પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૮૮ સુદર્શન ગાવલિ, રાખે છે તે ઉપર પણ તેમણે યોગ્ય વિવેચન કરેલું છે. છેવટે, ભાષાના વિચાર સાથે અને તે દ્વારા દેશનતિને આત્મોન્નતિ સાથે સંબંધ છે એમ દર્શાવી, ભાષામાં કોઈ પણ બાહ્ય તત્ત્વને રહેવા ન દેવું એ તેમના સિદ્ધાન્ત છે એ સિદ્ધાન્તને અનુસરવામાંજ તેમને સર્વ સંપત્તિનું નિદાન જણાય છે. તેમણે ધારેલા ફલને તેમના શબ્દોથી જ દશાઁવીએ:-- • રત્નાકર સંસ્કૃતસમા એકજ ખાનિમાંથી આવેલા સાર્થક સરલ શબ્દ શુદ્ધ વ૫રાઈ એકતા વર્ધમાના થશે. એમ થયે વિભક્તિનાં રૂપના અને ધાતુનાં રૂપના પ્રત્યામાંજ માત્ર ભેદ રહેશે. ભગિની ભાષાઓ પરપર સમજાય એવી થશે. અને તે દેવનાગરી કિંવા બાલબધ લિપિમાં મુદ્રાંતિ થશે તેથી ભરતખંડની એકજનતા—અ—દેશજનતા થવામાં સુગમ થશે. એવા અનેક અલભ્ય લાભ યથેચ્છ ભાષારચનાથી થવા સંભવ છે.” લેખન વિષે આ વિચાર કર્યો પછી વાચન અને વાચક વિષે પણ તેઓએ કેટલાક વિચાર કરેલો છે. લેખક ગમે તેવો ઉત્તમ હોય પણ વાચક તેના ઉપગ પોતાની બુદ્ધિના પ્રમાણમાં કરી શકે છે; કારણ કે જ્યાં સુધી વાચલેખક ઉભયની બુદ્ધિની સમતા થતી નથી ત્યાં સુધી લેખકના વિચારોનું યથાર્થ પ્રતિબિંબ વાચકની બુદ્ધિમાં પડતું નથી, આટલું કહ્યા પછી વાચનના પ્રકારમાં જડવિદ્યા ચતન્યવિદ્યા એવા બે વિભાગ પાડી જડવિદ્યાના વાચનમાં અધ્યાત્મજ્ઞાન વિનાનું જે જે વાચન છે તેનો સમાસ રાખી તન્યવિદ્યાના વાચનનેજ તેમણે પરમ શ્રેયસ્કર અને કલ્યાણપદ બતાવ્યું છે. એ અપરા અને પરાવિદ્યાના લેખકૅમાં પરાવિદ્યાના ઉપાસકોને અમરતા અને યશ સાથે કયાણ આપવા લેવાનો પ્રસંગ છે એમ કહી લેખની સમાપ્તિ કરી છે. ગૂર્જરસાહિત્યના ભવિષ્ય વિશે જેમને કાંઇ પણ વિચારવાની શક્તિ હોય તે સર્વને આ લેખ મનનપૂર્વક વાચવા જેવા છે. “ સમાચક ” ત્રિમાસિકમાં આ વિ. થય આવી ગયેલા છે; તેજ અત્ર જુદા પ્રકટ કરવામાં આવ્યો છે. ૨૩૯-મુમુક્ષને માર્ગ-થીઓફીકલ સૈસાઈટીમાં રહી ધર્મોપદેશમાંજ જીવન ગાળી આત્મસાધન સિદ્ધ કરતી પ્રખ્યાત વિદુષી મીસીસ એનીબેસંટે અંગ્રેજીમાં “ પાથ ઓફ ડી સાઈપલશિપ ” નામે એક ગ્રંથ પોતાનાં વ્યાખ્યાનોનો સંગ્રહ કરી પ્રસિદ્ધ કર્યો છે તેનું આ ભાષાંતર છે. એને “ મુમુક્ષને માગે ” એ નામ આપ્યું છે તે યથાર્થ છે અને એમાં આવેલે ઉપદેશ સર્વ કઈ જિજ્ઞાસુને વારંવાર વાચી અને મનન કરવા જેવા છે. ભાષાંતર પણ બહુ સારી રીતે કરવામાં આવેલું છે. આમાં એકંદરે ચાર જુદાં જુદાં વ્યાખ્યાને સમાવવામાં આવ્યાં છે; કર્મયોગ, અધિકારલક્ષણ, શિષ્ય ધર્મ, મનુષ્યનું ભવિષ્ય. કર્મયોગમાં ગીતાક્ત, કર્મમાગમાં રહે છતે સમતારૂપ વેગ શા પ્રકારે સિદ્ધ થાય તે સમજાવેલું છે. અધિકારિલક્ષણમાં અધિકાર પ્રાપ્ત કરવા તે સમજાવી દેવીસ પત્તિ શી રીતે મેળવવી તે કહેલું છે. શિષ્યજીવનમાં સાધનચતુષ્ટયને નિર્દેશ બ. હિરંગ સાધનરૂપે બતાવી અંતરંગ સાધનમાં પરિવ્રાજક, કુટીચક, હંસ અને પરમહંસ એ ચાર દશા અને તેનાં લક્ષણ સમજાવેલાં છે. ચતુર્થ વ્યાખ્યાનમાં મનુષ્ય હવે પછી મુક્તિ અનુભવતા સુધી કે કેવે ક્રમે વૃદ્ધિ પામી મુક્તિ પર્યત જશે તે સમજાવેલું છે. અગ૭-૧૮૮૯ રાટ-ભાષાન્તરકતો એક જિજ્ઞાસ, પ્રસિદ્ધ કતો રા. રા. મનમાઢનદાસ દયાલદાસ. મુંબઈ, નિર્ણયસાગર પ્રેસ. મુક્યું કે આના. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50