પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, કરવામાં આવેલું છે જે ગ્રંથ અત્યારે અમારા આગળ છે તેના ઉપાદ્યાત હોય એવું એ લેખનું તાત્પર્ય છે, થીઓસોફી પોતે શું છે તેનું સામાન્ય નિર્વચન કરવા ઉપરાંત તેના પ્રત્યેક વિષયે શા વિચાર છે તે દર્શાવનાર વિશ્વાસ લાયક પુરતક તો ગુજરાતી ભાષામાં આ એકજ છે એમ કહેતાં અમને ઘણો સંતોષ થાય છે. આ ગ્રંથનાં આઠ પ્રકરણાનાં મથાળાં જોતાજ અમારા કહેવાની ખાતરી થશે. થીઓસોફી-સૃષ્ટિનાં સાત ભુવને માણસને બંને ધારણુ–પુનર્જન્મમરણ પછીની અવસ્થા–કામલેક-કર્મગુરુ મેળવવાનો માર્ગ ( સાધનસંપત્તિ ) એવી આઠ પ્રકરણમાં થીએસેફીના વિષયને સારી રીતે ચર્ચવામાં આવેલે છે, અને લખનાર કોઈ પારસી ગૃહરથ છતાં તેમણે ભાષા એકંદર ઠીક વાપરેલી છે. એટલું જ નહિ પણ તેમનું બીજ ધર્મો વિષેનું જ્ઞાન, કે જે થીઓસોફી વિષે લખનાર કે વાચનારને બહુ આવશ્યક છે, તે પણ ઘણે ભાગે સપ્રમાણ અને સારું છે. થીઓસોફી ' ને અનુસરનારાઓમાંના ઘણા ભાગની ‘થીઓસોફી” માત્ર ચમત્કાર અને મહાત્માઓના પત્રો ઉપરજ રહેલી હોય છે તેને આ ગ્રંથમાં સામાન્ય બુદ્ધિને ન રૂચે તે ઉપયોગ થયા નથી એ પણ સંતોષની વાત છે. મુંબઇમાં “ બ્લેસ્કીલાજ' નામે થીઆશાફીકલ સોસાઈટીની શાખા છે તે આવા ઘણા ગ્રંથો પ્રસિદ્ધ કરીને લોકોપકાર કરતી જ રહે છે, અને તેના સભાસદેના ઉદ્યોગ બીજા ધાર્મિક સુજનોને અનુકરણ કરવા જેવા છે, આ ગ્રંથ પ્રસિદ્ધ કરીને એ મંડલે પિતાની ઉપયોગિતાને સારે દાખલો આપે છે અને અમે આ ગ્રંથ, વિચારપૂર્વક વાચવાની, પ્રત્યેક જિજ્ઞાસુને ભલામણ કરીએ છીએ. મે-૧૮૮૮ | ૨૨૭ શ્રીમદભગવદગીતા:-પંડિત શ્રી ગ_લાલજીએ ગીતાનું સમશ્લોકી ભાષાંતર કરેલું છે તેને આધારે તેમના શિષ્ય રા. વિઠ્ઠલદાસે રચેલું આ ગદ્યમય ભાષાંતર ભૂલ સાથે પ્રસિદ્ધ કર્યું છે અને પોતાના ગુરુને સમર્પણ કરી તેમના સ્મરણાર્થે લેક સમીપ મૂકેલું છે, ગ્રંથની છપાઈ અને સફાઈ તથા કીમત જોતાં તે સર્વને ઉપયોગી થઈ પડે એવે છે, અને તેમાં આપેલા ભાષાંતરને પંડિત શ્રી ગટુલાલાજીના સંસ્કાર હોવાથી તે વિષે છે મત હાવાં. અશક્ય છે. ભગવૈદ્ગીતામાં જે યોગ સમજાવ્યા છે અને તે યોગના જે વિવિધ પ્રકાર કરી બતાવી સમગ્ર વિશ્વના વ્યાપારને એકત્ર કરી આપી વ્યષ્ટિસમષ્ટિને અભેદ અનુભવવાની પ્રક્રિયા રચી આપી છે, તે સર્વ સમજાવવાના અવકાશ ટીકાદિદારા આ લધા પુસ્તકમાં ન હોઈ શકે એ સ્વાભાવિક છે; પણ ગીતાને કેટલાક ભાવિક જનો શતશતીની પેઠે મંત્રશાસ્ત્રના ગ્રંથરૂપે ભજે છે, અને સમગ્ર ગીતાના કે તેના કેઈ કઈ લેકમંત્રના પાઠ, જય આદિ આદરે છે; તેમને ઉપયોગી થાય તેવી ઘણી વાતો આ લધુ પુસ્તકમાં નવે નવી સમાવવામાં આવી છે. ગીતાની જે સર્વ પ્રસિદ્ધ પ્રતિઓમાં સ્તુતિ મળી આવે છે તે આપીને, પછી, ગીતાના મંત્રત્વનું નિરૂપણ કર્યું છે અને ઋષિ, છંદ, દેવતા, બીજ, શક્તિ, કીલક, દર્શાવી અંગન્યાસાદિઃ! વર્ણન કરી બતાવ્યું છે અને ધ્યાન તથા વિનિયોગ બતાવી સમાપ્તિ કરી છે. ન્યાસનું પ્રયોજન વિચારવા લેખકે, ગુરમુખે જે શ્રવણ કરેલું તે આધારે ૨૨ક મૂલ તથા ભાષાંતર, લખનાર રા. રા. વિઠ્ઠલદાસ રાજારામ દુલાવ. તત્ત્વવિવેચક પ્રેસ-મુંબઈ. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50