પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદશન ગઘાવલિ, - ૬૪ વ્યક્તિના જાણવામાં આવ્યું નથી, ને તેથી અનેક પ્રકારે વિષમતા ઉપજાવી પોતે દુઃખ માને છે અને અન્યને મનાવે છે. અનુભવ એટલે મનકર્મવાણીથી કોઈ પણ વાતને પ્રત્યક્ષ સાક્ષાત્કાર થઈ આવો તે; અનુભવ કદાપિ દ્ધ અથવા દૈત વિના થતા નથી; અને અનુભવનું રહરય તને જ્યાં અભાવ છે એવી ઠંમાત્રની મધ્યની જે સ્થિતિ છે ત્યાં રહેલું છે. અત એક બ્રહ્મમાં સૃષ્ટિ અને જગતના આરોપ થાય છે ત્યાં પણ ઉપનિષદોમાં “ હું એક છું તે બહુ થાઉં' એમ ઇંધ્રપત્તિ કહેલી છે. એમ કહેવામાં હેતુ એટલો જ છે કે અદ્વૈતને અદ્વૈતના અનુભવ થવાને માટે દૈત આવશ્યક છે, ને વાસ્તવિક દૈત તે છે નહિ, એટલે દૈતનો આરોપ કરવામાં આવ્યા છે. બહુ થાઉં' એવી સ્વેચ્છાએજ અત દૈત થયું છે એમ એ આરેપ કહેવાનું તાત્પર્ય છે. મનુષ્યમાત્ર, વ્યક્તિમાત્ર અદ્વૈત છે, પણ પિતાને વિષે દૈતના આરોપ સ્પે. છાથી કરીને ક્ષણે ક્ષણે બહુ ' થાય છે, ને અનંત જગતનું પતે સૃષ્ટા અને સંહત ક્ષણે ક્ષણે બને છે, પરંતુ એ બધા દૈતાપને હેતુ અનુભવ પ્રાપ્ત કરવાનું છે, દૈત અદ્વૈતને અનુભવે એવો એ આરોપનો હેતુ છે. જ્યારે દૈત એટલે દ્વમાત્રની મધ્યના સમવનો ઉદય વૃત્તિમાં થઈ આવે છે, માત્રમાં સમતનું દર્શન ઝટ થાય તેવી સરલતા અને સહજતા પ્રાપ્ત થાય છે, ત્યારે આરોપતી આવશ્યકતા રહેતી નથી, આરોપિત જે દૈતભાવના તેને અપવાદ નામ અસ્ત થઈ જાય છે, ને અનુભવને અવધિ આવી રહે છે. અદ્વૈત અદ્વૈતને અનુભવી નિરવધિ સમતાના આનંદમાં વિહરે છે. અનુભવ અથવા સમની પ્રાપ્તિ તે સમાધાન; સમ એવા બ્રહ્મને વિષે સ્થિતિ તે સમાન ધાન. એ સમાધાનની પ્રાપ્તિના અનેક માર્ગ છે. કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, એવા જે ત્રણ યોગ ગીતામાં કહ્યા છે તે સર્વ માં સાર એ છે કે સમ પ્રાપ્ત કરી તેના ઉપર સ્થિતિ કરવાને યત્ન કરો. કર્મમાત્ર ફલાભિસંધિરહિત થઇને કરવાથી તે તે કમજન્ય જે રાગદ્વેષ તે ઉદ્ભવતા નથી અને અંત:સ્થ આજનો વ્યય થતો નથી. ભક્તિયોગથી જેનું ભજન હોય તદાકાર વૃત્તિ માત્ર રહેતાં અને સર્વ તદર્પણ થતાં પણ રાગદ્વેષાભાવ થઈ ઉભય અંતની મધ્યનું જે સમત્વ તે પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગ એટલે શ્રવણ મનન નિદિધ્યાસનાદિ પ્રકારેથી, તેમજ સંસ્કૃત પ્રાપ્ત આદિ ગ્રંથોમાં વર્ણવેલી અનિર્વચનીય ખ્યાતિ આદિ પ્રક્રિયાઓથો, ગુરુ આદિ દ્વારા અનેક દૃષ્ટાંત આખ્યાનાદિથી, બુદ્ધિને ઠંમાત્રના સમ ઉપર સ્થાપવાનાજ હેતુ છે; વેદાન્તની અનેકાનેક પ્રક્રિયાઓ પણ તેજ અર્થે બાંધવામાં આવી છે. અધિકારી અનેક પ્રકારના થાય છે, અને જેને જે અધિકાર હોય તેને તેની પ્રક્રિયા ચે છે તથા તેના આચારમાં પ્રવેશ પામી શકે છે; સર્વ પ્રકારે સર્વ કોઈએ જાણવા કે કરી જેવા એવું આવરયક નથી, જે તે પ્રકારે અનુભવ આવે, સમની પ્રાપ્તિ થાય, એજ સાધ્ય છે, એટલાજ માટે સાધકને ઈષ્ટ છે કે તેણે અનેક ગ્રંથા વાચવા, અનેક ગુરુ પાસે શ્રવણ કરવું, અનેક પ્રશ્નોત્તરે અને વાદવિવાદ કરવા, વેદાન્તશાસ્ત્રમાં નિપુણતા મેળવવી, એ આદિ પ્રવૃત્તિમાં શ્રેય માનવું નહિ; પોતાનો અધિકાર પોતાની મેળે કે ગુરુદ્વારા જાણી લેઇ, વારંવાર તે ઉપર દૃષ્ટિ રાખી, જે તે કોઈ એક પ્રક્રિયા લેવી અને તેના અનુભવ કરવા યક્ત કરતાં સમત્વની પ્રાપ્તિ થાય એમ આચાર વિચારનું વલન સાધવું, એજ સમાધાનનો માર્ગ છે. - પ્રત્તિ, પછી તે મનની વાણીની કે શરીસ્તી, પણ પ્રવૃતિમાત્ર અમુક પ્રકારના વેગ વિના સંભવતી નથી, અને વેગમાત્રમાં કાંઇન: કાંઈ વ્યય થયા વિના રહેતા નથી. સર્વ શ્રેય itage Porta Gandhi H 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50