પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગઘાવલિ, ટીકાકાર તેમણે આ કાવ્યની પંક્તિએ પંક્તિ અને અક્ષરે અક્ષરની યોગ્યતા વિચારી છે, અને વ્યાકરણદોષ, પિંગલદોષ, તથા સર્વોપરિ અર્થની કિલકતાના દેને સર્વસ્થાને યથાયોગ્ય સ્વીકાર કર્યો છે. કિલષ્ટતા તો એટલી બધી છે કે રા, નૃસિંહરાવે ઘણા ખરા ઑકાનો ગદ્યમાં અનુવાદ કર્યો છે. તે જોવામાં ન આવે તો કાવ્યમાંથી અર્થનું સ્કરણ થવું અશક્ય જેવું જ છે. આ પ્રકારે કાવ્યમાં દોષ છતાં પણ રા. ભીમરાવનામાં કવિત્વના અંશા છે, તેમની કાવ્યરચનામાં માધુર્ય અને શલાલિત્ય છે, રસનિષ્પત્તિ કરવાનું તેમનામાં સામર્થ્ય છે, અને તેમની રસવૃત્તિ વિશુદ્ધ છે, એટલા ઉપરથી તેમનું કાવ્ય વાચકવર્ગ આગળ મૂકવામાં આવ્યું છે. જે જે ગુણ છે તે પણ રા. રમણભાઈ તથા રા. નૃસિંહરાવે દર્શાવ્યા છે અને અમે વતરણ તથા ટીકાનું સુક્ષ્મ અધ્યયન કરવાનો શ્રમ લીધા પછી સહેદયને જે કાવ્યાઃહાદ આવી શકે તે લેવાના માર્ગ કરી આપે છે. ગુણ દેશના સરવાળા કરીને સમગ્ર કાવ્ય વિષે સ્કેચ અચ દર્શાવવાનું કામ રસનિષ્પને વાચકોનું છે. સમગ્ર કાવ્યને કાવ્યરૂપે વાચતાં અર્થ રપુરતો નથી તો ચમકૃતિ તે સમજાયજ કહ્યાંથી ? માત્ર શબ્દલાલય અને કેાઈ કોઈ શ્લેકની સુંદરતા લક્ષમાં આવે છે, અને “ આ શાં અણગણ તારાવૃંદરે દીપે શ્યામ નિશામાં ” એવું રસપૂર્ણ કાવ્ય તો એકાદજ મળી આવે છે; ટીકામાં કરેલું પાંડિત્ય બહુ આયાસે મૂલની સાથે મેળવી મેળવીને અર્થ ઉપજાવીએ ત્યારે પણ કોઈ અપૂવે ચમત્કાર સિદ્ધ થતા નથી. આવી સ્થિતિમાં આ કાવ્યને જનસમાજ આગળ એક મહાકાવ્યરૂપે બહાર મુકવામાં, અવતરણ લખનાર અને ટીકાકારનાં સમર્થ નામના આશ્રય નહોય તો, કાંઈ પણ સાર નથી એમજ કહેવું પડે. રા. ભીમરાવ હવણાં વિદ્યમાન નથી, એટલે આ તેમની કૃતિને કાંઈક ઓપ આપીને રંજનક્ષમ કરી શકવાનો સંભવ નથી; રજન કરવાના અંશે એમાં ઝાઝા નથી એતો અવતરણમાં તેમ ટીકામાં થયેલા ગુણદોષવિવેચનના પ્રયત્ન ઉપરથી જીત્તને સહજે સમજાય તેવું છે. ત્યાં રંજનક્ષમતાની ખામી અવતરશુકાર કે ટીકાકારના નામથી પૂર્ણ થવી અશક્ય છે. જે ન્યાયે આપણે બીજા’ આવાં કાવ્યોને પ્રસિદ્ધિયોગ્ય ગણતા નથી, તેજ ન્યાય રા. ભીમરાવની આ કૃતિને લાગ જોયા હતા. તેમને ની અન્યકૃતિઓ, કેટલીક લાવણીઓ વગેરેમાં તેમનું કવિત્વ સ્પષ્ટ છે, ને તેનો સંગ્રહ કરીને પ્રસિદ્ધ કરવાથી વાચક વર્ગને આનંદ મળવા સાથે, સારી કવિતાના દટાંતને પણ લાભ થશે. અવતરણુકારે કાવ્યરચના સંબધે એક બે વિચારો એવા દર્શાવેલા છે કે જેના ઉપર ચર્ચા થવી આવશ્યક છે. પૃથુરાજરાસે રચવામાં ચંદનું જે દૃષ્ટિબિંદુ છે તે રા. ભીમરાવનું નથી. “ ચંદને પોતાના આશ્રયદાતાનું ગુણકિર્તન કરવાનું હતું. જે પરદેશાઓ દેશના શત્રુ “ હતા, તેની સાથે જે સ્વદેશીઓ પૃથુરાજના શત્રુ હતા તે પણ ચંદના શત્રુ હતા. એ સર્વ “ શત્રુ સાથેના વિગ્રહ સરખા ઉલ્લાસથી ચં દે વર્ણવે છે. હવે એ વૃત્તિ થવી અશક્ય છે.... “ ...દેશહિતચિંતકને તેથી પરિણામે ખેદની જ વૃત્તિ થાય છે. ” રા. રમણભાઈ આ પ્રમાણે લખીને કહે છે કે રા. ભીમરાવે સ્વદેશીઓ વચ્ચેના કલહુની વાત પડતી મૂકી, અતિ ઉચ્ચ રસવૃત્તિથી, માત્ર મુસલમાન સાથેના વિગ્રહની વાતનેજ લીધેલી છે. આ કહેવું” બહુ વારતવિક છે, રા. ભીમરાવની દેશપ્રીતિ અને રસવૃત્તિનું ભૂષણ છે, પણ એમ પ્રશ્ન થાય છે કે પૃથુરાજ ના ઈતિહાસમાં જે વાત ખરેખરી બનેલી છે, જેનાથી દેશને ખરે ખરી હાનિ થવાના માર્ગ થયા છે, તે વાતને મૂકી દેવામાં કવિત્વ હોવા કરતાં, તે વાતને કવિ પિતાની દૃષ્ટિથી, ચંદને ianahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450