પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અતધૃવનું, ૭૫ હોય તોપણ તે “છે” એમ શી રીતે થાય ? ચેતનવિના તેનું થવું જ અશકય, અર્થાત તેનું અરિતત્વજ ચેતનને આધીન, ચેતન વિના જડ છેજ નહિ. આ સિદ્ધાન્ત થયા ત્યારે સમસ્તવિશ્વમાં દ્રષ્ટા ચેતન છે એમ થયું. દરય જે છે તે પણ હવણાંજ કહ્યું તેમ ચેતનનોજ પ્રકાર છે. દષ્ટા અને દૃશ્ય એવું જે વ્યાવહારિક દૈત છે તે પરમાર્થ દૃષ્ટિએ જોતાં અદ્વૈતજ છે, કેમકે ચેતન વિના એ ઉભયમાં બીજું કશું છે નહિ, હોય તો એ જણાવાનું નથી. બાહ્ય પદાર્થને અનુભવ થવો એ વાતજ, અંદરના ચૈતન્ય વિના અશકય છે. કેમકે એ ચેતન, સર્વ અવસ્થામાં પોતાના ઐકયને લીધેજ, બાહ્ય અનુભવનું પણ ઐકય સ્થાપી શકે છે, અને વ્યાપ્તિરૂપ જ્ઞાનના સિદ્ધાત બાંધી શકે છે. એમ પણ ચેતન એ અતજ સિદ્ધ થયું. દ્રષ્ટા અને દૃશ્યના જે ભેદ છે તે તો ત્યારે એમજ સિદ્ધ થાય છે કે દૃષ્ટા પોતેજ છેતાને જુવે છે. જે એમજ છે તે ભેદ કેમ સમજાય છે ? - ભેદ શામાટે સમજાય છે ? આ પ્રશ્ન શંકા રૂપે આવી પડે છે. એનું ઉત્તર આ પતા પહેલાં અત્યાર સુધીમાં આપણે જે સિદ્ધ કર્યું છે તે ફરી લક્ષમાં લેવાનું છે. જ્ઞાન અથવા ચૈતન્ય એજ વિશ્વાસ કરવા યોગ્ય, ખરી, અને સિદ્ધવાત છે; તે ચૈતન્ય જડનો ધર્મ નથી; જેડ પતે અથવા જ્ઞાનથી બાહ્ય એવી જે જે વસ્તુ સમજાય છે તે અમુક નામરૂપે કરીને જણાય પણ તે યથાર્થ જણાતી નથી કે જણાવાની નથી; અને જડ તથા ચૈતન્ય એ બે કોઈ એકજ એકાકાર વસ્તુનાં કાર્ય અથવા રૂપાન્તર છે. આટલી વાત સિદ્ધ થઈ છે. હવે એમ પૂછવું કે જ્યારે બધું એક રૂપ છે ત્યારે ભેદ કેમ સમજાય છે ? એ યથાર્થ શંકા નથી; કારણ કે “ભેદ છતાં એક એવુંજ આપણે જે અદ્વૈત સિદ્ધ કર્યું તેનું રૂપ નક્કી થયેલું છે. જે નામરૂપાત્મક બનાવને જડ એવું નામ આપવામાં આવે છે, તેની એક વિકૃતિ એવી થાય છે કે જે ચૈતન્યના સંબંધે અમુક ધર્મવાળી થઈ શકે છે, ને જેનાર, બેલનાર, ચાલનાર, વિચારનાર, સુખી, દુ:ખી, એવા નાના ધર્મ પામી શકે છે. એને સામાન્ય રીતે મન અથવા અંતઃકરણ કહેવાય છે. આ અંત:કરણ પ્રતિ મનુષ્યને પ્રતિ વ્યક્તિએ ભિન્ન હોય છે, એટલે સર્વત્ર અનુભવની એકતા બની શકતી નથી, ને ભેદ સમજાય છે. એ ભેદ સમજવો તેજ વાસ્તવિક વસ્તુગતિ નથી; કેમકે ભેદજન્ય જે વ્યવહાર તે સિદ્ધ વરતુગતિથી નિરાલે છે. સિદ્ધ વસ્તુગતિને કોઈ અન્યથા કરી શકતું નથી, જે વ્યાવહારિક વરતુગતિ છે તેને અન્યથા કરી શકાય છે. ખરેખર પુત્ર દૂર દેશમાં મરી ગયા છતાં, તે મરી ગયો એમ સાંભળતાં પીડા થાય છે તે કોના મરણથી ? સિદ્ધ એવી વસ્તુ જે દૂરદેશસ્થ પુત્ર તેનું તે મરણ થયું જ નથી એટલે તેના મરણથી નહિ, પણ અંત:કરણે કપેલ જે પુત્ર તેના મરણથી. એમજ હું તું એવી જે ભેદ બુદ્ધિ તે પણ અંતઃકરણે કુધેલા ભેદથી, બાકી વરતુગતિએ જોતાં હું એ પ્રત્યયનું સ્થાન અને તું એ પ્રત્યયનું સ્થાન નિદાને એકાકારજ છે. અંતઃકરણની કલ્પના એજ ભેદનું કારણ, પણ તે મિયા છે, અને સર્વત્ર એકાકારતા રૂપ અદ્વૈત આ રીતે સિદ્ધ થાય છે. અદ્વૈતવાદનું આ સંક્ષિપ્ત રૂપ છે, ને વસ્તૃગયા તેજ યોગ્ય છે એમ વિચારવાનને પ્રત્યક્ષ થઈ શકે તેવું છે. ઉપર ઉપરથી જોતાં જીવ, જગત, ને ઈશ્વર એવા ત્રણ ભેદ જે લાગે છે તે કેવલ અવારતવિકવિવેચકબુદ્ધિના પરિણામ છે એમ પણ સહજ સમજાય છે. ચૈતન્ય એજ વિશ્વસનીય અને સિદ્ધ જ્ઞાનને દેશ હર્યો, ત્યારે તેનાથી જુદી જે વાત હોય તે અવિશ્વસનીય એટલે અસત્ય અને અસિદ્ધ એટલે મિયા ફરવી જ જોઈએ. ચૈતન્ય એટલે જાણવું, Gandhitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50