પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અતજીવન, સિદ્ધ નિશ્ચય કર્યા વિના જે જે નીતિ નિયમ રચાય છે તે માત્ર કલ્પના, સગવડ, કે આવેશને આધીન હોય છે. અદ્વૈતમાં તે વિશ્વસ્વરૂપનો નિર્ણય કરાયેલાજ છે કે સતરૂપ સર્વમયતામાં જે ભેદ જણાય છે તે એક કલ્પના માત્ર છે; અને તેની ઉ૫પત્તિ ગમે તે દ્વારા ગમે તે પ્રકારે કરવામાં આવતી હોય તથાપિ પરમાર્થ સત્તાને સ્વીકાર કરવામાં આવે એજ અદૈતસિદ્ધાન્તાનુસાર વિશ્વવિવેક માન્યા બરાબર છે, અથત યદ્યપિ પદાવિજ્ઞાન તે અkત પક્ષે વિશ્વ વ્યવસ્થા સમજવામાં મુખ્ય નથી તેપણ તાત્વિદદષ્ટિથી પરમાર્થ સત્તા રૂપે જે વાત અદ્વૈતમાં સિદ્ધ છે તેને ત્રણે કાલમાં બાધ થવો અશક્ય છે, એટલે એ અંશને અવલંબી તે સિદ્ધાન્તાનુસાર વિશ્વવ્યવસ્થા સુસંપન્ન છે. - અભેદ એજ અદ્વૈતની નીતિ છે. એ પણ કલ્પનામાત્રજ હેય એવી શંકાના સમાધાન માટે અનુભવમાં પણ તે અભેદને ઉતારેલ છે. જે પ્રકારે બ્રહ્માંડની વ્યવસ્થા ચાલે છે તે પ્રકારમાંથી પિંડ કાંઈ જુદા હોઈ શકે નહિ પણ ચિત્તની ક૯પનાને લીધે એ બેની એકતામાં વિક્ષેપ થાય છે. એ કલ્પના રૂપ દૈત ટળી અભેદ થાય ત્યારે પિંડબ્રહ્માંડ એક થાય એટલે કે તેને અનુભવ પણ થાયજ. પિંડબ્રહ્માંડની એકતા કે તેનું સાદૃષ્ય માનવામાં બાધ નથી, કેમકે અદૈતવાળા જે અનુભવથી તેમ માને છે તે અનુભવને હાલની પદાર્થવિજ્ઞાન વિદ્યા પણ અનુમદે છે. ઇવોલ્યુશનમાં મનુષ્યસમષ્ટિની ઉત્પત્તિનો ક્રમ ગર્ભ રૂપવ્યષ્ટિના ક્રમ ઉપરથી અનુમાનીનેજ રચાય છે, એટલે અર્થાતરે પણ પિંડબ્રહ્માંડેઐકયવાદ સ્વીકારાયલે સિદ્ધ છે. એ ઐયદ્વારા જ્યારે અભેદનો અનુભવ થાય ત્યારેજ અદ્વૈત સિદ્ધાંતની નીતિની ટોચે પહોચાયુ, એમ સમજાય છે. જે લોકો અદૈતને માનતા નથી, અને જેને માટે અનુભવનું કોઈ પણ પ્રમાણુ નથી એ તટસ્થેશ્વર કલપી તેનાથી પોતાને અને જગતને જુદાં માને છે, અને તે ઈશ્વરની પ્રીતિ સંપાદન કરવામાં નીતિને સમાવેશ કરે છે, તેમની નીતિ એક ક૯પના માત્રજ છે એમ કહેવું જોઈએ. કેમકે તેમના નીતિનિયમનું મૂલ મંડાણજ ક૯૫નાથી છે. તેમણે જે દૈતભાવ નિય સિદ્ધ માન્યો છે તેમાંથી અભેદ કોઈવાર લતે નથી, ફલી શકે નહિ અને એમ થાય ત્યારે પિંડબહ્માંડનું જે વાસ્તવ ઐક્ય તે પણ તેમના અનુભવમાં આવે નહિ. દૈતને અનુસરી બંધાયેલાં નીતિ ધારણ સાર્વત્રિક કે સર્વમાન્ય પણ નજ થાય, કેમકે દૈત પોતે કલ્પિત છે એટલે ક૯પનાની ઉપપત્તિ અનેક પૂવૉપર વિરુદ્ધ ક૯૫નાથી પણ બનેજ. એવા નીતિનિયમની પરાકાષ્ટા ત્રાતૃવત સવ એટલીજ છે, પણ અદ્વૈતના નીતિનિયમનું સ્વરૂપ-- આત્મવત્ સર્વ એ છે. નીતિનું એ પણ એક કામ છે કે જગતનાં દુ:ખાદિના યોગ્ય સ્થાને સમાસ કરી તેમને અત્યંત અભાવ થાય તે માર્ગ બતાવો. તો તે વાત તનીતિમાં કદાપિ બનવાની નથી. પ્રથમે તેમને ઈશ્વરજ તારતમ્ય વિસ્તારનાર છે, ત્યાં તેની સૃષ્ટિમાં તારતમ્ય સર્વથા ન્યાય પુર:સરજ હોય, એમ માની શકાય નહિ, કેમકે દયાદ્રસર્વ શકિતમત્તા અને તારતમ્યુસિસૃક્ષા બે સાથે રહી શકતાં નથી. અર્થાત એ મતાનુસાર એવી ઉચ્ચ ભાવનાના બેધને અવકાશજ નથી કે જેમાં પરમ અભેદ-પ્રમ—એજ સર્વ સુખ રૂપ કર્તવ્યના સાર રૂપ, અથવા જીવિતના હેતુ રૂપ સ્થાપી શકાય, અને એમ વ્યવહારને પણ પરમાર્થ તરફ દોરી શકાય. એ મતમાં પરમાર્થ એવું છેજ નહિ, સંભવતું નથી, કેવલ વ્યવહારજ છે, અને તે વ્યવહારને ઉત્તમરૂપે, andhil Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50