પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ८६८ ને બુદખુદ સમ છુટી જઈ લુપ્ત થતા ક્ષણમાં એ રોલાની કડીમાં, તેમ ઘેલા પાપ ! તુજ ઘેર સ્વરૂપધારી એ વસંતતિલકાના ચરણમાં માત્રાનો દોષ જણાય છે. આપણી ભાષામાં નવીજ ૫હતિની અને અંગરેજી અનુકરણવાળી કવિતાના નમુનારૂપે પુસ્તક ભાષાના અભ્યાસીઓને, વિચારક્રમના વિલકનારને, અને નવી કવિતાના શાકીનાને, સંગ્રહમાં રાખવા યોગ્ય છે. - ૨૧૩–અદ્વૈતવિવેચન—આ લેખ હિંદી ભાષામાં છે. શ્રી રામાનુજ સંપ્રદાયના પ્રયાસ છે. યુક્તિ અને શ્રતિ એવા બે વિભાગ રાખી આ આક્ષેપ વિસ્તાર્યા છે. બ્રહ્મને જ્ઞાન રૂપ માનતાં તેમાં અજ્ઞાન કેમ સંભવે ! બધું બ્રહ્મ છે તે માયા કયાંથી આવી ! ઇત્યાદિ જે સામાન્ય પ્રાકૃતજનાના વિવાદ છે તેને શુદ્ધ ભાષાથી લેખ કરવામાં આવ્યા છે. તેમજ ઉપનિષદનાં તે તે વચનોને આમ તેમ મરડ આપી રામાનુજ મતાનુયાયી અદ્વૈત સિદ્ધ કરનારાં ઠરાવવા યત્ન કર્યો છે. આખા લેખનો ઉપમર્દ કરવામાં એક બીજો ગ્રંથ થવાનો સંભવ રહે છે, જે અવલોકન કરનારનું કાર્ય નથી. છતાં શંકરના અદ્વૈતને થતા અન્યાયની ખાતર એટલું કહેવું પ્રાપ્ત થાય છે કે કેવલાદ્વૈત છે તે કેવલ ભાવનારૂપ છે, ભાવગ્રાહ્ય છે, એનું વર્ણન સ્કૂલ કે સૂક્ષ્મ પદાર્થ જેને જોઈ કે સ્પર્શી શકાય તેનાથી કરાય જ નહિ. સમજાવવા માટે તેમ કરવું પડે છે; જે લેકે બ્રહ્મનું આવું કેવલ નિર્વસ્તક વસ્તુ સમજી શકતા નથી તેજ ઉક્ત પ્રકારના આક્ષેપ ઉઠાવે છે અને પોતાની ધર્મવાસના જે સ્થૂલવિના તૃપ્ત થતી નથી તે સ્થલની શોધમાં અદ્વૈતનો તિરસ્કાર કરે છે. ૨૧૪-જ્યોર્જ વોશિંગટન-અમેરિકાના યુનાઈટેડ સ્ટેટ્સ ને સ્વતંત્રતાનું પાન કરાવી સ્વાતંત્ર્યના માર્ગ બતાવનાર, સ્વાર્પણ કરનાર, દેશભક્ત વૈશિંગ્ટનનું નામ કોઇથી ભાગ્યે જ અજાણ્યું હોય. એવા મહાપુરુષના ચરિત્રનું મનન અનેક ઉન્નતિનું' બાધક અને પોષક છે, ગૂજરાતીમાં આ રીતે તેમના ચરિત્રની યોજના સંતોષકારક છે. ૨૧૫-ચાખવટ–અંગરેજીમાં જેને “ સેનિટેશન’ કહે છે તેનાં મુલતવોના સંગ્રહ સાદી અને પરિચિત ભાષામાં સારી રીતે કરવામાં આવેલ છે. પ્રત્યેક મનુષ્ય પોતાની તંદુરસ્તી સાચવવા કેટલાક સાદા નિયમો જાણવાની જરૂર છે; તેમાં ચોખવટના નિયમો સર્વથી પ્રથમ જાણવા એ બહુ આવશ્યક છે. એપ્રીલ-૧૮૮૭ ૨૧૬-યુનાઈટેડ સ્ટેટ્સની લાકસ્થિતિ:યુનાઈટેડર્સ અમેરિકાના રાજકીય તેમ માનસિક સ્વાતરય ભાગવતા ઘણા વિશાલ પ્રદેશ છે. તે દેશમાં સ્વાતંત્ર્ય અને વ્યક્તિના મા ૨૧૩ રચી પ્રસિદ્ધ કરનાર કરનાર રા. રા. અનંત પ્રસાદ ત્રીકમલાલ શ્રીવૈષ્ણવ. નડીઆદ સત્યસાગર પ્રસ મૂલ્ય. રૂ, ૧-૦—૦ * ૨૧૪ પ્રકાશક રા. રા. દામોદર સાવળારામ અને મંડળી. વડોદરા. સયાજીવિજય પ્રેસ. કિમત રૂ. ના ૨૧૫ લખનાર રા. રાછગનલાલ વિદ્યારામ રાવળ. અમદાવાદ યુનાઈટેડ પ્રિન્ટિંગ પ્રેસ, ૨૧૬ રચનાર પંડિતા રમાબાઈ, ભાષાન્તર કરનાર રા. ચુનીલાલ બાપુજી મોદી. સુરત સ્ટેન્ડર્ડ પ્રેસ. મૂલ્ય રે. ૧. Ganahl Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50