પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓસોફી.. વત એ નામ અને તેને અંગે જે કાંઈ ઉત્તમત્તા નીતિની, ધમની, જ્ઞાનની, સમૃદ્ધિની ઉત્તમતા-ના ભાવ આપણા મનમાં આવે છે તે તો છેક દાઢ બે હજાર વર્ષ ઉપરની વાત છે; અને એક વાતમાત્રને, જૂની કહાણીને આપણે જેટલું માન આપીએ, તેનો જેટલો ઉપયોગ ગણીએ, તે ઉપયોગ આપણે આપણા પ્રાચીન ઈતિહાસને ગણીએ છીએ. એટલે ઉપયોગ ગણવા જેટલું ભાન પણ અંગ્રેજ સરકારે આપણને સંસ્કૃત ભાષાની કેળવણી આપવા માંડી ત્યારપછી આપણને થવા લાગ્યું છે. બાકી તે પહેલાં તો જેને ખરેખર “ વહેમ ” કહી શકાય એવી પ્રાચીન રીતિકૃતિને ધર્મ કે શાસ્ત્રને નામે ચલાવનારમાં આપણે નહિ હોઈએ એમ કહી શકાતું નથી. આપણા દેશની પ્રાચીન મહત્તાને ત્યારે, જે શિક્ષણના બલથી આપણે એક કહાણી જેવી પણ ઉપયોગી અને મગરૂર થવા જેવી કહાણી જેવી, માનતા થયા છીએ તે શિક્ષણના સ્વરૂપને આપણે સૂકમ રીતે વિલકવાની આવશ્યકતા છે. કેમકે આખા જગતને ઈતિહાસ જોતાં સ્પષ્ટ થાય છે કે જે પ્રજા પિતાના દેશના ઇતિહાસમાં મગરૂર થવા જેવું કાંઇ દેખતી નથી તેજ પાયમાલ થાય છે. એટલે આપણી પાયમાલીનું કારણ શોધવામાંજ આપણને અવૉચીન તત્વજ્ઞાન આદિની મહત્તા, આપણાં પ્રાચીન જ્ઞાનાદિના કરતાં કેટલી છે તે જોવાનું પણ મળી શકે છે. આપણે આપણું સ્વાતંત્રય, આપણું ધર્મ, જ્ઞાન, નીતિ, આદિને અન્ય કરતાં અધમ માનવામાંથી ખાયું છે, અને જે સંસ્કૃત ભાષાહારે એ સર્વ વાતાનું સત્ય રૂપ આપણા આગળ તાદસ્ય રહેતુ’ તે ભાષા છેવાયા પછી આપણું સર્વસ્વ ખોવાયુ છે. ત્યારે સંસ્કૃત ભાષાના ગ્રંથોમાં રહેલું જ્ઞાન જે ઉત્તમતાવાળુ" ગણાય તે ઉત્તમતાને હાલ આપણે જે નવાં ધારણને ઉત્તમ માનીએ છીએ તે સાથે સરખાવવાથી આપણને તેમ આખા જગતને થીઓસોફી જેવી વિચારભાવનાની શી આવશ્યક્તા છે તે સમજાશે. - શાલાઓ, પાઠશાલાઓ, અને ખાનગી વ્યાખ્યાનો આદિદારે આપણને જે કેળવણી મળે છે તે બધી પાશ્ચાત્ય કેળવણી કહેવાય છે, ને તે પાશ્ચાત્ય ' કહેવાય છે એમાં અર્થ એજ છે કે તે પશ્ચિમના ‘સુધરેલા’ ગણાતા દેશોમાં ચાલતાં મનુષ્યકર્તવ્ય, મનુષ્યકલ્યાણ, અને જ્ઞાનનાં, ધોરણો ઉપર રચાયેલી છે. * પૂર્વ અને પશ્ચિમ ” એ વિષયમાં વારંવાર એ વાત પતિપાદન કરવામાં આવી છે કે પાશ્ચાત્ય નીતિ રીતિ જ્ઞાન આદિ બધું વ્યક્તિમાત્રનેજ વળગીને પ્રવર્તુ" છે; શાલા અને પાઠશાલાઓનું શિક્ષણ વ્યક્તિનેજ અનુલ છે, અને એવી વ્યક્તિનિછતામાંજ પાશ્ચાત્ય એવી વાતમાત્રનો આપણી એવી વાત માત્રથી વિરોધ છે. પાશ્ચાત્ય શિક્ષણમાત્ર ઐહિક એટલે આ જગતનાં સુખસંપત્તિ માત્રનેજ અવલંબીને ચાલે છે; વધારે ઉદ્યોગ, વધારે પૈસા, વધારે સુખ, વધારે સ્વતંત્રતા, એજ પાશ્ચાત્ય શિક્ષણને ઉષ છે. સ્વતંત્રતા એટલે વિચારની સ્વતંત્રતા, આચારની સ્વતંત્રતા, પૂર્વજોની અને વૃદ્ધાની દરકારની ન્યૂનતા; તેની સાથે હું ' અને મારે ‘હક ” તેની સર્વ પ્રકારે વૃદ્ધિ, અને તે “ હુક” ને સાચવતાં સ્ત્રીઓના હક, પુરાના હક, દેશાના હક, રાજ્યના હક, એવી હકની કલ્પના; આ બે વાતાજ આખી કેળવણીના સારરૂપ છે. સ્વતંત્રતા અને હકની કસાકસીમાંથી પ્રત્યેક વ્યક્તિ પોતે પોતાનાં સુખ સંપત્તિને, બીજાને હરકત કર્યા વિના શી રીતે સાચવી શકે, એ વાતને નીતિ માનવાનો પ્રચાર પડ્યા છે. ખાનગીમાં માણસ ગમે તેમ કરે, પણ કાયદાથી ગુનેગાર ન કરે, ત્યાં સુધી તે અનીતિમાન ગણાતા નથી, અને પોતપેતાના હક સાચવવા માટે પ્રત્યેક જણ એટલી હદમાં રહી સ્વતંત્ર છે. આવી મનુષકલ્યાણની ભાવનાથી કેટલા ગુપ્ત અનાચાર, કેટલા ananifleritage. Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50