પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૯૭૧ રાખતાં રાજય ખાલસા કરવામાં આવ્યું હતું. એવામાં ૧૮૫૭ ને મઠા ભયંકર રણુરંગ ઉઢયે એમાં આ શ્રી રાણીએ ભાગ લીધે એ વાત નિઃસંશય છે, પણ તે વિષયે બે અભિપ્રાય છે; બળવો કરવાના ઇરાદાથી ભાગ લીધે એમ કેટલાક કહે છે, કેટલાક એમ કહે છે કે સરકાર સાથે સલાહ રાખવાની ઈચ્છા છતાં ગેરસમજુતથી સરકારે તેને બળવાખારમાં ગણી. ગ્રંથકારે આ બીજા મતને ટેકો આપવાનાં ઘણાં પ્રમાણ આપ્યાં છે. એ ગમે તેમ હો બળવાખાર કે નહિ બળવાખોર પણ આ રાણીએ, સ્ત્રીએ, જે માત્ર પચીસ વર્ષની વયે, શરત્વ કાર્યદક્ષતા, અને એક ઉત્તમ યુદ્ધનાયકના ઉત્તમોત્તમ ગુણ દર્શાવ્યા છે, તેને માટે આપણે દેશ પ્રીતિને લેઈ સાભિમાન થઈએ એ તો સ્વાભાવિક છે, પણ તેજ સમયના તેની સામે લઢનારા સારા સારા અંગરેજોએ પણ તે વીરસ્ત્રીનાં નિરંકુશ સ્તુતિ અને ક્ષાધા ઉચ્ચાય છે, એ પૂર્ણ હર્ષની વાત છે. આર્ય સતીત્વની મહત્તાને પ્રતાપ દર્શાવનારી આવી અબલાનું કાર્ય પ્રસંગે જે સબલવ તે આપણી સર્વ બાલાઓને, એ કરતાં વધારે શુભ પ્રસ ગેલમાં, અનુકરણ કરવા યોગ્ય છે. આ ગ્રંથનું વાચન, મનન, શુદ્ધ ભાવથી, સત્યપ્રીતિથી, અને અવલોકનની દૃષ્ટિથી કરવામાં આવે તે સ્ત્રી પુરુષ ઉભય વર્ગના વાચકને ઘણો લાભ થવાનો સંભવ છે.. મરાઠીનું ભાષાન્તર કરવામાં ભાષાંતરકાર, જાતે મહારાષ્ટ્ર ભાષાના પરિચય વાળા છતાં, ઠીક વિજય મેળવી શક્યા છે. કોઈ કાઈ ઠેકાણે મહારાષ્ટ્રીય વાયરચના રહી ગઈ છે, પણું તેથી ગ્રંથના ગારવને ક્ષતિ લાગતી નથી. ભાષાન્તરમાં કોઈ પણ દોષ જેવા કરતાં અમે પોતે તો મી. સાખરપેકરે ગૂજરાતી વાચક વર્ગને આ અમૂલ્ય રન ભેટ કર્યું તે માટે ખરેખર બહુ પ્રસન્ન છીએ. અગષ્ટ-૧૮૯૭ ૨૨૦-મજદયની ધર્મ અને ખેદાશનાશી-૬ થીઓસેટી’ અથવા અધ્યાત્મમંડલ એ નામધારી સંસ્થાએ આખા વિશ્વના પ્રાચીન ધર્મ સ્વરૂપને જ પુનઃ જાગ્રત કર્યું છે, મૃતપ્રાય ભાવનાઓને જડવાદના ઉપહાસમાંથી ઉગારી લેવાનું જીવન આપ્યું છે, અને એમ સર્વ વિચારશીલ સુજનોને આમેલતિ અને દેશોન્નતિનો માર્ગ કરી આપે છે, એવું જે કહે. વામાં આવે છે તેનાં અનેક પ્રમાણમાંનું આ અમુલ્ય પુસ્તક એક વધારે પ્રમાણ છે એમ જણાવતાં અમને બહુ સંતોષ થાય છે. પ્રત્યેક દેશને જે ઇતિહાસ છે તે જોતાં સમજાશે કે તે તે દેશની પ્રજાએ સંસારમાં, ધર્મમાં, રાજ્યમાં, નીતિમાં અને લખાણ તથા વાતચીતમાં પણ જે જે ભાવનાઓ ઉપર પેતાની ભક્તિ દર્શાવી છે તે તે ભાવનાના ઉત્કર્ષ કે અપકર્ષ. માંથી જ તે તે દેશનો ઉદય કે અસ્ત થઈ આવ્યો છે. જે દેશની પ્રજાની પાસે ધર્મ, નીતિ, સંસાર ઇત્યાદિની ભવ્ય ભાવનાઓ હોય તે દેશ ત્યારે જ નીચ અને પતિત થાય છે કે ત્યારે તે એવી પોતાની ઉચ્ચ ભાવનાઓની ભકિત કરી તેમાં આત્માર્પણ કરવાને બદલે તે ભાવનાઓના અતિ સ્થલ અને વ્યાવહારિક અર્થો ઉપજાવી તેના ઉપહાસ અને તિરસ્કાર કરી તેને માથે પગ મુછોને ચાલવા માંડે છે. એવી સ્થિતિમાંથી ઉદ્ધાર પશુ ત્યારે જ થાય છે કે જ્યારે એની એ તિરસ્કારને પાત્ર થએલી ભાવનાઓ પાછી પાનને પાત્ર થાય અને ભકિત તથા ૨૨૦-રચનાર મી. ધનજીભાઈ પેશતનજી દાટવાલ, મુંબઇ, રીપન પ્રિન્ટીંગ કંપની. મળવાનું" કાણું ગ્લેવેદ્રસ્કીલાજ, મુંબઈ. - Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50