પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓસી. ૮૧ તેના સાકાર પ્રેરકત્વને અભાવે, ખોટી ઠરી શકતી નથી. પરંતુ આ બધો કાય કારણુનો નિયમ જેને નથીજ લાગતા તે પણ કોઈ પદાર્થ છે,-પદાર્થ એ નામતા એક સમજવા માટે કહ્યું કેમકે તે વસ્તુ નથી, ગુણ નથી, કર્મ નથી, છતાં સર્વ છે, સર્વથી અભિન્ન છે. તે જ્ઞાન. જ્ઞાન એક રૂપજ છે એટલે ત્યાં કાર્ય કારણનો નિયમ નથી. માટે તે જ્ઞાન અનુભવવું એમાં પુરુષપ્રયત્ન કે સ્વાતંત્ર્ય માનીએ તો ચાલે; અને મેં નિયમને વ્યવહાર સાથે જીએ તો, એમ પણ કહેવાય કે વ્યવહારમાં જે જે થાય છે તે કાર્ય કારણથી નિયમિત રીતેજ થાય છે, પણ તેમાં જે જે જ્ઞાનાંશ છે તે તો કોઈ સ્વતંત્ર કર્તા ભક્તાજ છે. એમ વ્યવહાર પર કાય કારણની દેરીના બંધ સુદઢ છતાં પરમાર્થ પર તેના અત્યતાભાવ છે, એટલે અંદું તને મતની નીતિ સ્વીકારવાથી સ્વાતંત્ર્યની હાનિ, કે પુરુષપ્રયત્તન અનવકાશ, એવું કાંઈ નથી. વ્યવહારમાં સ્વાતંત્રય કે પ્રયતથી કશું બદલાતું નથી, પરમાર્થનો અનુભવ જે નથી થતો તે પ્રયત્તથી થાય છે. આ પ્રકારે અદ્વૈતમત અભેદરૂપનીતિ જે પ્રેમનું રહસ્ય છે, તેજ વિસ્તારે છે, ને તેમાં કાંઇ વિરોધ નથી એટલું જ નહિ, પણ તેજ નીતિ જ્યારે સર્વત્ર પ્રતવંશે ત્યારે તમામ દુઃખ કલેષાદિના અત્યંત અભાવ થઈ રહેશે. એ નીતિ સુસાધ્ય હો કે દુ:સાય હા, કેવલ ભાવનારૂપ હો કે પ્રત્યક્ષ સિદ્ધ હો, તે બાબતની અત્ર તકરાર નકામી છે, કેમકે માણસોએ પિતાના જીવિતને દેરવા માટે એક દૃષ્ટિબિંદુ રાખવા જોઈએ, ને. તે ઉંચામાં ઉંચા હોય તેમાંજ લાભ છે એ વાત સર્વને અનુભવસિદ્ધ છે. અદ્વૈત નીતિના પાયે અત ભાવના–અદંત જ્ઞાન-તે છે. તેની ઉપપત્તિ પણ સર્વ કરતાં વધારે સયુક્તિક અને સાનુભવ છે. એ પાયા ઉપર રહેલી અદ્વૈત નીતિ કદાપિ હાલે તેમ નથી, ડીસેમ્બર ૧૮૮૦ થી અગષ્ટ ૧૮૯૧, થીઓસોફી, થીઓસૈફી શું છે ? એ વાત આપણા વાચકોને કહેવી આવશ્યક નથી, તથાપિ કહેવું જોઈએ કે પશ્ચિમના દેશોમાં પ્રવર્તતા શેાધ માત્રથી નિરાશ થઈ, એ શેાધને આધારે જે નીતિ અને વ્યવહાર વિસ્તરે છે તેનાં પરિણામ ભયંકર દેખી, કેટલાક સત્યશોધકોએ, આજથી વીશ વર્ષ ઉપર અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક મંડલી સ્થાપી હતી. તે મંડલી ચારવલી, પછી હિંદુસ્તાનમાં આવીને રહી છે, જે હાલ પણ અત્રજ છે, તથા હંમેશાં અન્ન રહેવા ધારે, છે. આજે તેની શાખાઓ ચારાને આશરે છે, તે એશિઆ, યુરપ, અમેરિકા, આફ્રિકા, ન્યુઝીલંડ, આસ્ટ્રેલીઆ, બધે તે વેરાયેલો છે. આ મંડલીના સિદ્ધાન્ત ત્રણ છેઃ (૧) સર્વત્ર આત્મભાવ માનવા; (૨) પ્રાચીન તત્ત્વશાસ્ત્રની ઉપાસના રાખવી; (૩) વિશ્વમાં પ્રાકૃતિક કરતાં અન્ય એવી જે કાંઈ અસર હોય તેને શોધ કરો. આ ત્રણ કે માત્ર પ્રથમ વાતજા સ્વીકારનાર તે મંડલીના સભાસદ થઈ શકે છે. ધર્મવિચારાદિનું અમૃયન તે સભાસદો કરે છે, Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50