પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૮ સુદર્શન ગદ્યાવલિ, અને વ્યક્તિ એજ નીતિમત્તાનાં કેન્દ્ર ઠરેલાં છે. આવા તત્વનિશ્ચયે અને આવી નીતિ ઉપર પાશ્ચાત્ય કેળવણી, મંડલી, વ્યવહાર, સુખ, સર્વ રચાયેલાં છે. એમાં બુદ્ધિ અને આત્માને અને સંત અભાવ છે. એને મુકાબલે આપણાં ધારાની થાડીક તપાસ કરશો એટલે થીઓસેરીની જરૂર સમજાશે. પાશ્ચાત્ય એટલે વર્તમાન સમયમાં પ્રધાન અને સ્વીકાર્ય મનાયેલાં ધારણા પ્રમાણે છેવન એક કલહરૂપ છે, ને અહમમિકા એજ એ કલહમાં સ્વસ્થાન સાચવવાની નીતિ છે એટલું ફલિત થાય છે. આ પરિણામ લાવનાર જે પાશ્ચાત્ય ધોરણ તેને મુકાબલે જેમાં બુદ્ધિ અને આત્માનો પણ સ્વીકાર છે એવાં અત્રત્ય ધારણાને તમે વિલોકશે તે સમજાશે કે જીવન એક કલહરૂપ નથી પણ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી મળે તેટલા અનુભવે કર્તવ્યદ્વારા સંગ્રહી, બુદ્ધિના ઉચ્ચ પ્રદેશને ઓળખી, તે અનુસાર પ્રેમ, શ્રદ્ધા, ઉગ્રતા, નિવિ કારિત્વ, એ આદિ ગુણોને સાત્વિકભાવ અનુભવી, આમદર્શન પામવું એટલેજ છે. જે આત્માં વિવિધરૂપે સર્વત્ર વિહરે છે, તેમાં કરો ભેદ કે વિકાર નથી, પ્રકૃતિ, ગુણ, સંસર્ગ, દેશ, કાલ, ઈત્યાદિ જે મનઃકપિત સંસ્થાઓ છે તેની ઉપાધિથી આમાં ભિન્ન ભાસે છે, અને વારતવિક રીતે રાગ દ્વેષનો કોઈ વિષયજ નથી, માત્ર અનુભવે અનુભવે આત્માને ઓળખવાની આ જીવન એક શાલા છે, આવું અત્રત્ય શિક્ષણ છે. નીતિ પણ એને અનુરૂપ છે. શાલામાં શીખતા એક બાલકનેજ અવૉચીન પાશ્ચાત્ય ધારણથી જ્યારે ઉપર નંબર રાખવાનું એટલે કે પિતાના પાડોશી ઉપર જેમ તેમ કરીને પણ સરસાઈ મેળવવાનું શીખવવામાં આવે છે ત્યારે પ્રાચીન આર્ય ધર્મ માં શિષ્યોએ એક કુટુંબનાં બાલકની પેઠે રહેવું, ગુરુને પિતા તુલ્ય પૂજવાં, એ ઉપદેશ આપવામાં આવતો. પાશ્ચાત્ય ધોરણથી જ્યારે શરીર અને મનનેજ ઉત્કૃષ્ટ માની અહંતા-હું અને મારું પ્રધાન ગણાય છે ત્યારે અત્રય ધારણથી બુદ્ધિ અને આત્માને મુખ્ય માની સર્વમયતા-ગેમએમાંજ વનનું સાર્થક લેખાય છે. હું અને સર્વ એ છે ભાવનાનો જેટલો વિરોધ છે, જે જે પ્રકારે તે વિરોધ દર્શન દેઈ શકે છે, તેટલે અને તેવાજ પ્રકારના વિરોધ પાશ્ચાત્ય અને અત્રય ભાવના વચ્ચે છે. મનુષ્ય અને પશુને જે વાસ્તવિક અંતર છે તે વ્યવહારમાં સિદ્ધ થતું હોય તો અત્રત્ય ભાવનાથી થાય છે. પંચ્યાત્યભાવનાનાં ફલ પશુવૃત્તિને અનુલ યુદ્ધ, પ્રતારણા, કલહ, અને ઐહિક સંપત્તિ માટેના અનંત વિગ્રહમાં આવી રહે છે; અત્રય ભાવનાથી શાન્તિ, પ્રીતિ, સહનશીલતા, ક્ષમા, અને વ્યવહાર સાથેજ પરમાર્થ સાધવાને માર્ગ સિદ્ધ થાય છે. ', અત્રત્ય ભાવનામાંજ આવું બલ છે એમ નથી, સર્વ દેશની, સર્વ ધર્મની, પ્રાચીનભાવનામાં એનું એજ બલ છે. ને સમાન પરિણામ ઉપરથી સામગ્રીની સમાનતા માની શકાતી હોય તો તે બધી ભાવનાઓ–ગમે તે દેશની હાય, ગમે તે ધર્મની હોય, ગમે તે લોકોની હાય, -પણ સ્વરૂપે એકની એકજ છે, એકજ સત્યના રૂપાન્તર જેવી છે. પ્રાચીનભાવના અને તદનુસાર જે કર્તવ્યભાવના તેમાં જે સુખ અને સંપત્તિ હતાં તે અવૉચીનભાવના અને તદ. નુસાર જે કર્તવ્યભાવના બંધાઈ છે ને બંધાતી ચાલે છે તેમાં નથી. સર્વ પ્રકારની પ્રવૃત્તિને સાપ્ત કરવાનું ફલ બતાવી નિયમમાં લાવનાર જે ધર્મ તેની જ્યાં જોઈએ ત્યાં શિથિલતા થયેલી જણાય છે. ધમના દાબ એટલે બધા નરમ પડી ગયા છે કે ધર્મ અને વ્યવહાર ઉભયને જુદા પાડી તે અનુસારે પરસ્પરથી વિરુદ્ધ હોય તેવી વાતાનું એક બીજામાં સમાધાન sanahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50