. પણ આપણને પાપ” સાથે સેતાન જેવા sanah Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50