પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૭૮ સુદર્શન ગદ્યાવલિ આવું' કહીને આ લેખક જે સિદ્ધાન્ત ઉપર આવે છે તે સત્યગ્રહણુની પ્રમાણુ પદ્ધતિપર સર્વે કોઈ સત્યશોધકે લક્ષમાં રાખવા લાયક છેઃ જે રીતે શરીર અનનથી તેમ મન સત્યથી પોષાય છે. સત્ય મનને અનુકૂળ પડે અને “ તેને પોષણ આપે છે તે ઈશ્વરી છે. એથી વધારે પ્રમાણુ શોધનારને તે કદાપિ મળશે નહિ, « અને એથી ઓછું શોધનાર મનમાં માત્ર પવન અને કચરાને પુયા કરશે.” અર્થાત “અધિકાર ' એજ સત્યગ્રહણમાં સર્વત્ર નિયામક છે એ વાત ઉપર દુર્લક્ષ થવામાંથી વાદવિવાદ વિરોધ અને અસત્યના વિરતારો ઉપસ્થિત થાય છે. જે મન જેવા સયથી પુષ્ટ થવા તત્પર હોય તેવું સત્યજ તેને પુષ્ટિ આપી શકે, અને તેજ તેણે સત્ય માની, તે ઉપર સંપૂર્ણ શ્રદ્ધા કરી, આચાર અને કર્તવ્યમાં તેને ઉતારવું, તે ઉન્નતિ અને વૃદ્ધિનો માર્ગ સહજે હાથ થાય. આવો નિષ્કર્ષ કરી બતાવવાને, આ લેખકે સ્વીકારેલી પ્રમાણપદ્ધતિનું વિવેચન કરવાનું તાત્પર્ય એ છે કે આ પ્રકારે સત્યપ્રીતિથી, જ્યાં સુધી કોઈ પણ વિચારવાન પુરુષ, આવી માનસિક સ્થિતિ પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી તે સત્ય ગ્રહણુ મા... ટેની કે સત્ય શીખવા માટેની યોગ્યતા પ્રાપ્તજ કરતા નથી એ વાત સ્પષ્ટ થાય. આપણા અગ્રણી ગ્રેજ્યુએટો આવી માનસિક સ્થિતિમાં આવીને પ્રાચીન નવીન સર્વ વાતનો વિચાર કરતા થાય એ સમયની પ્રતીક્ષા કરનારને આ લેખકની આવી માનસિક સ્થિતિ એટલાજ માટે સંતોષ ઉપજાવે છે. તે કેવી માનસિક સ્થિતિથી ને કેવી પ્રમાણપદ્ધતિથી સ્વીડનબોર્ગના વિચારે સમજાઈ શકે તે જોયા પછી તે વિચારમાંના જે લગ્નનેહ નામક એક વિચાર આ લેખમાં ચર્ચે છે તે વિષયમાં એટલું જ ઉમેરવું બસ થશે કે સૂમવિશ્વમાં જેમ રક્ષના સ્પર્શ નથી, દેશકાલના પરિચ્છેદ નથી, તેમ સૂત્મરૂપ જે પ્રેમ તેમાં પણ સ્થલ વાસનાના પરિતોષ કે દેશકાલના પરિચ્છેદોના સ્પર્શ હાઇ શકતા નથી. જ્ઞાન અથવા બુદ્ધિને જે સ્નેહ અથવા હૃદયની અપેક્ષા છે અને સનેહ અથવા હૃદયને જે જ્ઞાન અથવા બુદ્ધિની અપેક્ષા છે તે પરસ્પરને મળી આવે એજ લગ્નને હેતુ અને સાર છે. જેને આપણે જ્ઞાન અને ભક્તિની એકતારૂપ અથવા બુદ્ધિ અને હૃદયની એકતારૂપ અદ્વૈત કહીએ તેનેજ રવીડનઓર્ગે લગ્ન કહે છે. લગ્નના આ અર્થ અતિ વિશુદ્ધ અને વિશાલ છે. એ લગ્ન વિનાનાં લગ્ન વ્યભિચાર છે. શ્રદ્ધાની વિ. પુલતાવાળું જ્ઞાન આચાર પત પહોંચી અપરાક્ષ કહેવાય છે, તેવી શ્રદ્ધાહીન જ્ઞાન આચારથી વિખુટુ રહી પરોક્ષ કહેવાય છે. એટલે જ્ઞાન અને શ્રદ્ધાના પેગ લગ્ન છે, વિયાગ વ્યભિચાર છે. જે સ્થલલગ્ન વિષયે આ લેખમાં ચચો થઈ છે ત્યાં પણ એમજ છે. ( જ્ઞાનનો પ્રેમ' એજ લગ્ન છે, અને તેજ દૈવી, દિવ્ય, સ્વર્ગ છે. નહિ કે સ્વર્ગ એવી અમુક દશા નથી, તે પણ છે, અને લગ્નને આવો અર્થ સ્વીડનબેગે પ્રત્યક્ષ સ્વર્ગમાંથીજ તેવાં તેવાં જોડાં જોઈને, આર્યો છે, પરંતુ સ્થલ વિશ્વની અધમતામાંથી છુટી ઉન્નત જીવન પ્રાપ્ત કરવાને બુદ્ધિ અને હૃદયને જે યોગ અતિ આવશ્યક છે, ફલાભિ સંધિરહિત કર્તવ્યમાં વિચરવાનો માર્ગ કરી આ પનાર ઇશ્વરરૂપે જે પ્રેમ અથવા સમષ્ટિભાવ પૂજ્ય છે, તે સમજાવવાના મુખ્ય આશય આ ભાવનામાં રપષ્ટ રીતે રહે છે. એટલાજ માટે આ લેખ મનનપૂર્વક વાંચવા યોગ્ય છે. આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં અને આર્યાવર્તનની પ્રાચીન વિશુદ્ધ ભાવનાઓમાં પ્રેમનું ઉચ્ચ સ્થાન નથી સમજાયેલું એમ નથી: લગ્નના આવા ભવ્ય અર્થ નથી થયા એમ નથી; Gain aihi Heritage tade Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50