પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી સુદર્શન ગદ્યાવલિ, ૫૧ થશે, મારામાં અમુક પ્રકારનું સામર્થ્ય છે, અને હું અમુક કરવાને શક્તિવાન છું. આવા નિશ્ચય વિનાની જે પારકા ઉપરની શ્રદ્ધા છે તે કશા કામની નથી; તેનાથી વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. પોતાના પુરૂષપરાક્રમ ઉપર શ્રદ્ધા જેને નથી, પણ શાસ્ત્ર ગુરુ આચાર્યાદિ કે પ્રદાયોક્ત વિધિ આદિ ઉપરજ શ્રદ્ધા છે; અથોત જેને શાસ્ત્રચર્ચા અને ગુર,સેવા, સંપ્રદાયાનુંપાલન, આદિ ગમે છે પણ જે સ્વતઃ શાસ્ત્રોક્ત માર્ગ આચરવાના સાહસ અને સામર્થ્યવાળા નથી; તેને વસ્તુની પ્રાપ્તિ થવાની નથી, ચિત્તશુદ્ધિ આદિ અન્ય લાભ થશે પણ વસ્તુ પ્રાપ્ત થશે નહિ. તેવાં જનો તે “ કૃપા” અને પ્રસાદ '-થી વસ્તુ (મોક્ષ) લેવાના યત્નમાં શ્રદ્ધાને એક સાધન માને છે, અને ગુરુની કૃપા થઈ જશે, ગુરુ માથે હાથ મકરો કે કાનમાં મંત્ર કકો, કે એકાદ મંત્રની અથવા યુગની યુક્તિ સમજાવી દેશે એટલે મેક્ષ સિદ્ધ થઈ જશે એવી ભ્રમણામાં મિયાચારી ગુરાની પાછળ પોતાના પુરુષપરાક્રમને વ્યર્થ વ્યય કરે છે, અને પોતે જાતે નિરતેજ, નિવીય થઈ, પુરુષાર્થથી દૂર ને દૂર જ રહે છે. ઘણુાક પંથ સંપ્રદાયાદિના અનુયાયીઓની શ્રદ્ધામાં ન્યૂનતા હોતી નથી એમ આપણે જોઈએ છીએ, પરંતુ તે શ્રદ્ધાળુ જનાનાં હૃદય સંકેચ, ભય, શંકા આદિથી એવાં ભરપૂર હોય છે કે તેમને વસ્તુ પ્રાપ્ત થઈ નથી એ પણ આપણને તુરત સમજાય છે. - આમ છે માટેજ શ્રીશંકર ભગવાને શ્રદ્ધાનું જે ઉક્ત લક્ષણ કર્યું તેમાં શાસ્ત્ર અને ગુરુ ઉપર સત્ય બુદ્ધિ રાખવી એટલું જ કહીને પતવ્યું નહિ, પણ તેવી બુદ્ધિને શ્રદ્ધા એ નામ આપી “ એનાથી વસ્તુની ઉપલબ્ધિ થાય છે” એટલું" ઉમેર્યું અને એમ જણાવ્યું કે કેવલ શાસ્ત્રગુરુ ઉપરની શ્રદ્ધા તેજ સર્વસ્વ નથી, પણ શાસ્ત્ર અને ગુરુના કહેવા પ્રમાણે વર્તઃ કરી લેવાનું પોતાનામાં સામર્થ્ય છે એવી પિતા ઉપર પણ શ્રદ્ધા જોઇએ, કેમકે પિતા ઉપર શ્રદ્ધા નહિ અને કેવલ શાહ્મગુરુ ઉપર શ્રદ્ધા કરવી એથી તો “ કૃપા’ અને ‘ પ્રસાદ ” ની જે અધ પરંપરા ચાલે છે તે વિના બીજું થવાનું નહિ, વસ્તુપ્રાપ્તિ થવાની નહિ. વસ્તુપ્રાપ્તિ કરાવનારી શ્રદ્ધામાં પ્રથમ શ્રદ્ધા પોતાના સામર્થ્ય અને સાહસ ઉપર હોવી જોઈએ. કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ સાધન, જેના ઉપર સત્યબુદ્ધિરૂપ શ્રદ્ધા થઈ તે તુરતજ કરી શકવાનું, આચારમાં આણવાનું સામર્થ સાધકનામાં હોવું જ જોઈએ. વિવેક, વિરાગ, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, આદિનાં સ્વરૂપ અને લક્ષણ જાણ્યાં, તેમને સત્ય માન્યાં, તેમને સિદ્ધ કરવાથી અમેદ સાક્ષાકાર થાય એવી શ્રદ્ધા પણ થઈ, કિબહુના તેવી શ્રદ્ધાથી હામ ઠામ તેની તે વાત કરવી, પ્રસંગે પ્રસંગે તેનું તે વાંચવું વિચારવું, એ પણ થયું:-છતાં અનામ પદાથો ઉપદ્રવ કરે ! ત્યારે વિરાગથી તેમના તિરસ્કાર ન થયે, શમ દમાદિથી તેમાં મન અને ઇંદ્રિયોને પરેવાતાં અટકાવાયાં નહિ, ઉપરથી ઉદાસીનતા રખાઈ નહિ, કે તિતિક્ષાથી એ ઉપદ્રવના વર્ગનું સહન કરાયું નહિ, એમ શાથી થયું ? સાધકને પોતાના ઉપર શ્રદ્ધા નથી; પતે વિયવાતના પ્રહારને સહન કરશે તે મરી જનાર નથી, સહન કરવામાંથી કશું દુ:ખ થનાર નથી, એ વાત ઉપર તેને શ્રદ્ધા નથી; તેમજ એ પશુ એને શ્રદ્ધા નથી કે મારામાં અમુક સમયે છે. ઘણી વાર સારા સારા જનાને એમ કહેતા આપણે સાંભળીએ છીએ કે “ અમુક કુટેવ ખેતી છે, તેનો ત્યાગ કરી છે, એવો નિશ્ચય કરી મૂક્યો છે, પણ પ્રસંગ આવે છે કે મન વિલ થઈ જાય છે અને નિશ્ચયને અમલ થતો નથી:-કેણિ જાણે કેમ, એવુજ થઈ જાય છે ! આમાં પણ સાધકને પિતાના બલ ઉપર શ્રદ્ધા નથી, એક વાર પૂર્ણ શ્રદ્ધાથી બલના પ્રત્યેગ Sananifleritage Porta - 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50