પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ સુદર્શન ગદ્યાવલિ, ૫૫ જેથી સંકોચ અને કૃપણુતાનો નાશ થવાના માર્ગ સમજાઈ, અભેદસાક્ષાત્કાર શામાં છે તે જાણવામાં આવે એ બુદ્ધિવિરતાર, જેને થયેલ નથી, તે તો વિનાશ પામે, સંસારની વિકટ આંટીઓમાં રાગદ્વેષજન્ય કૃપણુ પ્રલાપોથીજ આયુષ્પને વ્યર્થ કરી નાંખે, એમાં આશ્ચર્ય નથી. પરંતુ ભગવાન કહે છે કે અજ્ઞાનનો વિનાશ થાય તેમ અશ્રદ્ધાવાનને પણ વિનાશજ થાય. બુદ્ધિથી કરીને સાધ્યને જાણ્યું હોય, કર્તવ્યને સમજાયું હોય, છતાં તે ઉપર હૃદયને એટલે પ્રેમ ન લાગ્યો હોય કે પેતાના આચાર વિચાર સર્વમાં પ્રતિક્ષણે તેનો તેજ નિશ્ચય દર્શન દીધાં કરે છે તેવા જાણનારનો પણ વિનાશજ થાય. શાસ્ત્રમાં ચંદનભારવાહી ગર્દભનું વારંવાર દષ્ટાંત આપવામાં આવે છે. ચંદનભારને વહતાં ગર્દભ કેવલ ભારનેજ ઓળખે છે, ચંદનના સુગંધને અનુભવતા નથી, તેમ બુદ્ધિથી જ્ઞાની થયેલા પુરુષ જ્ઞાન અને શાસ્ત્રનાં વચનના ભ.માત્રજ વડે છે, તેમના ઉપર શ્રદ્ધા થઈ તે શ્રદ્ધાને બલે પિતાના આચાર વિચારમાં સ્વનિશ્ચયને ઉતારી શકે એવા જ્ઞાનનો રસ તેનાથી લેવાતા નથી. જ્ઞાનનો આ રસ ન લેવાય તે ભારવાહી ગર્દભનામાં અને એવા જ્ઞાનીમાં બહુ ફરક નથી; અને એ ફરક ન હોવાનું કારણ અશ્રદ્ધા છે. શ્રદ્ધા વિના નિશ્ચયને આચારમાં આણી શકાતો નથી, માટેજ અજ્ઞાનીને વિનાશ થાય છે, તેમ અશ્રદ્ધાવાનને પણ વિનાશ કહ્યું છે. પરંતુ જ્ઞાન અને શ્રદ્ધા ઉભયે હોય છતાં વિનાશનું દ્વાર કેવલ બંધ છે એમ નથી. સંશય છે તે સર્વ વિનાશનું બીજ છે. સંશય કશું સિદ્ધ કરી શકતા નથી, કાઈને વૃદ્ધિ કે ઉન્નતિએ પહોંચવા દેતા નથી. જ્ઞાન હોય, શ્રદ્ધા હોય, તથાપિ પણ સંશય સર્વને વ્યર્થ કરી દે છે; અને સંશય છે તે જ્ઞાન અને શ્રદ્ધા ઉભયની ન્યૂનતાનું જ પરિણામ છે. એટલે વારંવાર સાધકોને એ અનુભવ જે થાય છે કે બુદ્ધિથી. નિશ્ચય થયા છતાં, હદયથી શ્રદ્ધા પામ્યા છતાં, પુનઃ હૃદય ઉપર બુદ્ધિ પ્રબલ થઈ જાય છે અને શ્રદ્ધાપૂર્વક ચાલતાં કર્તવ્યમાં વિક્ષેપ ઉપજાવે છે, ત્યાં સંશય એજ વિક્ષેપનું કારણ છે. એ સંશય બુદ્ધિએ કરેલા નિશ્ચયની ખામીથી તેમ તે નિશ્ચય ઉપર થયેલી શ્રદ્ધાની ગાઢતાની ખામીથી ઉદ્ભવે છે. સંશય બુદ્ધિનું કાર્ય છે, અને શ્રદ્ધાની જરાક ન્યૂનતા થતાંજ, બુદ્ધિ સંશયને ઉપસ્થિત કરી પોતાની તર્ક જાલમાં સાધકને ગુચવી, વિનાશને માર્ગે તાણી જાય છે. શ્રદ્ધાનો અતુલ પરિપાક થયો હોય તો સંશયનો સંભવ નથી, બુદ્ધિ ફરીથી માથું ઉપાડી શકે એવો સંભવ નથી. જ્ઞાન, શ્રદ્ધા અને સંશયાભાવ એજ સાધકને સિદ્ધ કરવાનાં છે. અને એ સિદ્ધ કરવામાં જ્ઞાન ઉપયોગી હોય તે કરતાં શ્રદ્ધાજ સર્વ પ્રકારે પરપગી છે એ આટલા વિવેચનથી સ્પષ્ટ થવું જોઈએ. " સંશય એજ આખી પ્રવૃત્તિ અને આખા સંસારનું નિદાન છે. અવિદ્યાનું જે બીજ અનિર્વચનીય રીતે અનંત વિકૃતિઓ અને વિક્ષેપરૂપે વિસ્તરી રહ્યું છે તેનું સ્વરૂપ સંશય છે. પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, લાભ, હાનિ, ધર્મ, અધમ, સર્વના વિસ્તાર સંશયથી થાય છે; સંશયજ અભેદમાં ભેદ ઉપજાવી, દૈતને અંગે વળગેલા તમામ પ્રપંચની જાલ રચી આપે છે. નિઃસંશય થવું એજ સાધકને ઇષ્ટ છે, પરમ સાક્ષાત્કાર પામ્યાનું શુભ ચિન્હ છે. નિઃસંશય થવું એટલે બુદ્ધિમાં કરશે પ્રશ્ન ન ઉઠે તેવી દશા પ્રાપ્ત કરવી એમ સમજણ છે તે ફીક છે, પરંતુ બુદ્ધિએ પ્રાપ્ત કરેલા નિશ્ચય ઉપર શ્રદ્ધા થયા પછી જે સંશય થાય છે તેને ઉદ્દેશીને આપણું કહેવું થાય છે; એટલે શ્રદ્ધાની નિર્બલતાથી મુક્ત થઈ જવું એજ ખરા નિઃસંશય થયાનું ચિન્હ છે એમ સમજવું. બુદ્ધિથી જ્ઞાન થવાને આર ભજ સંશયથી anchi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50