પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૭૦ સુદર્શન ગાવલિ ધાન્યનું ધણ પરિમલ છે, અને ત્યાંની રાજ્ય પદ્ધતિપ્રજાસત્તાક છે. રાજયપદ્ધતિ એ સામન્ય લોકસ્થિતિનું આદર્શ છે એટલે તેટલાથીજ લોકસ્થતિનું અનુમાન થઈ શકે એમ છે. વિદ્યા, કલા, અને એહિક સમૃદ્ધિની પરાકાષ્ઠાએ આ સ્વાતંત્રય તે દેશને લેઈ ગયું છે એટલે તે દેશની લોકસ્થિતિ જાણવાથી આપણને ઘણું વિચારવાનું મળે એ સ્વાભાવિક છે. સ્વાતંત્રયને અંગે જે અપલક્ષણ રહે છે તેપણ આ લેખમાં પ્રસંગોપાત્ત દર્શાવવામાં આવ્યાં છે. અમેરિકાની સ્થિતિનો ચીતાર આપનાર એક સ્ત્રી છે એટલે વર્ણન વધારે રસિક અને બારીક થયેલાં છે. ગ્રંથ વાચવા યોગ્ય છે. છાપના દોષ બહુ છે. - ર૧૭-મેધદત:—આ ભાષાન્તરના કર્તાને કાવ્યનિમજજનમાં એક નવી ટીકાપદ્ધતિના આરંભ કરનાર રૂપે અમે એક વાર ઓળખાવી ગયા છીએ. એ સારા સાક્ષરતના સંસ્કારવાળા લેખક છે. એમને હાથે મેધતના સહૃદયત્વને વધારે ન્યાય થવાનો સંભવ છે. મૂલનાવૃત્તને હરિગીતમાં ઉતારવાથી ભાષાન્તર કરવામાં કેટલાક સારી સરલતા થઈ શકી છે. ભાષાન્તર એકંદરે સારું છે. - ૨૧૮-દેશ સેવા અને દેશાભિમાન, પુરૂષાર્થશતક, 'ગારવૈરાગ્ય તરગિણી:સાક્ષરસહાયક પ્રજાધિક મંડલી તરફથી આ ત્રણે તાકડાં તેના સભાસદોને ભેટ તરીકે વહેંચવામાં આવ્યાં છે. ભાગ્યેજ એક આના કે અર્ધાઆના કરતાં દરેકની ખરી કીમત વધારે પડી હોય. પ્રથમનું પુસ્તક રા. વનમાળીદાસ લાધાનું બનાવેલું છે, ને બીજા બે સંસ્કૃતમાંથી શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથ પાસે ભાષાન્તર કરાવેલાં છે. ' પ્રથમના પુસ્તકમાં “મારેદેશ ઉત્તમ, મારા દેશનું સર્વ સારું અને પ્રિય” એવી દેશાભિમાનની વ્યખ્યા કરી છે, ને તેનું સમર્થન કરવાને અમેરિકા તથા યુરપના ઇતિહાસમાંથી દુકાતે આપ્યાં છે. એકે દષ્ટાન્ત આવી વ્યાખ્યાનું સમર્થન કરતું નથી, માત્ર કર્તવ્યની ભાવનાનાંજ બધાં દૃષ્ટાન્ત છે. બીજા જે બે પુરતો સંસ્કૃતમાંથી ખેાળી કાઢયાં છે તે કેવલ પ્રાસ્તાવિક ગ્લાકેથી ભરેલાં છે. આ ત્રણમાંનું એકે પુસ્તક “પ્રજાધક હોય એમ કોઈ સારે સાક્ષર ભાગ્યેજ ધારી શકશે. આ મંડલી મોટા ઉદ્દેશ આદરીને બહાર પડી છે તેનાં આવાં દુર્બલ અને ક્ષીણુ ફળ જોઈ ખેદ થાય છે. આવાં ચીથરાં બહાર પાડીને આ મંડલીમાં જોડાનારને સંતોષવાને વ્યર્થ યત્ન કરવા કરતાં ઘણાએ યોગ્ય ગ્રંથ ખુણે ખાચરે છપાવાની સગવડ વિના સડતા હશે તેને બહાર આણ્યા હોત તે પણ સારું હતું. મ-૧૮૮૭ ૨૧૯-છાંશી સંસ્થાનનાં મહારાણી લક્ષ્મીબાઈ સાહેબનું ચરિત્રઃ આ વી૨ રમણીના નામથી ભાગ્યેજ કોઈ સાક્ષાર અજ્ઞાન હોય. છેલા પેશ્વા બાજીરાવ બ્રહ્માવર્તમાં રહ્યા ત્યાં તેમના એક આશ્રિતની આ બાલા પ્રખ્યાત નાનાસાહેબની ભગિની તુલ્ય પ્રીતિપાત્ર થઈ તેની પાસેજ કેલવણી પામી હતી. ઝાંશીના મહારાજા સાથે તેનાં લગ્ન થયા પછી થોડાજ સમયમાં તે વિધવા થઈ હતી. મરણ પૂર્વે તેના સ્વામીએ દત્તક લીધા હતા, તેને સરકારે કબુલ નહિ, | ૨૧૭ ભાષાન્તર કતો રા. રા. હરિકૃષ્ણ બળદેવ ભટ. સુરત, મિશનપ્રેસ. કામત વાત ૨૧–રા. રા. દત્તાત્રય બલવંત પારસનીસ એમના મરાઠી ઉપરથી ભાષાન્તર કરનારા રા. રા. કૃષ્ણલિંગ રામલગ સાખરપેકર, વડોદરા વીરક્ષેત્ર મુદ્રાલય, કીમત રૂ. ૨-૦૦ anani Heritage Poru 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850