પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, આપણે જોઈશુ કે એ યત્ન ઘણી રીતે સફળ પણ થતા જાય છે ત્યારે આપણને થીઓસેરીના અરિતત્વને ખરા અર્થ વધારે સ્પષ્ટ રીતે સમજાશે. આપણે વિચારવાના જે અર મુદા હરાવ્યા છે તેમાંના પહેલા મુદ્દા કે થીઓસોફીની આવશ્યકતા શી હતી તે છે ? તેના નિર્ણય આ પ્રકારે થઈ રહ્યો છે. થીએરી એ નામવાળું જે મંડલ છે તેજ આ કામ કરત અન્ય કરી શક્ત નહિ એમ કહેવાનું તાત્પર્ય નથી, માત્ર એટલીજ વાત કહેવી છે કે એ અથવા એવા કોઈ પ્રયત્ન માટેનો સમય આખી દુનીયાં ઉપર આવી રહેલા હતા, અને એ મંડલ સ્થપાયું છે તે યોગ્ય સમયેજ રથપાયું છે. એના શા લાભ થાય છે તે જોતી વખતે એ વાત વધારે સ્પષ્ટ થશે. હવે પછી આપણે બાકીના ત્રણ મુદ્દા ઉપર જઇશું. હવે ચર્ચા - વાને બીજો મુદ્દો એ છે કે થીઓસેરીથી કયા કયા લાભ થયા છે ? આપણે જોયુ કે થીઓસેટ્ટી જેવી કાઈ ભાવના આખી દુનીયાં ઉપર પ્રવતવાનો સમય આવી રહેલો હો; એ ભાવનામાંજ ધર્મ, વિચાર, સાહિત્ય, વ્યવહાર, રાજ્ય સવના ઉદ્ધારનો પ્રસંગ છે, એ વિચારની સમાપ્તિ સાથે આપણે થીઓસોફી સંબંધે જોવાના પ્રથમ મુદ્દાના વિચાર પૂરો કર્યો છે. હવે વિચારવાનું એ છે કે થીઓસોફીથી કયા કયા લાભ થયા છે ? વીસરી જવું ન જોઈએ કે થીઓસરી એટલે જે ચતન્યભાવનાની આવશ્યકતા આપણે કહી આવ્યા તે, એ કરતાં બીજો અર્થ તેમાં ઉમેરવો નહિ. એવી ભાવના આજ વીશ વર્ષથી દુનીયાં આગળ ધરવામાં આવી છે, તે સમયમાં તેનાથી કીયા કીયા લાભ થયા છે એ જાણવાથી એની ઉપયુક્તતાનો સારો પુરાવો મળી શકે એમ છે. કોઈ પણ ભાવનાનું તાત્ત્વિક મૂ૯ય તે ભાવનાથી વ્યવહારને કેવી અસર લાગે છે એ જોવામાંથી થઈ શકે છે. આપણા દે. શથીજ વિચાર કરવા માંડીએ તો આજ પંદર કરતાં વધારે વર્ષથી એ ભાવનાને અનુસરનાર મંડલે અત્ર નિવાસ કર્યો તેની શી અસર થઈ તે જોવા જેવી છે. પંદરવર્ષ ઉપરની સ્થિતિને આજની સ્થિતિ સાથે સરખાવવાથી આ અસર ઠીક સમજાશે. પાશ્ચાત્ય વિચારે, પાશ્ચાત્ય સંસર્ગો, પાશ્ચાત્ય વ્યવસ્થાઓ, અને પાશ્ચાય રહેણી કરણી એજ સર્વ પ્રકારની વ્યાવહારિક ઉત્તમતાનું મુખ્ય અને એકજ ધોરણ મનાતું હતું; વ્યવહારની પાર એવી વાત ઉપરથી ઘણાક જુવાનની શ્રદ્ધા ઉઠવા લાગી હતી, અને નાસ્તિકતાનો પ્રચાર થવા લાગ્યો હતો. આ વિચારે આજે ઘણે ભાગે બદલાઈ ગયા છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસ ઘણા સમયથી થતા હતા, પણ તે એક પ્રાચીન ભાષા જાણવા કરતાં વધારે ઉપયોગને મનાતો ન હતો, અને પ્રાચીન શેાધની અભિરુચિ રાખનાર પંડિતે પણ અમુક વ્યક્તિઓના કાલનિર્ણય કે અમુક પાઠનું શુદ્ધાશુહૃત્વ કે અમુક લીપિના મરાડના વિચાર, કે અમુક રીત રીવાજ હોવાના સંભવનું અનુમાન એ કરતાં વધારે ઉંડા ઉતરતા ન હતા. અવાંચીન સુધારાની ભવ્યતાઆગળ એવી જૂની વાતોને એક રમુજી" કહાણી કરતાં વધારે ઉપગની માનીને શોધવામાં આવતી ન હતી. એ. મજ મનાતું હતું કે ઉત્તમોત્તમ વિચાર વ્યવહાર આદિની પ્રાપ્તિ તો પાશ્ચાત્ય લેકેનેજ આ ઓગણીસમા સૈકામાં થઈ છે, અને “ ઓગણીસમી સદીના અજવાળા” નાં ઓવારણાં લેઈ લેઈ ઉછરતા લેખકે અને વ્યાખ્યાનકાર અનવધિ કંઠશેષ કરી રહેતા હતા. હવે સંસ્કૃતના અધ્યયન ઉપર કાંઈક માન અને ભક્તિ પેદા થયાં છે, આપણે ભોલાની પાર જઈ ભાષા જે વિચાર અને ભાવનાઓ વ્યંજિત કરે છે તેને શોધતા થયા છીએ, તેમાંથી જે જડે છે તેને સર્વોત્તમ સમજવાને વિવેક કરવા લાગ્યા છીએ, પાશ્ચાત્ય ભાવનાઓને નિસ્તેજ થતી અનુભsandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50