પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 Fundamental Works: સુદર્શન ગધાવલી પર - અભ્યાસ, કરે તો પુનઃ આવા દુર્બલ વિચાર તેના મનમાં કદાપિ અવશે નહિ; તેના તે પ્રસંગે પુનઃ પ્રાપ્ત થતાં પણ એવા દુર્બલ વિચાર આવશે નહિ. “ હ જે નિશ્ચય કરીશ તે સિદ્ધ કરીશ’ એવી પોતાના બલ ઉપર શ્રદ્ધા આવવી એજ અભ્યાસનું મુખ્ય અંગ છે. જગતમાં સ્વાશ્રય, રવકતવ્ય, પરાક્રમ સાહસ, વય, એનાં જે વ્યાવહારિક મહાદષ્ટાન્તો આજ પણ આપણી ભક્તિને. સતેજ કરી આપણને કોઈ મહત કર્મ માં નિજવા જેટલો વેગ ઉપજાવે છે તે આવી અતુલ આત્મશ્રદ્ધાના પોતાના કાર્ય બલ ઉપર અતુલ શ્રદ્ધાનાં પરિણામ છે. પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક પરમાણુ, આ વિશ્વમાં વિચરતી મહા શકિતનો એક પિંડ છે એ શકિત અક્ષણ્ય અને અખૂટ છે અને વિનાશ થતો નથી, માત્ર વિનિમય થાય છે. એક પથરો બીજા પથરાને અથડાય એમાં જેમ પરસ્પરની શક્તિનો વિનિમય છે, તેમ એક વિચાર અન્ય વિચાર સાથે ઘસાય તેમાં પણ પરસ્પરની શક્તિનેજ વિનિમય છે, એકમાં શક્તિ સ્થૂલભૂમિકા ઉપર કામ કરે છે, બીજામાં માનસિક અથવા સુમભૂમિકા ઉપર કામ કરે છે. પણ આખા વિશ્વમાં શક્તિના વિનિમય વિના બીજુ કાંઈ નથી. જે જે વ્યક્તિએ પાતામાં રહેલી આ મહાશક્તિનો યોગ્ય માર્ગો વિનિમય કર્યો, તે માગ માંજ તે શક્તિને નિજવાનું સામર્થી શ્રદ્ધાપૂર્વક પ્રાર્યું, તે તે વ્યક્તિને વસ્તુની પ્રાપ્તિ થઈ. વ્યાવહારિક ભૂમિકા ઉપર યશ કીતિ વિજયની પ્રાપ્તિ થઈ, પારમાર્થિક ભૂમિકા ઉપર અભેદસાક્ષાત્કારની નિરવધિ તૃપ્તિની પ્રાપ્તિ થઈ. વરતુતઃ તામ્ય એજ સિદ્ધ છે કે પાતામાં રહેલી શકિતના યથાર્થ પ્રયોગ કરવાની શ્રદ્ધા પ્રત્યેક સાધકનામાં અવશ્ય હોવી જોઈએ. તે વિના તેને કોઈ પણુ યત્ન સિદ્ધ થનાર નથી, આટલી વાત સાધકના સમજવામાં દૃઢ રીતે આવી જાય, તો પછી સ્વશકિતનો “યથાર્થ’ નિયાગ કરવો તે ઉપર તેને લક્ષ કરવાનું છે, અને પોતાના પ્રય(નની ‘ યથાર્થતા’ શાથી સમજાય એ વિષે વિચાર કરવાનો છે. એ શ્રદ્ધાનો બીજો વિભાગ છે, જેમાં શ્રદ્ધાના લક્ષણમાં જણાવેલા શાસ્ત્ર અને ગુરુને અવકાશ મળે છે. - રવશક્તિને યથાર્થ નિગ કરતા પૂર્વે સ્વશક્તિના સામર્થ ઉપર શ્રદ્ધા હોવી આવશ્યક છે; એ શ્રદ્ધા પછી સ્વશક્તિના નિયેગને જે માર્ગ હોય તેની યથાર્થતા ઉપર શ્રદ્ધા થવી આવશ્યક છે. મુખ્ય વાતજ એ છે કે શ્રદ્ધા ઉત્પન્ન કરવી. પણ તે શી રીતે ? બુદ્ધિ અને બુદ્ધિના તર્ક શંકા અને પ્રશ્નથીજ આરંભ કરી આપે છે, અને યદ્યપિ બુદ્ધિને પરિપાક થતાં નિશ્ચય થઈ શકે છે, તથાપિ અંતમાંથી વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમના તે નિશ્ચય ઉપર ભાવ લાગી જવા અને તે અનુસાર વર્તન થવું એ માં બુદ્ધિ કામ આવતી નથી. જે શાસ્ત્ર અને આચાર્યો એક સમયે વચનમાત્રથી પણ શ્રદ્ધા ઉપજાવી શકે છે તે અન્ય સમયે બુદ્ધિના અનંત તકે અને વિવાદથી પણ શ્રદ્ધા પ્રેરી શકતાં નથી એવું આપણે વારંવાર જોઈએ છીએ. શ્રદ્ધા વિના મનુષ્ય કદાપિ પણ કતવ્યપરાયણ થતું નથી, અમેદસિદ્ધાન્તને સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકતું નથી. કોઈ પણ વાતને અપક્ષ અનુભવ થવે, એટલે કે પોતાના આચાર વિચાર સર્વ માં તેની તે વાતને મુખ્ય રંગ લાગેલે રડે, એમ થવાને અર્થે બુદ્ધિના વિલાસ કે વિકાસની અપેક્ષા હોય તે કરતાં શ્રદ્ધાના પરિપાકની બહુ આવશ્યકતા છે. શ્રદ્ધા વિના કાર્ય જ સંભવતું નથી; બુદ્ધિથી વિચાર થાય છે, પણ કાર્ય તો શ્રદ્ધાથી જ નીપજે છે. ' એટલા માટે અથાત્ અમેદ સાક્ષાત્કાર થવા માટે, તાનામાં જે કાંઈ કરવાનું કરે તે કરવાનું સામર્ચે છે એવી શ્રદ્ધા ઉપરાંત, શું કરવાનું છે તે જણાવનાર શાસ્ત્ર અને તે શાસ્ત્રના Ganan Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગુઘાવલી W50