પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદશન ગઘાવલિ, તેતો માત્ર અમુક એકાકાર નથી હોતું', એટલે ગતિથી પેદા થયેલી જે વસ્તુ હોઈ શકે તેની સાથેનું તેનું સાદૃશ્ય ભાગી પડે છે; જ્ઞાનમાં તો હર્ષ, શાક, ભય, ક્રોધ, લોભ, મહાદિ, અ- ! નેક રંગ વર્તાય છે, જે જડપરમાણુની ગતિમાત્રથી સા'ય હોવા અશકય છે એટલે જડ પરમાણુથી અતિરિક્ત એ જ્ઞાન ધર્મ કે જ્ઞાન પદાથે સ્વતંત્ર સ્વીકારવા પડે છે. પ્રતિવાદી એમ કહે છે કે પરમાણુની અમુક પ્રકારની રચનાઓથી તેમની ગતિના પરિણામ પણ સુખ દુ:ખાદિ વૈચિય વાળા હોઈ શકે, તો તે વાત સિદ્ધ થવી હજુ બાકી છે. એવો અનુભવ કદાપિ થયો નથી, થઈ શકે એમ અનુમાન કરવાનું સાધન પણ અદ્યાપિ સિદ્ધ થઈ શક્યું નથી. એટલે એ વાત તો બાજુ પર રહેવા દેવી પડે તેવી છે. પરંતુ એટલું તો સત્ય છે કે અમુક પ્રકારે જ્ઞાન થાય છે તેની સાથે જ તે જ્ઞાનના આધારરૂપ મગજ અને નાડીઓમાં પણ અમુક ફેરફાર અને ગતિ થયા વિના રહેતી નથી. જોકે આ ગતિનું પરિણામ જ જ્ઞાન છે એમ કહી શકાતું', નથી, કેમકે, આગળ જે કારણ આપ્યાં તે ઉપરાંત વળી જ્યારે એ ગતિ થાય તેવો પરમા સંસર્ગ બને છે તેજ અવ્યવહિત ક્ષણે જ્ઞાન પણ હાજર હોય છે, જેમ હોવું એ, જે જ્ઞાન પોતે પરમાણની ગતિનું પરિણામ હોય તો, સંભવે નહિ; વચમાં થાડે પણ વખત લે. ત્યારે એજ સિદ્ધ થયું કે જ્ઞાન અને જ્ઞાનતંતુ અથવા નાડીઓમાં ગતિ થવી બે સાથે સાથેજ થાય છે. તે ઉભય એક બીજાનાં કાર્યો કારણ જેવાં નથી, તો હવે એમ પણ માનવું પડે કે એ અને કોઈ એકાદ પદાર્થનાંજ બે રૂપાન્તર છે. કોઈ એક જ વસ્તુ એવી છે, કે હોવી જોઈએ કે જેનો એ બે પ્રકારે આવિર્ભાવ એકજ સમયે થયાં કરે છે. આ વાત સ્પષ્ટ સિદ્ધ કરી આપવી કઠિન છે કેમકે આગળ કહી ગયા તેમ આપણે જે વસ્તુ જાણવા માગીએ તે વસ્તુ બાજુ ઉપર રહી જાય છે, અને જાણનાર પોતે જ પોતાને જોઈ લઈ અમુક નામાદિ તેને આપે છે, એવું આપણા મનનું કે જ્ઞાન પામવાના સાધનનું જ બંધારણ છે. છતાં નિદ્રા (સુષુપ્ત), મૂછ, સમાધિ, એ આદિ અનુભવમાં એ ઉભયનું એકત્વ, અથવા કોઈ એકનાંજ એ બે રૂપાન્તર, એમ સમજાયા વિના રહેતું નથી. | આટલાજ ઉપરથી એમ કહેવાય છે કે જ્ઞાન એ ‘જાણવા ” રૂપે સર્વત્ર જે પદાર્થ છે તેજ પોતે પોતાને જીવે છે. અને વિવિધનામરૂપાદિસૃષ્ટિ રચે છે. એ સૃષ્ટિ જે રચાય છે તે વસ્તુતઃ કલ્પિતજ છે. કેમકે તેનું તત્ત્વ શું છે. ઘેડો કે ઘડા જે નામ કહ્યું તેનું યથાર્થ તત્ત્વ શું, તે સર્વથા અગમ્ય છે. એક નામ માત્રજ જે જોનારે પોતે પોતાની જ વૃત્તિને આપેલું છે, તે હાથમાં છે. અર્થાત સૃષ્ટિ મિયા છે, અથવા જનારની દૃષ્ટિમાંજ છે; અને જેનાર પતેજ એક સર્વસિદ્ધ, સર્વદા અનુભૂત, અને પ્રત્યક્ષ, છે, જે પોતાનાજ સ્વરૂપને જુદાં જુદાં નામ આપી તેમને ખરાં માનવાના ભુલાવામાં ભુલાય છે. જ્યારે એ ભુલાવ મટી જાય અને આ બધું રહસ્ય યથાથ સમજી જોનાર પોતેજ એકજ છે એમ થાય ત્યારે તેને સાક્ષાત્કાર કહે છે. પણ એ વાત આગળ કહેવાશે. - - નિશ્ચય અત્યારે તે એટલાજ થયા કે જ્ઞાન એ વસ્તુ જડને કોઈ પ્રકારે પરિગામ નથી, પણ સતત જડથી અભિન્ન છે. એટલે પ્રકારત્તરે પણ પાછું જ્ઞાન અથવા જેનાર એજ એકા છે, બીજું કાંઈ નથી એમ માનવું પડશે. ઉપર જે વિવેચના કરી તેમાંથી એટલું નીકળ્યું કે દ્રષ્ટા અને બીજું કાંઈક, જે શું છે તે કદી સમજાવાનું નથી, તે છે. તો એ દૈતના પરિડારા શી રીતે કરવું ? એ હરિયાર સુલભ છે, કેમકે દૃશ્ય તે પિતાની મેળે અસ્તન્ત યુગ પર્યત andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850