પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. ૬૭ વ્યષ્ટિ સમષ્ટિ માત્ર, અજ્ઞાનને લીધે અહંકારથી કપાઈને સિદ્ધવત ભાસે છે, આ જે અજ્ઞાનક્ત અહંકારધારા વિસ્તાર ને અનેક સૃષ્ટિ અને અનેક રાગદેષમય જગતનું, વ્યષ્ટિ તેમ સમષ્ટિમાં, નિદાન છે, અને એમ જે સ્વરૂપજ્ઞાન તેના પ્રતિબંધ કરનાર હોઇ, બંધરૂપે મનાય છે. સાક્ષાત અહંકારજ બંધરૂપ નથી, અભિમાન એ વાસ્તવિક બંધ છે, પણ અહંકાર તેનું નિદાન હાઈ બંધ કહેવાય છે. આ વિષયે હવણાંજ અધિક કહેવાશે. આમ એ અજ્ઞાન તે દ્વારા અહંકાર અને તે દ્વારા સુષ્ટિ, એ બધે, બંધ, કપિત છે; ને તે કલ્પિતની નિવૃત્તિ અજ્ઞાનનિવૃત્તિથી થઈ રહે છે. આવી રીતે અજ્ઞાનનિવૃત્તિ થવી તે પ્રત્યેક વ્યક્તિને કોઈને કોઈ કાલે પણ સ્વાભાવિક ક્રમે થયા વિના રહેવાની નથી, પરંતુ જે જે વ્યક્તિ પુરુષપ્રયત્ન કરીને અજ્ઞાનનિવૃત્તિ સવેળા સિદ્ધ કરે તેને બંધ અને બંધકારણ અજ્ઞાન ગમે ત્યારે નિવૃત્ત થઈ જતાં તેને જીવન્મુક્તિ અનુભવાય. આવી વ્યવસ્થા હોવાથી “અહંકારાદિ દેહાંત જે અજ્ઞાનકલ્પિત બં ધ ” એ ભગવચનને સ્પષ્ટાથે અભ્યાસકના લક્ષમાં આવી શકે છે, અને અહંકારકૃત વિસ્તારને બંધ શા માટે કહ્યા છે તે પણ આપણને સ્પષ્ટ થાય છે. હવે આપણે મુખ્ય પ્રશ્નનું નિરાકરણ કરી શકીશુ. વિવેકાદિ સમાધાનાન્ત ત્રણ સાધન પ્રાપ્ત કર્યા છતાં મુમુક્ષત્વ એ ચતુર્થ સાધનની શી આવશ્યક્તા છે, વિરાગ અને સમાદિસં. પત્તિથીજ વિવેકના પરિપાક થઈ અભેદાનુભવ આવી જશે, ત્યાં મુમુક્ષત્વ અર્થાત મુક્તિની ઇચ્છા એ ચતુર્થ સાધન શા અર્થે નિર્દેશાયુ છે ? જ્યાં બંધ છે ત્યાં મુક્તિ છે. એ તે સુપ્રસિદ્ધ છે, અત્ર ( બંધ ' અજ્ઞાનકૃત છે, અને એ અજ્ઞાનના વિસ્તાર અહંકારથી આરંભ થઈ દે પર્યત વિસ્તરેલું છે. એ અજ્ઞાનથી છૂટાય તેનું જ નામ બંધથી મુક્તિ થઈ કહેવાય. એ અર્થે અજ્ઞાનકાર્ય શું છે, અહંકારાદિ અજ્ઞાનકાર્યને વિસ્તાર કે પ્રકારે છે, એ વિસ્તાર જે ક્રમે થયો છે તેજ ક્રમ ઉલટાવીને અહંકારવિલાસને પૂર્વ પૂર્વમાં વિલય કેવે પ્રકારે સિદ્ધ થાય. અને તેવી સિદ્ધિ થતાં અહંકાર અને તેનું નિદાન અજ્ઞાન અત્યંતનિવૃત્ત થઈ સ્વસ્વરૂપાનુભવને ઉદાસ શા પ્રકારે અનુભવાય, એ બધું જાણવું અને જાણીને બુદ્ધિમાં તેમ આચારમાં હરાવવું, એ આવશ્યક છે, એ કાર્ય કોઈ સથુરુ પાસે શ્રવણ, મનન, નિદિધ્યાસન કરતાં સિધ્ધ થઈ શકે છે. પરંતુ તે શ્રવણાદિનો આરંભ થાય તે પહેલાં જેમ સાધનત્રય સિદ્ધ થાય તેમ ચતુર્થ સાધન મુમુક્ષત્વ સિદ્ધ થવું જોઈએ. વિવેક, વિરાગ, શમાદિસંપત્તિ, એ સવ સિદ્ધ કરવામાં પણ જે વિશ્ન ઉપસ્થિત થાય છે તે અહંકારદારાજ થાય છે, તેમ એ સાધને સિદ્ધ કરવાં તે પણ અહંકારથીજ થાય છે. અશુભ તેને મ શુભ એવી પ્રવૃત્તિમાત્રનું નિદાન અહંકાર છે, અહંકાર વિના અશુભ કે શુભ એકે કર્મ સિદ્ધ થતું નથી. શ્રી વસિડેં ભગવાન શ્રી રામને ઉપદેટ્યુ છે કે અશુભ વાસનાની નિવૃત્તિ શુભ વાસનાથી કરવી, અને પછી તે શુભ વાસનાને પણ ત્યાગ કરવો, શુભ વાસનાને પણ ત્યાગ કર એ કહેવાનું તાત્પર્ય એમ છે કે હું અમુક શુભસંપન્ન થયો છું, પુન્યવાન છું, હું શમાદિસાધનસંપન્ન છું એ જે અહંકાર તે નિવૃત્ત થઈ જ જોઇએ એમાંજ મુમુક્ષત્વનું બીજ છે. અહંકારને જેમાં એટલે વિલાસ છે કે અભિમાનની અભિવૃદ્ધિ સ્થિર થઈ જાય તે / કર્મ અશુભ છે; યદ્યપિ તે કર્મ શુભ વર્ગનું હાય, પુણ્યરૂપ હોય, ધર્મ હોય, તથાપિ તેમાંથી અભિમાનની પુષ્ટિ થવી એ પાપનેજ માર્ગ છે ને એ કમ અશુભ છે. આપણે વામ અને Ganahl Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Yeelt olulal 17/50