પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૬ સુદશન ગદ્યાવલિ, સમજવું, ચાલવું, બેલવું, આદિ કોઈ ધર્મ સમજ નહિ, પણ “છું કે છે ” એમ કહેવા કે વિચારવામાંજ તેનું જે અસ્તિત્વ, હોવાપણા રૂપે અનુભવાયું તેજ ચૈતન્ય. ચૈતન્ય વિના છે છું ” એ અનુભવજ અશક્ય છે. જેમ ચતન્ય વિના આ અનુભવ અશકય છે, તેમ એ ચેતપની બહારની કોઈ વસ્તુને નિતાન્ત સત્ય કહેવી એ પણ તેટલું જ અશકય છે, કારણ કે ચૈતન્ય પિતાથી જુદા પાડીને કોઈ પદાથે સમજી કે ગ્રહી શકતું નથી, માત્ર તે તે પદા નાં નામરૂપાનુસાર થયેલી અંતઃકરણ વૃત્તિને અવભાસે છે. આવું હોવાથી ઈશ્વર એ કોઈ પદાર્થ ચૈતન્યના પ્રદેશમાં સિદ્ધ થઈ શકતો નથી; કેમકે ઝૂરવ, નિયામકવ, સર્વશક્તિત્વ, મોક્ષ દાતૃત્વ, એ આદિ ધ ચૈતન્ય જે અત્યંત ધર્મ રહિત છે તેમાં ઘટી શકતા નથી. અંતઃકરણની ઉપાધિથી ચૈતન્યમાં જેમ ભેદનો ઉપચાર થાય છે ને ધર્મ ઘટી શકે છે, તેમ ઈશ્વર માટે પણ માનવાની ઈચ્છા હોય છે તેથી તે ઈશ્વરનું ઇશ્વરત્વ તૂટી જશે, ને ઈશ્વર પણ એક મહાટે જીવ બની રહેશે. અને જે ઈશ્વરવાદી ઇછાપત્તિ કહેતા હોય તો અદૈતી પણ તે ઇશ્વર સ્વીકારવામાં હાનિ દેખતા નથી. વિશ્વથી નીરાળા અને કર્તા તથા નિયંતા એવા ઈશ્વ. રનું અસ્તિત્વ પ્રથમ આ પ્રમાણેજ સિદ્ધ થઈ શકતું નથી, તો તેના અતિવને વૈષમ્યુનર્ધ પ્યાદિ દોષથી નિષેધવાની જરૂર નથી. મનુષ્યએ પોતાના સામાન્યજ્ઞાનથી પોતાના જે ધર્મો છે તેને ઉકષ રૂપે કાઈક કલ્પિત મહામનુષ્યને આરાયા, ને એમ સર્વરૂપ અદ્વૈત ચૈતન્યને જે શુદ્ધ વિચાર અને જે મહાધર્મ તેને કેવલ મલિન કરી નાખ્યો. ઈશ્વરને જે તે સિદ્ધ થાય છે તેવા અગમ્ય, અવર્ય, સર્વરૂપ, એવું માનવામાં જે મહત્તા સમાયેલી છે, તે તેને રાત દિવસ સંસાર જેવી ખટપટ કરતા બનાવવામાં જરા પણ રહેલી નથી. કેટલાક કહેશે કે અમે ઇશ્વરને અવશ્ય, સર્વવ્યાપી, આદિ માનીએ જ છીએ, તો તેમની તે વાત ફીક છે. પણ તે યથાર્થ વિચારમયાદાથી એટલે અંશે વિદૂર છે કે તેમાં ઈશ્વરનું જે યથાર્થરૂપ સર્વમયતા, તેને તેઓ ઇશ્વરનું તાટસ્થ માનીને કેવલ બગાડી નાખે છે. ઈશ્વર તટસ્થ, પ્રસાદ આપનાર, તે છતાં નિરાકાર અને સર્વવ્યાપી, આ રિદ્ધાન્ત કેટલાક ધર્મવાળા માને છે; પછી તે ઇશ્વર શી રીતે આવિર્ભાવ પામે છે, શી રીતે વિશ્વને નિયમે છે, તે બાબત ગમે તેવા તફાવત તેજ મતની પણ જુદી જુદી શાખાઓમાં જણાય છે, તેથી કશે બાધ નથી. અવાંતર ભેદ ગમે તે હોય પણ ઇશ્વરસ્વરૂપ અમુક પ્રકારનું સ્વીકાર્યું એજ મતાન્તરેના સાદસ્યનું મુખ્ય કારણ છે. ને એવુ સાદસ્ય પોતાના મતને લીધે કદાપિ ક્રિશ્ચીઅન ધર્મ સાથે કે મુસલમાન ધર્મ સાથે, બૌદ્ધ મત સાથે કે વૈષ્ણવ મત સાથે પ્રાર્થના સમાજ સાથે કે આર્ય સમાજ સાથે, ગમે તેની સાથે સિદ્ધ થતું હોય તેમાં સત્ય શોધવાના ઝંડા નીચે ચાલનારે શરમાવાનું કાંઈ નથી. અદ્વૈત મતવાળા પોતે મુસલમાન સુકીઓ સાથે, કીસ્થીઅન કેલીસ્ટ સાથે, ચાઈનીઝ ટેઈચ્છા સાથે, પિતાના મતનું ઐકય સ્પષ્ટ રીતે અને ખુલ્લે હૃદયે સ્વીકારે છે; તે તટસ્થ અને નિરાકાર ઈશ્વર સ્વીકારનારે પોતાના મતનું સાદસ્ય જ્યાં હોય ત્યાં સ્વીકારવામાં શા માટે હાનિ સમજવી જોઈએ ? પણ એવું સાદસ્ય કોને કોની સાથે છે અથવા નથી એ વાત અને સિદ્ધ કરવાની નથી, એતો એક પ્રાસંગિક વાત થઈ, પણ મુખ્યવાત એજ છે કે તસ્દસ્થ કર્તા, પ્રસાદ આપનાર, અને નિરાકાર કે સાકાર, એ ઈશ્વર કેાઈ યુક્તિથી કે કોઈ આંતર અનુભવથી સિદ્ધ થતો નથી. ઘણાક તટસ્થેશ્વરવાદીને એવું’ ભય રહે છે કે એમ ન માનવાથી અને ચૈતન્યને ah ahl Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50