પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, કતાં અનેક પ્રકારના વિચારો, જનસમાજના બુદ્ધિવિકાસના ક્રમ લક્ષમાં રાખનારને, થયા વિના રહે તેમ નથી. લેખક એક તરુણ ગ્રેજ્યુએટ છે, ફિલસુફી અને કાવ્ય સાહિત્યના વિષયાનું’ અધ્યયન કરવાનો તેને શોખ છે, અને લેખક તરીકે પણ તેણે કાંઈક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. પાશ્ચાત્ય શિક્ષણના સંસ્કાર પામી, પ્રાચીન આર્યધર્મમાં રહેલી ભાવનાઓને, અસાધ્ય, યુકિત હીન, કે ભ્રમરૂપ માનવાની વૃત્તિમાંથી, કેવલ નવીન પક્ષની પદ્ધતિએ જવાથીજ ઉન્નતિના માર્ગ સિદ્ધ થશે એવો નિશ્ચય ઉપજે એ સ્વાભાવિક છે; અને જેમણે પ્રાચીનતાને શ્રદ્ધાપૂર્વક સૂ• મ રીતે અવલોકી નથી તેવા પાશ્ચાત્ય શિક્ષણ પામેલા ઘણા ખરા યુવાની એજ સ્થિતિ સર્વ કોઈના જાણવામાં છે. વિચારવાનને એ નિશ્ચય ફેરવવાનો સમય આવે છે, ને તેવા જે જે જનો એ નિશ્ચય ફેરવતા અમે એ જોયા છે તેમાં આ તળુ ગ્રેજયુએટનો નિશ્ચય આવી રીતે ફરવા લાગેલો જોઈ અમને ખરેખર સંતોષ થાય છે. પૂર્વના નિશ્ચયને ફેરવી અન્ય નિશ્ચય ઉપર આવવામાં નિબેલતા નથી. ઉન્નતિ અને વૃદ્ધિ એમજ થઇ શકે છે. વળી, ઘઘરાવાત્તિ એgazતકનઃ શિષ્ટ જનો જે આચરે છે તેનેજ ઈતર નામ સાધારણ પ્રાકૃત લોકો પણ માન્ય વ્યવહાર ગણી આચારમાં દાખલ કરે છે; અને આચારના મુખ્ય આધાર વિ. ચાર ઉપર હોવાથી, આપણા દેશના અગ્રણી ગણવાને યોગ્ય આપણા ગ્રેજયુએટો જયારે ઉન્નતિના સત્ય માર્ગને વિચારે ચઢે ત્યારે શુભનીજ ઇચ્છા કરતા સર્વ સુજનોને સંતોષ થાય એ સ્વાભાવિક છે. " જ્ઞાન અને જ્ઞાનની શક્યતા સર્વદા અસીમ છે, ગમે તે જ્ઞાની પણ “ હું જ્ઞાનનો પાર પામ્ય ’ એમ કહી શકતા નથી, “ આ કરતાં બીજા પ્રકારનું જ્ઞાન પણ સંભવતું જ નથી’ એમ આગ્રહ કરી શકતા નથી. જીવન્મુક્ત પુરુષોને જ્ઞાનરાશિ ઈશ્વરને સાક્ષાત્કાર થાય તે પણ અહંવૃત્તિને વિષે અભિવ્યક્ત જ ચૈતન્ય તેના વિષયરૂપે થયો કહેવાતા નથી. આમ હાવાથી જેનું અંતઃકરણ સર્વદા જ્ઞાન પામવા અને લેવા તત્પર રહે છે તેજ જ્ઞાન પામે છે, અને જ્ઞાન પમાડી શકે છે. કોઈ ક્ષણે પૂર્વનિશ્ચયને સ્થાને અન્ય નિશ્ચય સ્થાપવાના પ્રસંગ આવતાં, સત્યના આગળ સ્વાભિમાનને ભેગ આપવા એજ જ્ઞાન પામવા બરાબર છે. એમજ વૃદ્ધિ અને ઉન્નતિ સિદ્ધ થાય છે; શાસ્ત્ર અને કલાના પ્રતિદિવસ વિસ્તાર થાય છે; જનસમાજનું કલ્યાણ થાય છે અમારા પક્ષનું સમર્થન થયાના ઉલ્લાસમાં આ કહેવાતુ નથી; ' અઅમારા પક્ષ ” એવું” કાંઈ છે જ નહિ; માત્ર સત્ય ઉપર પ્રીતિ ધારણ કરી, સ્વાભિમાનથી મુક્ત થઈ, ક્ષણ વાર, પૂર્વનિશ્ચયને સ્થાને અન્ય નિશ્ચય સ્વીકારવાની ઉદારબુદ્ધિથીજ ઉન્નતિના માર્ગ લક્ષમાં આવે છે એના દષ્ટાન્તરૂપે, આ લેખના યોજનારને અમે ધન્યવાદ આપીએ છીએ. આટલું કહેવાનો પ્રસંગે તેમણે લખેલી પ્રસ્તાવનાને આરંભ જેવાથી, તેમજ ગયાં બે ત્રણ વર્ષનો તેમના વિચારક્રમ જાણવાના પરિચયમાંથી, પ્રાપ્ત થાય છે. તેઓ લખે છે:- | | “ આપણે બધા જાણ્યા વગર અને સમજવાનો યત્ન કર્યા વગર વિચારાની અવગ“ શુના કરવાને પાત્ર છીએ. આપણુ બધાને જ્ઞાનનો સ્નેહ ક્ષીણ થતાં અમુક વખતે (“ મનની આસપાસ દીવાલા બંધાઈ જાય છે, અને પછી તેમાં નવાં સત્ય દાખલ થઈ શકતાં નથી. અને તે પશુ ધણા પોતાના મનને ખુલ્લુ ધારે છે, તે એટલા માટે કે દિવાલા દર થાય તે પહેલાં દેખાતી નથી. આમ છે તેટલા માટે દરેક નવીન વિષયની સાથે પ્રસંગ “પાડતાં સાવધાન રહેવાની અને પરીક્ષા કરવાની ફરજ છે.” આ સિદ્ધાન્ત કહીને તે સિદ્ધાન્ત ઉપર આવવાના પિતાને કેમ દર્શાવતાં તેઓ લખેછેઃ Ganahitleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50