પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓફી. ૮૭ પાઠશાલામાંથી તાજે તાજા બહાર આવેલા જુવાનો જેના નામથી મોહ પામે છે તે હર્બટ. સ્પેન્સરે ઉઠાવેલા તત્વનો તેમણે સ્વીકાર કરવા માંડે છે. એ તત્ત્વજ્ઞાન કેવલ ક્ષદ્ર છે, એમાં કશા અર્થ નથી, કેમકે જે વાતનો ખુલાસો થતો નથી તેને “ અજ્ઞાત ” કે “ અરેય ’ એવું’ નામ આપી, તે ‘ય’ ને ઇશ્વર તુલ્ય માની, સૃષ્ટિનું નિદાન માની, પોતાના અજ્ઞાનની પૂજા કરવી એજ એ તત્ત્વજ્ઞાનનો સાર છે. “અરેય ’ એમ કહેવામાંજ સૃષ્ટિનું આદિ કારણુ ‘ય’ થાય છે, છતાં જડવાદાનુસારી પરિણામવાદ ઉપરાંત આ એક અગેય ’ને ઉમેરવાથી જાણે જીવ જ્ઞાન આદિ સર્વ વાતનો ખુલાસો થતા હોય એમ તે પંડિતા મનાવવા ઈચ્છે છે, ને પિતાના વાદને “ અયવાદ ” એવું નામ આપે છે; પણ એથી કશો ખુલાસો થતા નથી એ રપષ્ટ છે. આવા વાદાનુસાર ઉપજતી નીતિ પણ જોવા જેવી છે. શરીરસુખ એજ આખી પ્રવૃત્તિનું ફેલ છે, કેમકે શરીરની પાર જવ કે જ્ઞાન એવું કાંઇ છેજ નહિ, તેથી “ઘણામાં ધણા ને ઘણામાં ઘણું સુખ’ થાય તે સારું', નીતિમય, એમ સિદ્ધાન્ત આ વાદીઓએ સ્વીકાર્યો છે. આ સિદ્ધાન્ત કેવલ અનિશ્ચિત છે, “ઘણું' શાને કહેવું ? ઘણામાં ઘણા તે કેટલા ? ધણામાં ઘણું સુખ તે કેવું ને કેવડુ ? એનો એ સિદ્ધાન્તમાં કશા નિર્ણય નથી, કેમકે મનુષ્યના પિતાના મનસ્વી વિચાર ઉપરાંત, તેના શરીરની એકલાતી હાજતો ઉપરાંત, બીજી કોઈ વાતને તે સિદ્ધાન્ત લાગુ થતા નથી. પરંતુ પરિણામવાદનો નિશ્ચય જેમ જેમ વધારે સમજાતો ગયો તેમ તેમ એ નીતિધરણને કાંઇક બાજુ પર રાખવામાં આવ્યું, અને પરિણામવાદમાં એક વર્ગથી બીજો વર્ગ શી રીતે ઉદ્ભવે છે તેના જે નિયમ મનાયલા તેજ આખા વિશ્વના નીતિનિયમ છે, કેમકે એક વર્ગ પોતાથી સારો બીજો વર્ગ પોતા પછી ઉપજાવ એજ સર્વ કર્તવ્યને સાર છે, એવું માનવામાં આવ્યું. એક વર્ગથી બીજે વર્ગ ઉપજવામાં મુખ્ય નિયમ એવો છે કે એક વર્ગની સર્વ વ્યક્તિઓ પોત પોતાનું જીવન જાળવવાને માટે પરસ્પર સાથે એક પ્રકારના કલહ ચલાવે છે, જેને આપણે અહમમિકા કહીશું. અહમમિકા એટલે હું પહેલાં, હું પહેલા, હું પહેલા, એવી વૃત્તિ, એ વૃત્તિને આશ્રય કરી વ્યક્તિમાત્ર પત પોતે શી રીતે રહે, જીવે, વધે, તેની યુક્તિઓ રચે છે, તે એમજે “ જીવનકલહુ’ ચાલે છે, તેમાંથી જે “ યોગ્યતમ ” હોય તે બચે છે, ને પૂર્વના કરતાં સારો વર્ગ પેદા થાય છે. ‘જીવનકલહમાં યોગ્યતમને અવશેષ’ આ પરિણામવાદનું મહાસુત્ર છે, અને એજ તે વાદની આખી નીતિનો સાર છે ‘ જીવનલહ’ માં સારી રીતે, વિજયી થવાય, અહમદમિકા સારી ચલાવાય, અને તેમાંથી બચીને પાર અવાય, એજ કર્તવ્ય છે. “ જીવનકલ’ એ વચનયુક્તિ આ વાદીએએ જનાવર જે પ્રકારે એક એકને બચકાટી પતતાનું રક્ષણ કરે છે તે ઉપરથી લીધેલી છે, તે જોતાં જણાશે કે તેવી બચકાબચકીમાંથી યોગ્યતમ’ બચે છે. એમ મનાવવાને આ સૂત્રના જે ઉત્તરાધ યોજ્યા છે તે તે તદન ખેટાજ છે. બચકાબચકીમાંથી થોગ્યતમન' બચાવ નથી થતો પણ “ બલવત્તમ ”ને બચાવ થાય છે એ સર્વ કઈ જાણે છે; બલવત્તમ જનાવરાજ બચાવ થાય છે, બલવત્તમ માણસને નથી થતો એ સુપ્રસિદ્ધ છે. યોગ્યતમ’ કાણુ ? જે અચકા બચકી કરે, તેમાં શી રીતે પોતે ફાવી જાય તેની યુક્તિ કરે, અને જનાવરપણ દેખાડે તે ? કે સર્વત્ર પ્રેમભાવથી આભભાવ માની સુખ વિસ્તારે તે ? “ જીવનકલહ. માંથી યોગ્યતમ’ નહિ પણું “ બલવત્તમ ’જ ઉગરે છે; આટલી ટીકા કરવી પડી તેથી સ્પષ્ટ થવું જોઈએ કે પરિણામવાની નીતિ અનુસાર કુલહુ, અહમૃમિકા, અને બલ અથોત શરીર andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50