પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gર અદ્વૈતજીવન, અદ્વૈતજીવન. ( ૨ ) જે વસ્તુના દીધો કાલથી પરિચય હોય તે સત્વર ભુલાતી નથી તો જેને પરિચય અનન્ત યુગથી છે એવા ઉલટા વ્યવહારની છાપ હૃદયમાંથી ખસી કેમ શકે ? તેમાં પણ બાળકનો જન્મ થતાની સાથેજ તેને દૈતબુધ્ધિ વધે તેવું પેટભર શિક્ષણ, માએથી બેલીને તેમ અનેક ઈતિવૃત્તથી સૂચવીને, આપવામાં કસર રખાતી નથી. આવા આગ્રહ શરીરના અધરમાં પ્રવેશ કરી જાયછે, જીવનરૂપજ થઈ રહે છે. જેમ જેમ બુધ્ધિ વિચાર કરવાને સમર્થ થતી ચાલે છે તેમ તેમ હું અને તું ને વિભાગ સ્પષ્ટ થઈ બહુ રીતે જુદા પડતા જાય છે, અને સાદ્રશ્યને આધારે તર્ક કરતાં મનુષ્ય એમ વિચાર કરાવે છે કે મારાથી અમુક મહાટું છે—શરીરે, બુદ્ધિએ, ઉક-તેનાથી કોઈ ત્રીજુ' વધારે છે; એમ છેવટ કાઈક સર્વથી હાટું પણ હોવું જ જોઈએ. તે સર્વ શક્તિમાન, તું મકતું મન્યથાકતું સમર્થ, ને સર્વને ઘડનાર પણ હોવું, કે હો, જોઈએ. કારણવિના કાર્યો છેજ નહિ, એટલે જે જે છે તે સર્વનું કારણ તેજ. મૂલથીજ હું અને તું બે વસ્તુ તો હતીજ તેમાં એ સર્વને એક ઉપરી ઉમેરાઈને ત્રણ થઈ. એ ત્રીજાના ભયથીજ હુને તું ઉભય સીધાં ચાલે છે, ને તેને ખુશ રાખવા માટે અમુક રસ્તા, જેને સન્માર્ગ, નીતિ ધમ કહેવાય છે, તે ગ્રહણ કરવામાં આવે છે. બની શકે તો તે ત્રીજાને જરાવાર ભુલવણીમાં પણ નાખવાનો યત્ન કરવાનું મનતો ખરું પણ તેનો ડર વધારે એટલે જેમતેમ પણ નિભાવે કરવો પડે. - આ વિચાર સર્વ કોઈ વિચારવતને તુરતજ આવી શકે તેવા છે. એમાં કાંઈ વધારે બુદ્ધિબલની જરૂર નથી. માત્ર અવલોકન કરવાની જેવી તેવી શક્તિનીજ અપેક્ષા છે. એ વિચાર થી તબુદ્ધિ અથવા ભેદબુદ્ધિ જન્મ પામે છે, અને દુ:ખ માત્રના ત્યાંથી આરંભ થાય છે. એક એક માણસ સર્વ માણસથી જુદુ પડી પોતાનું જ સાચવવા મથે છે, તેમાંથી વિશ્વનિયમોમાંના એટલા બધા નિયમોનો ભંગ થાય છે કે મનુષ્યદેહ ઉપર વ્યાધિ દુ:ખ અને શાકનું પૂર ઉભરાવા લાગે છે. અને આખાં મંડલેતી કે રાજ્યની નીતિ પણ તેવાંજ અન્ય પ્રકારનાં વ્યાધિ દુઃખ અને શાક વિનાની રહેતી નથી. જે નિદોષ મનુષ્યોના રક્તનો સ્ત્રાવ અનેક વખત કોઈ એક મનુષ્ય કે એક દેશના સ્વાર્થ માટે થયેલે છે; જે કલહથી એક એક કુટુંબ કે એક એક દેશ રૈનાત પાતામાંજ તેમ પરકટુંબ કે પરદેશ સાથે અસૂયાના વિપમ વિશ્વમાં પીડાયાં છે; જે રીતે ગરીમાની મહેનતે પૈસાદાર પિસાવાળા થયા છે, અને ગરીબોને ખાવાનું ન રહેવાથી અનેક અનર્થને માર્ગ ઉતરવાની જરૂર પડી છે, જેથી કરીને જગતમાંથી શુદ્ધ પ્રેમ, શુદ્ધ સ્વાર્પણ, શુદ્ધ ન્યાય, અને શુદ્ધ વિશ્વાસ, દિન પ્રતિ દિન ઓછાં થતાં ચાલે છે, ને ઉદારતા અને દયાને પ્રભાવ નબળા પડતા જાય છે; તે વસ્તુ ભેદબુદ્ધિ વિના બીજી કાંઈ નથી. મારા માટા ફિલસુહા પણ સનાતન વિશ્વનિયમોથી પોતાના સિદ્ધાંતોને સમર્થિત કરવાનું બાજુએ રાખી આવી ભેદબુદ્ધિથી પ્રસરેલા અનાચારને અનુલ પડે તેવા સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવાની ભુલમાં પડેલા છે. તે પડે છે, તે પણ એ ભેદબુદ્ધિ ના બ્રમથીજ. એ ભેદબુદ્ધિ શાનું પરીણામ છે ? જે શિક્ષણ મનુષ્યોને અનન્તસમયથી મળ્યાં ગયું છે, ને તેથી જે વાત સહજ રીતે તેમને ગળે ઉતરે છે, તે અજ્ઞાનનું જ એ પરિણામ છે, anan 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850