પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૯૭૩ (ગરેજો કે દેશ રૈરફાર કરવા પર કરી છે એટલે આ દેશકાલ ઉપરાંત તેમસ રેકમાં આવા વિષય છે. પણ સી. નાસક્તિ પૂર્વક કર્મ કરવાનો માર્ગ મોક્ષપ્રદ દર્શાવ્યા છે. આ બે લેખ જુદે જુદે સમયે લખાયલા છે અને પ્રથમનો લેખ એક જાણવા યોગ્ય વ્યાખ્યાન જેવો છે ત્યારે બીજો લેખ અતિ ઉપયોગી અને મનન કરવા જેવો છે. આવા લેખેનાં ભાષાન્તર કરવામાં બહુ બહુ પ્રકારની અડચણો છે તે ઉપર દૃષ્ટિ રાખવામાં ન આવે તો ભાષાન્તર કરીને ગૂર્જર વર્ગને જ્ઞાનનો લાભ આપવાનો હેતુ વ્યર્થ થઈ જવાનો સંભવ છે, મૂલ લેખ અંગરેજીમાં થાય છે, પણ તે લેખનો વિષય સંરકૃત તત્વજ્ઞાનની ગુહામાંથી બહાર આણેલે હોય છે. સંસ્કૃત પરિભાષાઓને દર્શાવવાને અંગરેજી જેવી સંપૂર્ણ પ્રાય ભાષામાં પણ હજી પુરતા શબ્દો થયા નથી, એટલે કોઈ વાર એક શબ્દને ઠેકાણે એક કે બે વાક્ય લખવાં પડે છે, કોઈ વાર કઈ અવનવા શબ્દથીજ ચલાવી લેવું પડે છે, કોઈ વાર અંગરેજી તત્ત્વશાસ્ત્રની સમાનાર્થી પરિભાષાના પ્રવેગ કરી લેવાય છે, કોઈવાર અન્ય પ્રકારેજ તેની તે વાત કહેવી પડે છે. આમ થવાથી અંગરેજીફ્લેખ કેવલ અંગરેજો સમજી અને વખાણી શકે તેવા ઉત્તમ પ્રકારના થાય છે. રવામી પાસે તે સંસ્કૃત જાણે છે. એટલે અંગરેજી ભાષા અને અંગરેજોને અધિકાર એટલાથી જે ફેરફાર કરવા પડે તેજ કરે છે, પણ સસ્કૃતને પરિપૂર્ણ ન જાણનારા અંગરેજો કે દેશીઓ અંગરેજીમાં આવા વિષયનાં જે વ્યાખ્યાન કરે છે તેમાં તે ભાષા અને દેશકાલ ઉપરાંત તેમને પોતાને કેાઈ કાઈ પરિભાષાઓ વિષે જે અણસમજ હોય તે પણ તેમના લેખમાં ચાલી જાય છે. થીઓસોફીકલ સોસાઈટીનાં અંગરેજી લખાણામાં ઘણી વાર આ બીજો પ્રકાર પણ જોવામાં આવે છેઃ સ્થિતિ આવી છે ત્યારે સંસ્કૃત વિષયેની અંગરેજી ચર્ચાનું ગુજરાતી કરતી વખતે કૅટલી સંભાળ રાખવાની આવશ્યક્તા છે તે સ્પષ્ટજ છે. લ વિચાર આપણો છે, માત્ર તે પરભાષામાં પરદેશીની રુચિ અનુસાર મકાય છે, તેને પુનઃ આપણે આપણા પોતાના જ દર્શાવી ન શકીએ તો એ ભાષાન્તર કશા અર્થનું રહેતું નથી. એ ભાષાન્તસ્થી કાંઈ પણ લાભ સાધી શકાય તે માટે સર્વથી પ્રથમ ભાષાંતર કરનારને એટલે વિવેક તો હોવો જ જોઈએ કે અંગરેજી રચનામાં કહેલી કેટલી વાત કેવલ નવી છે, કેટલી ટીકારૂપ છે, અને કેટલી ભૂલ સંસ્કૃતમાંથી રૂપાંતર કરીને લીધેલી છે. એટલું જણાય તે પછી મલને મલરૂપે દર્શાવી બાકીના ભાગનું ગમે તેવી રીતે ભાષાન્તર કરી લેવાથી વાચકોને પરમ લાભ થવાનો સંભવ છે એ અર્થ ભાષાન્તરકારને સંરકૃત આવડવું જોઈએ એટલું જ નહિ પણ જે વિષયના લેખ હોય તે અને તેના અનુષગી વિયેનું સારી રીતિનું જ્ઞાન જોઈએ. પણ આજ કાલ ગ્રંથકાર થવાની લાલસામાં, લોકો, આવી કશી સામગ્રી વિનાજ, અંગરેજી વ્યાખ્યાનાનાં ભાષાંતર કરે છે અને નિશાળીઆ જેમ પોતાની “ રાયલ રીડર્સ' નો તરજુમા શબ્દ શબ્દ કરી જતા હોય તેવા લેખ જોડી આપીને વાચનારને સમય ગુમાવે છે એટલુ’ જ નહિ, પણું વિવેકાનંદ જેવાનાં ઉત્તમ લખાણાનું યોગ્ય ભાષાંતર થવાના પ્રસંગ પણ અટકાવી પાડે છે. અને વળી જ્યાં સુલ વ્યાખ્યાનકારનેજ સંસ્કૃત પરિભાષાઓનું યથાર્થ જ્ઞાન નથી ને તેથી તેનું અંગરેજી વ્યાખ્યાન કાંઈક અસ્પષ્ટત્તાવાળું છે ત્યાં તેવા લેખનું ગુજરાતી ભાષાન્તર શબ્દ શબ્દ કરી લેનારના કરતાં વધારે ઉપહાસાસ્પદ પ્રયત્ન ભાગ્યેજ બીજો કોઈ મળી શકશે. થીઓસોફીના જે જે લેખેનાં ગુજરાતી ભાષાંતર થયાં છે તેમાંનાં ધણાં ખરાં જોવાથી આ વાત સ્પષ્ટ જણાશે. આવાં ભાષાન્તરનું કામ ધારવામાં આવે છે તેટલું સહેલું નથી. Gananen Ertage rta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50