પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૪' અભ્યાસ કેિળવણીથી, પ્રસગાથી, સુખ દુ:ખના અનુભવથી અમુક પ્રકારની એવી માનસિક્ર સ્થિતિમાં આવ્યા હોઈએ છીએ કે કોઈ અમુક મહાત્માને ઉપદેશ તુરતજ આપણા હદયને રુચિકર થઈ જાય છે અને આપણને તેના ઉપર શ્રધ્ધા થઈ જતાં. આપણા પોતાના સામર્થની શ્રદ્ધાને બળે, તે વચન અને તે ઉપદેશાનુસાર આચાર વિચાર જવાની વૃત્તિ થઈ આવે છે. ઘણી વાર એમ થાય છે કે જે શાસ્ત્રો અને વચનો શ્રવણ માત્રથી જ શ્રધ્ધા ઉપજાવી શકતાં હતાં, તે અન્ય કાલે અનેક પ્રયત્ન છતાં પણ શ્રધ્ધા ઉપજાવી શકતાં નથી. સમયના પ્રવાહમાં તેમને જાણે રથાન જ ન હોય તેમ તે બહાર ને બહારજ પડયાં રહે છે; જ્યારે સમયને અનુલ એવી કોઈ નવી કુંચી એ શાસ્ત્રો અને વચનામાંથી જડે છે ત્યારે પુનઃ તે શ્રદ્ધાને પાત્ર થાય છે. આમાં પણ શાસ્ત્ર તેનાં તે છતાં તેના ઉપર શ્રદ્ધા કરનારના માનસિક અધિકારાનુસાર શ્રદ્ધા થવા ન થવાનું થાય છે એ સ્પષ્ટ જણાય છે. અર્થાત આપણે જ્યાં કેટલાંકને બુદ્ધિ વિના શ્ર ધા કરતાં જોઈએ છીએ ત્યાં પણ, તે તેમના અધિકારથી એ શ્રદ્ધા માટે તત્પર હોઈનેજ શ્રધ્ધા પામ્યાં છે એ વાત નિર્વિવાદ છે. - જ્યાં શ્રદ્ધા થાય ત્યાં કરવી, અને પછી બુદ્ધિનો પ્રયોગ કરતે કરતે, શ્રદ્ધાના વિષયને વિરતારતા જેવા એ અધિકારાનુસાર ક્રમ છે. જે અધિકાર તેવી શ્રદ્ધા થાય તે કરવી, શ્રદ્ધાથી જે અચાર વિચાર ઉદ્ભવે તે ઉપર બુદ્ધિથી વિવેચન કરી જોતાં, અભેદષ્ટિએ કરીને શ્રદ્ધાના વિષયને વિસ્તારને વિસ્તારને અભેદભાવના પર્યંત લાવવા. શ્રદ્ધાનો આ પ્રકારે અભ્યાસ કરનાર સાધક ગમે ત્યાંથી આરંભ કરે, પોતાના અધિકારાનુસાર ગમે તે ઉપર શ્રદ્ધા કરે, તો પણ તેની શ્રદ્ધાના પૂર્ણ વિપાક અને વિરામ અભેદભાવનામાંજ થાય એમાં સંય નથી; ગમે તે માર્ગે, ગમે તે સ્થાને, શ્રદ્ધાલું થવું એજ આવશ્યક છે. અશ્રદ્ધાવાન કાંઈ પણ કરી શકતા નથી તેનાં બે કારણ છે, એક તે તેને શું કરવું છે તે ઉપર એટલે શાસ્ત્ર અને ગુરુ ઉપર શ્રદ્ધા નથી, બીજું તેને પોતાના સામર્થ્ય ઉપર શ્રદ્ધા નથી. અજ્ઞાની તો શું કરવું તેજ જાણતા નથી અને વિનાશ પામે છે, પણ જાણ્યા છતાં શ્રદ્ધા ન કરનાર તો દીવો લેઈને કૂવામાં પડી વિનાશ પામે છે. અજ્ઞાનની વૃત્તિ બુદ્ધિથી કરીને થયા છતાં શ્રદ્ધા ન હોય તો વિનાશ નીપજે છે. આજ કાલ “ કાંઈ ન માનવું –બુદ્ધિ કહે તે કરવું-એવા પ્રલાપ આપણા યુવકોમાં પાશ્ચાત્ય શિક્ષણથી જે વ્યકિભાવના પ્રાધાન્ય પામી છે તેને લીધે વધી ગયેલા જણાય છે. પણ એમાં કશું તત્વ નથી. અશ્રદ્ધા અને અભિમાન એ વિનાશ અને વિપત્તિનાંજ નિદાન છે; આખા વિશ્વના ઈતિહાસમાં જોતાં અશ્રદ્ધા અને નાસ્તિકતાએ બહુ વિનાશ કરેલા જડી આવશે. પણ એક કણ સરખાએ ન ઉપજા હાય એમ જણાશે નહિ. શ્રદ્ધા એજ કત. વ્યમાત્રનું રહસ્ય છે, અને સાધકને શ્રદ્ધા સમાન ઉપાગી બીજી કોઈ વાત નથી. શાસ્ત્ર ગુરુ આદિથી પોતાના અધિકારોનુસાર સત્યનું ગ્રહણ થતાં તે સત્યને પોતાના વિચાર આચારમાં પ્રતીત કરવાની પિતા ઉપરની શ્રદ્ધા એજ ખરી શ્રદ્ધા છે, અને તેનાથીજ શંકર ભગવાન કહે છે તેમ ‘ વસ્તુ ” ની પ્રાપ્તિ થઈ આવે છે. અશ્રદ્ધા એજ મનુષ્ય મનુષ્ય તેમ આખી પ્રજાના વિનાશનું નિદાન છે. અaz. સુaraહ્ય સંરાચારમા વિનતિ અજ્ઞાન, અને અશ્રદ્ધાવાન અને સંશયામા એમને વિનાશ થાય છે એમ શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું છે. મનુષ્યને બુદ્ધિજ પ્રાપ્ત ન થઈ હોય, જ્ઞાન એટલે an ahistleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50