પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯:૨ સુદર્શન ગદ્યાવલિ, લીંબડીના વિદ્યાવિલાસી વેદાન્તાનુભવાર્થી મહારાજા જસવંતસિંહજીને આ લેખ યથાયોગ્ય અર્પણ થયા છે. મુમુક્ષુ જનોને મનનપૂર્વક વાંચવા યોગ્ય સંગ્રહ છે. ૨૩૧ છોટમ કાવ્ય–છોટાલાલ નામે એક નાગર કવિ વડોદરામાં હમણાંજ થઈ ગયા છે, તેમની કવનશક્તિ એટલી બધી લોકરંજન કરનારી નીવડી છે કે આખા ગુજરાતમાં કોઈ પણ સ્થલે તેમની કવિતા ગવાતી નહિ હોય એમ નથી. તેમના કાર્યમાં કાવ્યત્વ ઘણું" છે, પરંતુ જનસમાજને નાટકનાં અસ્ત વ્યસ્ત ગાયનોનો જે સમયે મેહ લાગે તે સમયે કાંઈક સારા કાવ્યત્વ સાથે નવા નવા સશાસ્ત્ર રાગવાળી ગરબીઓ આદિ આપવામાંથી કવિ છોટમનો વિજય થઈ આવેલો છે. મલાતજ ગામમાં આ કવિની જ્ઞાતિના જ એક છોટમ કવિ થઈ ગયા છે, તેમનાં કાવ્યો તો કેવલ જ્ઞાન અને ભક્તિપરાયણ હાઈ રાગદારી આદિના. લક્ષ વિના કેવલ અર્થ ગાંભીર્ય ઉપરજ રચાયેલાં છે; ત્યારે આ કવિનાં કાવ્ય સર્વ વિષયે હાઈ તેની રચનાની ચમકથી હરકોઈના ચિત્તને આકર્ષણ કરનારાં છે. “ ગિરધારીરે વાત કહુ છું વિચારે, મને મેહન આંખન મારે” ઇત્યાદિ લોકપ્રિય ગરબીઓ આ કવિને હાથે ઉદ્ભવેલી છે. - ૨૩ર અહલ્યાબાઈ હોલકરનું ચરિત્ર-ખંડેરાવ હાકરનાં પત્ની અહલ્યાબાઈ પતિ અને પુત્ર તથા સસરાના મરણ પછી પેશવાના લાભ અને પોતાના રાજપુરાની ખટપટ સામે કેવી કુશલતાથી રાજ્ય સાચવી રહ્યાં, રાજ્યની કેવી નિપુણતાથી વ્યવસ્થા કરી, એ આદિ હકીકતનો બહુ ટુંકામાં વૃત્તાન્ત આપવામાં આવ્યા છે. મુક્તાબાઈ કરીને એમનાં એક દીકરી સતી થયાથી એમને અંતકાલ આવ્યા છે. વૃત્તાન્ત વાચવા યોગ્ય છે, પણ મુલ લખનારે આ વૃત્તાન્તને હાલના કરતાં વધારે વાંચવા લાયક અને આકર્ષક ર્યા હોત તો વધારે સારું થાત; તેમ થઈ શકે એવું સાહિત્ય અને એવું પાત્ર છતાં તેમ થઈ શકયું નથી એટલી જ દિલગીરી છે. ૨૩૭ ભક્તામર સ્તોત્ર-જૈન લોકોમાં આ જિનસ્તુતિ ઘણી પ્રિય અને નિગૂઢ મંત્ર શક્તિવાળી ગણાય છે. તેના કર્તાને બંદીખાનામાં નાખેલા હતા ત્યાંથી બારણા અને બેડીઓ એક એક કે એક એમ તેડતા તેડતા તેઓ બહાર આવ્યા હતા એવી આ તેત્રના મંત્રાની શક્તિ કહેવાય છે. કાવ્યત્વ પણ ઘણું સારું છે. ભાષાંતર સમજી કરવાને યત્ન કર્યો છે, પણ ભાષાંતરના• શ્લોકો સાથેજ જે ગદ્ય આપવામાં આવ્યું છે તે ન આપ્યું” હોત તો અર્થરકુરણ સમગ્ર રીતે થઈ શકત નહિ. જ ર૩૪ બાળા બાધ માલા- ઉપયોગી કાવ્ય, દેહા, ચાપાઈ, મનહર, સવૈયા, અને જુદા જુદા રાગનાં પદેથી રચેલાં છે. કવનશક્તિ કશાયલી અને સારી છે, વિચાર સન્નારીઓને લક્ષમાં રાખવા યોગ્ય છે. ૨૩પ ગજેન્દ્ર મોક્ષ પ્રસિદ્ધ ગજેન્દ્ર મોક્ષને સંસ્કૃત પાઠ ગૂજરાતી ભાષાંતર સાથે, ૨૩૧ પ્રસિદ્ધ કતાં રા. કહાનજી ધર્મસિંહ; મુંબઈ, મુલ્ય આઠ આના. ૨૩૨-રા. બા. રાવજી વિઠ્ઠલના મરેડી ઉપરથી ભાષાંતર કરનાર રા. રા. પરમાનંદદાસ ભેળાભાઈ મુનશી. સાવલી. ૨૩૩—ભાષાંતર કતો રા. રા. હરજીવન રાયચંદ શાહ, અમદાવાદ મુલ્ય. ૦-૪-૦ ૨૩૪-રચનાર કવિ ગારીશંકર ગોવિંદજી. વીરપુર. કીમત ૦-૪-૦ ૨૩૫-પ્રકાશક પુસ્તક પ્રસારક મંડલી મુંબઈ. Gandhi H eritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50