પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ ત્તિઓને પોતાના વિષયેનેજ સર્વસ્વ માની તે વિઘામાં વિહરવા દેઈએ એ ચિત્તનું લાલન છે. અતિશય અને અમર્યાદ તથા અંકુશ વિનાના લાલનથી જેમ બાલક બગડી જાય છે તેમ ચિત્ત પણ વૃત્તિઓના અતિશય લાલનથી બગડી જઈ સર્વદા બહિર્મુખજ રહે છે. ત્યારે ચિત્તના લાલનને સ્થાને સમાધાન પ્રાપ્ત કરવાને શું કરવું ? જે ધનિકના વ્યવહાર ચિત્તના લાલનરૂપે કહી બતાવ્યા તેના જેવો વ્યવહાર ન કરે ? ધન ધામ સંપત્તિ પુત્રદારા ઈત્યાદિના ત્યાગ કરીને વૃત્તિને કશામાં જવાજ ન દેવી ? આનું ઉત્તર એ છે કે વ્યવહાર ન કરો કે ત્યાગ કરવા એથી સમાધાન આવતું નથી. એને એજ ધનિક જે પ્રાકૃત ન હોય, જ્ઞાનદૃષ્ટિ પામેલા હોય, તે પુત્રલગ્નના અનેક પ્રસંગોમાં તદાકારવૃત્તિ થયા છતાં તે તે વૃત્તિના વિષયને લરૂપ સ્વીકારે નહિ, વૃત્તિમાત્રને અવભાસિક સાક્ષી છે તેનેજ ગમે તે આકારની વૃત્તિના પણ કુલરૂપે અનુભવે, એટલે તેને સમાધાનજ રહે. લગ્ન:સંગે કરાતાં તેનાં કાર્ય અમુક કરવાનું' છે તે કરાય છે' એવી બુદ્ધિથીજ થતાં લાગે, તેના કર્મ માં રાગદ્વેષ અને અભિમાનના ભાસ થાય નહિ, લગ્ન પતી ગયા પછી તેને અભિમાન, તુલનાઓ અને પિતાની ભવ્યતાની વાતોમાં સંતોષ આવે નહિ. કાર્યમાત્ર થવા સુધીજ સંબંધ રાખી શકે, પછી તે જાણે હતું જ નહિ તેમ વીસરે પડે. વૃત્તિમાત્રને અંતે સાક્ષીને જ તેને અનુભવ આવે એ અર્થે પ્રત્યેક વૃત્તિના વ્યાપારમાં વિચાર કરી કરીને સાક્ષીને ખોળી કાઢી અનુભવવા બેસવું એમ ન સમજવું, વૃત્તિમાત્રની પ્રવૃત્તિ નેત્રના સ્પંદનની પેઠે કે શ્વાસની ગતિની પેઠે અજ્ઞાત થયાંજ જાય છતાં જેમ તે પંદન અને શ્વસન પ્રાણના જીવન કરતાં અન્યત્ર ઉપકારક નથી તેમ વૃત્તિમાત્રની પ્રવૃત્તિ પણ સાક્ષીને દર્શાવવા કરતાં અન્ય ઉપયોગની નથી, એ સ્વાભાવિક, સાહજિક, અનુભવ આવી રહે તે સમાધાનની દશા છે. આટલા વિરતારથી જે વાત કહી તેની તેજ વાત શાસ્ત્રીય પરિભાષાથી અનેક પ્રકારે કહેવાયેલી છે, અને સાધકને અનુભવ કરાવવા શાસ્ત્રમાં અનેક અનેક પ્રક્રિયાઓ જેલી છે. તેમનું પણ કાંઈક નિર્વચન કરીએ. સમાધાન શું છે અને સમાધાન શું નથી તે વિષે લક્ષમાં રાખવા યોગ્ય વિચાર આપણે કરી આવ્યા. સમાધાન એટલે સમ એવા બ્રહ્મને વિષે સર્વદા ચિત્તનું સ્થાપન કરવું તે. બ્રહ્મ સર્વદા સમ છે, સમ એટલે સમાન, એકરસ, એકરૂપ, નિર્વિકાર ઇત્યાદિ કહી શકાય તે વાસ્તવિક છે, પરંતુ શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું છે કે હું સર્વભૂતને સમ છું, મને કોઈ ધ્ય નથી કે પ્રિય નથી, તેવી જે રાગદેષાદિ દૂદ્ધમાત્રની વચમાંની સમતા તેને અત્ર સમ-શબ્દ ક. રીને કહેવાને હેતુ છે. શીતાત૫, રાગદેષ, આદિ માં સમ સાચવવાનું નામ સમાધાન છે; એજ ન્યાય અને વિશ્વવ્યવસ્થાના સ્વાભાવિક નિયમનું સ્વરૂપ છે. વૃત્તિને બ્રહ્માકાર કરી, બ્રહ્મની સવ મયતા વૃતિમાં ઉતારવી એટલે સમત્વજ પ્રાપ્ત થાય. વિશ્વની વ્યવસ્થાજ સમના ધારણ ઉપર છે, એક સામાન્ય મનુષ્યશરીર જોઈએ તો તેમાં પણ જ્વરાદિ રોગની પીડા થાય છે તે શરીરના સમ પુનઃ સ્થાપી આપવા માટે થાય છે; ઉતપાત, ઉલ્કાપાત, ભૂકંપ, અનાવૃષ્ટિ. અતિવૃષ્ટિ, આદિ સર્વ સામાન્ય આપત્તિઓ પણ વિશ્વલીલાના સમમાં વિષમતા થવાથી નીપજી આવે છે, અને સમની સ્થાપના થતાં શાન્ત પડે છે; સંપત્તિ વિપત્તિ આદિ અનુભવમાત્રમાં સમતા ઉપજાવવી એજ સાર છે. અનુભવ આવવો એમ જે કહેવાય છે, અમુકને હજી અને નભવ નથી એમ ખામી દર્શાવવામાં આવે છે, પાંડિત્ય પ્રાપ્ત થયા છતાં અનુભવનો ઉદય થયો નથી એવું જે બોલાય છે, તે સર્વ માં તાત્પર્ય એમ છે કે તે તે વિષયના સમનું રહસ્ય છે તે Ganahi ileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12850