પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, બેશરમ સ્વાર્થ, કેટલા વિશ્વાસધાત, કેટલા ચેરી છીનવાળી આદિના નવા નવા સુધારા, આપણી નજરે આવે છે, તે કહેવાની જરૂર નથી. વાણીને કમની એકતાનો અભાવ થયેલો જણાય છે, સત્યને સમજવાની અશક્તિ જણાય છે, સત્ય સમજવા છતાં તેને માટે ગમે તે ભાગ આપતાં ડરવું નહિ એવી સત્યભક્તિની ખેટ દેખાય છે, ને આપણે ‘ આરંભથર, ” “ બેલવે તયાર, કરવે કાયર, ' એવા થઈ રહ્યા છીએ. આમ થવાનું મુખ્ય કારણ એવું જણાય છે કે પાશ્ચાત્ય તત્વજ્ઞાન કેવલ મનુષ્યનાં શરીર અને મન બૅનેજ અનુસરે છે, વિશ્વમાં પણ એ બેન્જ અસ્તિત્વ માને છે, અને મનુષ્ય મનુષ્યમાં જે બુદ્ધિ અને આત્મા છે તેને લેખવતું નથી. મનની કેળવણીથી આપણને વાત સારી રીતે કરતાં આવડે છે, તર્કનાં કાકડાં આપણે સારાં વણીએ છીએ, અને ને તે કેળવણીના ફલરૂપે માત્ર આપણે આપણા શરીરનેજ દેખીએ છીએ, પણ મનની પાર જે બુદ્ધિ અને તેની પરિ જે આતમા તેને એ કેળવણીના ફલરૂપે માનતા નથી. શાળાઓમાં શીખવવામાં આવતાં પદાર્થવિજ્ઞાન, રસાયન, જીવનવિજ્ઞાન, આદિ શાસ્ત્ર આપણને આ વિશ્વની રચનાના અનેક પ્રકાર સમજાવે છે, એક નાના પરમાણુમાંથી તે ઠેઠ મનુષ્ય સુધાના પરિણામેનો ક્રમ સમજાવી, પરિણામવાદની જાલમાં આપણને આશ્ચર્ય સાથે ગુમ બનાવી દે છે. પણ જડ એવા પરમાણુમાં, એટલેકે એજ શસ્ત્રો જેને જડ કહે છે-આપણે જેને જીવ, જ્ઞાન, આદિ શબ્દથી જાણીએ છીએ તે રહિત કહે છે-તે જડમાંથી જીવ અને જ્ઞાન શી રીતે ઉદ્વવ્યાં એનો કશો ખુલાસે મળતો નથી. પરિણામવાદ તમને એમ બતાવે છે કે પરંપરાએ કરીને પરમાર્થી પરિણામ પામતે પામતે માણસના શરીર સુધી બધું બન્યું છે; પણ તેમાં જવ, અને જ્ઞાન કયાંથી આવ્યાં તે વિષે તે કાંઈ કહેવામાં આવતું નથી. મૂલનાં પરમાણુઓમાં જીવ કે જ્ઞાન સ્વીકારવામાં આવતું નથી, એટલે તે પરમાના ગમે તેટલા પરિણામ થાય તો પણ જવ અને જ્ઞાન તેમાં ના આવી શકે એ સ્પષ્ટ છે. છતાં આ વાતનો ખુલાસે શારીર, રસાયન, આદિ શાસ્ત્રા કરવા જાય છે, ને કહે છે કે જીવ એ પરમાણુસંધાતજન્ય શક્તિ છે, તાના સંમેલનને પરિણામ છે. પરંતુ એ વાત સંધાતથી કે સંમેલનથી કદાપિ કેાઈએ જીવ ઉપજાવી, જે પ્રત્યક્ષ પ્રમાણનેજ આ શાસ્ત્રાવાળા સ્વીકારે છે તે પ્રમાણુનુસાર એ સિદ્ધાન્તની ખાતરી કરી નથી. ચેતનશાસ્ત્ર કહે છે કે જ્ઞાન તો જ્ઞાનતંતુના વ્યાપારનું ફલ છે, પણ જ્ઞાન તે એ તંતુઓના ચલનવલનની સાથેજ થાય છે, તે પછી થતું નથી, એ અને એવાં અનેક કારણોથી જ્ઞાનતંતુના વ્યાપારના પરિણામ જ્ઞાન છે એ વાત સિદ્ધ થતી નથી. કદાચિત એ પ્રકારે જ્ઞાન થાય છે એમ માનીએ તોપણ “જ્ઞાન” એ શબ્દથી જે વિલક્ષણ, અચિય, જાદુ, જેવી બાઇને આપણે અથ બૅધીએ છીએ તે જ્ઞાનતંતુના વ્યાપારથી રચાય, એ વાત હસવા જેવી લાગે છે, આવી સ્થિતિ હોવાથી તમે જોઈ શકશો કે જે જે શાસ્ત્રા ઉપર ભાર મૂકી આજ કાલની કેળવણી પ્રવતી છે તે તે શાસ્ત્રા માત્ર માણસના શરીરનાજ ખુલાસા કરી શકે છે, તેના જીવ અને જ્ઞાનને તો શું પણ તેના મનને એ ખુલાસા કરી શકતાં નથી, ને જેના ખુલાસા કરી શકતાં નથી તે વાત જડથી સ્વતંત્ર રીતે આખા વિશ્વમાં છેજ નહિ એમ પણ સાથેથો કહી દે છે. જવાદાનુસારી પરિણામવાદવાળા જીવ અને જ્ઞાનના ખુલાસા કરવા માટે વળી એક તત્ત્વદર્શન પણ સ્વીકારવા લાગ્યા છે, અને આપણી

  • આ ઠેકાણે બુદ્ધિ શબ્દ ઉપહિતચૈતન્ય અથવા શુદ્ધ પ્રેમ એ અર્થે વાપરેલ છે. in alnifleritage Porta

2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50