પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શનમાંથાવલિ. છે; કાર્ય કરવામાં, વિચાર કરવામાં, સર્વ વ્યાપારમાં ' હુ ' એવા ભાન વિના ચાલતું નથી. અંતઃકરણમાં પ્રથમે સૈાભ થઈ વિચારના સામાન્ય પ્રવાહ ઉપડે છે, તે પછી અંતઃકરણ વૃત્તિરૂપે થઈ તે વિચારના પ્રવાહને જે વિષય હોય તેનો આકાર ધારણ કરે છે, તે પછી એ વિચાર, આકાર, આદિના જાણનાર, લેનાર, ધારણ કરનાર “ હું છું ' એવી વૃત્તિ બંધાય છે. ને પછી તે વૃત્તિપૂર્વક તે તે કાર્ય કરવાની ઈચ્છા થઈ ને કાર્ય થઈ આવે છે. આ ચારે ક્રમને મન, ચિત્ત અહંકાર અને બુદ્ધિ એવાં નામ આપી, એ ચાર અંતઃકરણના વિભાગ છે એમ કહેવામાં આવે છે. એ ચારેમાં જે “ અહંકાર ” છે તેજ એ ચારેનું જીવન છે. જે અહં એ પ્રત્યયનો ઉદય ન થાય તો, અંતઃકરણનો વ્યાપાર થઈ બાહ્ય કરણ જે ઇકિય શરીરાદિક તેની ગતિ થવી અશકય થઈ જાય, અને વિચાર કે કર્મ એવું કંઈ થઈ શકે નહિ; ટિંબડુના અપક્ષ અનુભવાંત જ્ઞાનજ સંભવે નહિ. ત્યારે આપણે આપણા દેહમાંજ જોઈએ તો દેહસાય વ્યાપારમાત્રને આરંભ અને આધાર અહંકાર ઉપર છે. જે જે સુખ દુ:ખ, રાગ, દ્વેષ, ભય, શંકા, મેદ, પ્રમાદ, ઇત્યાદિક આપણને અનુભવાય છે, સ્વ–પર એવા વિભાગ કરી વિક્ષેપનાં અનંત કારણોની પરંપરા જેથી વિસ્તરે છે, તે અહંકાર વિના બીજુ કાંઈ નથી. કિંબહુના અવ્યાકૃત એકરસ સતમાંથી સૃષ્ટિના આરંભ પણ વદુલ્યાં પ્રજ્ઞાચ હું બહુ થાઉં, એ અર્થે પ્રજા ઉપજાવું એવા અહંકાર–પૂર્વકજ, સમય પરબ્રહ્મમાંથી કહેલા છે. અને પિંડ બ્રહ્માંડના ઐક્યનો અનુભવ લેનાર જાણે છે કે અંહકારના વિલયરૂપ નિદ્રામાંથી આપણે આપણી આખી જાગ્રતસૃષ્ટિ અહંકારના પુનર્જીવનમાંથીજ રચી લઈએ છીએ. એ પ્રકાર નિત્ય થાય છે. એટલે પ્રાકૃતાના લક્ષમાં તે આવી ન શક્ય હોય તો આશ્ચર્ય નથી, પણ એજ તથ્ય છે એમાં શંકાને અવકાશ નથી. - સર્ગોન્મુખ સતથી બીજાવસ્થારૂપ અહંકારનું પ્રતિબિંબ અજ્ઞાનને વિષે પડે છે તેને કારણસર્ગ અથવા વ્યષ્ટિસમષ્ટિનું કારણુશરીર કહે છે; એ અજ્ઞાન અને અહંકારના, કારણ અવસ્થા તજી, વધારે વિપુલ થતા પ્રકારને વ્યષ્ટિ સમષ્ટિનું સૂક્ષ્મ શરીર કહે છે; અને ગાઢ અજ્ઞાનમાં વિપુલ અહંકારના વિલાસને વ્યષ્ટિ સમષ્ટિનું સ્થૂલ શરીર કહે છે, સાંખ્યશાસ્ત્રોક્ત પ્રક્રિયા પ્રમાણે પણ પ્રધાન-મહત—અહંકાર-તન્માત્રાદિ સંગ વ્યવસ્થામાં અહંકારથીજ આરંભ થઈ સ્થળાંત સૃષ્ટિ નીપજે છે. આ પ્રકારે સૃષ્ટિના આરંભ અહંકારથી છે. જે જે વસ્તુ વિચારાદિ ઉપર અંતઃકરણની પ્રવૃત્તિ થઈ અહંકારદ્વારા અભિમાન બંધાય છે, તે તે વસ્તુ વિચારાદિ મમત્વના વિષય થઈ તે તે વ્યષ્ટિ સમષ્ટિના એક અંગરૂપ થઈ રહે છે. વ્યષ્ટિને જે જગત પ્રત્યક્ષ થાય તે પોતે પોતાના અહંકારે કરેલું જગત છે, અભિમાનના ભાવ અભાવથી તેના વિસ્તાર અને હાસ થતા અનુભવાય છે. અ૫ અભિમાનવાળાની સૃષ્ટિ અલ ! અને સંતોપપ્રદ રહે છે. બહુ અભિમાનવાળાની સૃષ્ટિ વિસ્તૃત અને બહુ કુલ કારતાદિથી ભરેલી રહે છે. આમ કારણુ, સૂમ, સ્થૂલ સર્વત્ર અહંકારનેજ વિસ્તાર છે, અને તે તે અવસ્થા એ અંહકારના ન્યુનાધિક વિકાસ અને વિસ્તારમાં નામ છે. આટલા ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે "કે અહંકારથી આરંભી દેહપત જે બંધ એમ શ્રી શંકરભગવાન બુધવરૂપ કયે છે તેમાં શું તાત્પર્ય છે. પ્રથમ સગથી આરંભી અહંકારજ સર્વના કત્તા અને નિર્વાહક છે, અને કારણ ચમ સ્થલ પયૅત જે દેહાદિકલ્પના તે અત્કારકૃતિ છે. એને બંધ કેમ કહે છે તે હવણાં સમજારો. rea Gandh 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.