પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ, પભેગથી તૃષ્ણાને તિરસ્કાર મુમુક્ષતામાં અભિમાનાભાવ સિદ્ધ થાય ત્યાં પરિપાક પામે છે. એ હેતુથીજ શ્રી શંકર ભગવાન મુમુક્ષતાના સ્વરૂપની સાથેજ ઉચ્ચાર કરે છે કે: वैराग्यं च मुमुक्षुत्वं तीनं यस्यतु विद्यते । तस्मिन्नेवार्थवन्तः स्युः फलवन्तः शमादयः॥ જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષતા ઉભયે તીવ્ર હોય તેનામાંજ સમાદિક સાર્થક અને સંકલ થાય છે. આમ વૈરાગ્ય અને મુમુક્ષતા સાથે વિવેક અને સમાદિના અન્વયસંબંધ કહી વ્યતિરેક પણ કહ્યો છેઃ एतयोर्मन्दता यत्र विरक्तत्वमुमुक्षयोः । मरौ सलिलवत्तत्र शमादेर्भानमात्रता ॥ જ્યાં વિરાગ અને મુમુક્ષતાની મંદતા છે ત્યાં, મરભૂમિને વિષે સલિલના ભાસમાત્ર જેવા સમાદિના ભાસમાત્રજ છે. અર્થાત વિરાગ અને વિરાગપરિપાકરૂપ અભિમાનાભાવમય મુમુક્ષતા ન હોય તે વિવેક અને તેના પરિપાકરૂપ શમાદિની સિદ્ધિજ થવાની નહિ, અભિમાનનો પ્રતિબંધ વચમાં આવીને શમાદિને ઠરવાજ દે નહિ. આટલાથી પણ સહજે સ્પષ્ટ થાય છે કે અજ્ઞાનકૃત અહંકારાદિ દેહાંત બંધમાંથી છૂટવાની ઈચ્છાન :સાર અભિમાનાભાવ સિદ્ધ કરવામાં રહેલો છે અને મુમુક્ષનું પ્રથમ અને આવશ્યક લક્ષણ નિરભિમાનીતા છે, - હવે એ નિરભિમાન શી રીતે આવે તે ભગવાન શ્રી શંકરાચાર્ય બતાવે છે. સ્વસ્વરૂપના બાધે કરીને એ નિરભિમાનિતા સિદ્ધ થાય છે. રવ નામ પિતાનું જ સ્વરૂપ તેના જ્ઞાને કરીને બંધથી મુક્ત' થવાની ઈચ્છા કરવી તે મુમુક્ષતા છે. “ સ્વરૂપના જ્ઞાન કરીને ” એટલું કહેવાથી પણ ચાલત, તથાપિ “ સ્વસ્વરૂપના ' જ્ઞાન કરીને, એમ કહેવામાં થોડુંક સ્વારસ્ય રહેલુ” છે. જે જે નામરૂપાત્મક વ્યક્તિ છે તેનું સ્વરૂપ’ અધિકાનસત્તાવિના અન્ય નથી, તેનું સ્વરૂપ બ્રહ્મ છે; પરંતુ તે તે વ્યક્તિનું નામરૂપાત્મક ભિન્ન જીવવુ તે પણ તેનું એક અવિદ્યાકત સ્વરૂપ છે; એટલે વ્યક્તિમાત્ર પોતાના અવિદ્યાકૃત સ્વરૂપનું પણ સ્વરૂપ સમજે તે તેને જ્ઞાન થઈ શકે છે. અર્થાત જે વર્તમાન સ્વરૂપ કહેવાય છે તે શું છે ? તે સ્વરૂપનું પણ વાસ્તવિક સ્વરૂપ શું છે ? એવા વિચારની પરંપરાએ જતાં સ્વ–માત્ર અભિમાનકલ્પિત છે , અજ્ઞાન તેનું નિદાન છે, અને એ અભિમાનરૂપ બંધથી છૂટવામાં જે વાસ્તવિક સ્વરૂપ તેનો અનુભવ પ્રત્યક્ષ થાય છે, એમ સમજાય છે. એવી જે સમજણ અને એ સમજણને અનેક યુક્તિ પ્રયુક્તિથી ગુરુ આદિ દ્વારા વિચારમાં દૃઢ ઉતારીને અનુભવમાં લાવવાની તીવ્ર ઈચ્છા તે મુમુક્ષતા છે. બંધથી અત્યંત મુક્તિ અનુભવાવી તે તે મુમુક્ષતા પછીનાં શ્રવણાદિ સાધનથી સિદ્ધ થવાનું છે, પણ તે સિદ્ધિના દ્વારમાં પ્રવેશ કરવાને યોગ્ય થવામાંજ અભિમાનાભાવરૂપ મુમુક્ષતાની અપેક્ષા છે. પ્રાકૃતજનોમાં ગુરૂપસદનનો અર્થ ગુરની અસીમ સેવા, ગુરને સવ સમર્પણ, ઇત્યાદિક પ્રકારે થઈ ગયા છે તેમાં મૂલ રહસ્ય મુમુક્ષતા સિદ્ધ થવાનું રહેલું છે. | અભિમાનાભાવ વિના સદાકય અને તેના વક્તા ઉપરશ્રદ્ધા આવતી નથી; અભિમાનના લેશ પણ હોય છે ત્યાં સુધી શ્રદ્ધા પોતાનાજ જ્ઞાન અને અનુભવ ઉપર વળ્યાં જાય છે; હિતકર શાસ્ત્રગસ આદિની કસોટી પેતાની પરિચ્છિન્ન પ્રજ્ઞાથી કરવાની ભુલ થાય છે; અને Gandhiileritage Porta નથી ગુરુ આદિ સમજાય છે. એવા ઇચ્છા તે મ 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850