પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, ૭૧ મુમુક્ષતાના સાધનથી સિદ્ધ કરવાની વસ્તુ વિનષ્ટ થઈ, આસુરભાવમાત્રજ પુષ્ટ થાય છે. શાસ્ત્રાદિ હિતવચનથી કૃતકૃત્ય થવાની ઈચ્છાવાળાને એટલાજ માટે મુમુક્ષતા અતિ આવશ્યક છે. અભિમાનાભાવ શી રીતે આચાર વિચારમાં લાવી શકાય તે સમજવાને આટલી ચર્ચા પછી અભ્યાસીને બહુ સમજાવવાની અપેક્ષા રહેતી નથી. ગીતાદિશાસ્ત્રમાં જે કર્મવેગ સમજાવ્યા છે તે અભિમાનાભાવ સિદ્ધ કરવાને ઘંટાપથ છે; તેવાં શાસ્ત્રના અભ્યાસ રાખી તેના ૨૩યને હૃદયમાં સ્થાપી તે ઉપર આચારની યોજના રાખતાં શીખવું જોઈએ એટલું જ નથી પણ વ્યવહારમાત્રમાં જેમ સાધક પોતાની જાતને કેવલ ભુશી નાખવા સમર્થ થાય તેમ તેને સિદ્ધિ સવર અને સમીપ આવે છે એ ઉપર નિરંતર લક્ષ રાખવાની અપેક્ષા છે. કાર્ય કરવામાં તે કાર્યના ભારવાહી અભિમાની થવું નહિ, કાર્યનાં આગળ પાછળનાં અનુસંધાનમાં ગુંચવાઈ રહેવું નહિ, જે ક્ષણે જે પ્રાપ્ત થયું તેને તેટલીજ ક્ષણમાં સર્વસ્વ માની તેને નિકાલ કરી ઉચું મૂક્યા પછી તેમાં પોતાની જાતને અને પોતાના રાગદ્વેષાદિભાવને આગળ કરી કોઈ પ્રકારને પણ વિનેદ માનવાની ટેવ સમૂલ છોડી દેવી. કિંબહુના, પોતાના અભ્યાસના વિકાસક્રમમાં પોતાના જ્ઞાનાદિકની કે સાધનસંપત્તિની પરીક્ષા શાસ્ત્રાદિથી સમજી વૃદ્ધિ પામવી, પણુ સહાયાયીઓ સાથે તુલના કરી અભિમાનને પુષ્ટ કરવાનો માર્ગ કદાપિ લે નહિ. આમ થવાથી અંતઃસ્થએજ સુરક્ષિત રહિ પુષ્ટ થતાં જ્ઞાનની સિદ્ધિમાં બહુજ સરલતા થઈ જશે. જેમ બને તેમ જીવનને ભક્તિના રસથી ભરવાના પ્રયત્ન સખા, ભક્તિ એજ એક એવું સાધન છે જેમાં સાધક પિતાને વીસરી પરરૂપ થાય છે, નિરભિમાન થાય છે, મુમુક્ષ થઈ જ્ઞાનના અધિકારી થાય છે. “ સ્વાત્મતત્ત્વાનુંસંધાન ” તે ભક્તિ એમ આચાર્ય વદે છે; વિવેકે પ્રાપ્ત કરેલું જે આત્મતત્ત્વ તેનું સર્વ કાર્યમાં, સર્વ સ્થાનમાં, સર્વદા અનુસંધાન રહેવું તેનાજ ઉપર સવદા દૃષ્ટિ રહેવી; નામરૂપમાત્ર તેનાંજ નામરૂપ છે એમ જાણી સર્વત્ર સમતા અને પ્રેમ રાખતાં શીખવું, સર્વત્ર પોતાનાં મન કમ વાણીથી એ સમતા અને પ્રેમના ફલરૂપ ઉપકાર ઉપયોગ અને પરાર્પણ કરવાનું શીલ બાંધી લેવું, તે વાસ્તવિક ભક્તિ છે. એવી ભક્તિજ મુમુક્ષતા સિદ્ધ કરવામાં અતિ બલવતી છે. “ તું તને પોતાને ભૂલી જા એટલે તારા સ્વરૂપને જાણશે” એવી એક પાશ્ચાત્ય ઉક્ત છે તેનું પણ એજ તાત્પર્ય છે. મુમુક્ષતા યદ્યપિ કાંઈક મંદ હોય તો પણ ભક્તિથી અને ગુરુ પાસે શ્રદ્ધાપૂર્વક શ્રવણુ કરતે કરતે પરિપકવ થેઈ શકે છે: मंदमध्यमरूपापि वैराग्येण शमादिना ।। प्रसादेन गुरोः सेयं प्रकृद्धा सूयते फलम् ।। મંદ હોય, મધ્યમ હોય, તોપણ વૈરાગ્ય અને શમાદિથી પુષ્ટ થઈ ગુરુપ્રસાદ વડે પરિપાકદશાને પામી, મુમુક્ષતા જ્ઞાનરૂપ ફલને આપે છે. - આ પ્રકારે, અતિસ્વ૫ રીતે, આપણે સાધનચતુષ્ટયને વિચાર કરી ચૂક્યા છીએ. વિવેક, વિરાગ, સમાદિસંપત્તિ અને મુમુક્ષતા એ ચાર જેનામાં યથાસ્થિત સિદ્ધ હોય તે વેદાન્તજ્ઞાનના અધિકારી થાય છે. સાધનચતુષ્ટસંપન્ન પ્રમાતા અધિકારી એવુ અધિકારિલક્ષણ છે, ને તેવા અધિકારીને શ્રવણાદિથી આરંભી અનભવાન્ત પ્રક્રિયાઓ સહજે લવતી થાય છે. એ વિષયે હવે ચર્ચાઓ ચલાવવી પ્રાપ્ત થાય છે. | ( અપૂર્ણ.) ડીસેમ્બર-૧૮૯૪–થી સપટેમ્બર-૧૮૮૮. Gandhi Hentage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50