પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, બધાં કારણો પૂર્ણ હોય તો થીઓસોફીના અસ્તિત્વથી શું લાભ થયે છે ? એ પ્રશ્નનું નિરાકરણ આવી રહેવું જ જોઈએ. થીઓસેટીથી કયા કયા લાભ થયા છે ? એ પ્રશ્નનું ઉત્તર અપાઈ રહ્યું, પરંતુ હજી શા શા લાભ થવાનો સંભવ છે ? એ પ્રશ્નનું ઉત્તર થયું નથી. આ બીજું પ્રશ્ન કયા લાભ થયા છે એ પ્રશ્નનું પેટા પ્રશ્ન છે, તથાપિ ઉત્તર હવે જે મુદ્દે ચર્ચવામાં આવશે તેની અંદર આવી જશે એટલે તેના વિષે પૃથફ ચર્ચા કરવી આવશ્યક નથી. ત્યારે ત્રીજો મુદ્દો એ છે કે થીઓસોફીના પ્રતિપક્ષીઓ તેના ઉપર જે આક્ષેપ કરે છે તેમાં કેટલો સાર છે? એ આક્ષેપ ચાર પ્રકારના છેઃ (૧) હિંદના હિતમાં થીએરી સંહાય થતી નથી; (૨ ) વહેમને વધારે કરે છે; (૩) સંસ્કૃતાભિન્ન પાશ્ચાત્ય પંડિતોની અવગણના કરે છે; (૪) જગતતા આગળ વધવાને હાનિકારક છે. | પ્રતિપક્ષીઓના આ ચારે આપનો વિચાર આપણે બહુ સૂદ્ધમતાથી કરવો પડશે. ઉપર ઉપરથી તર્ક કરી લેનારને આવા ચાર આક્ષેપ સંભળાવવાથીજ કદાચિત પ્રતિપક્ષી આ પોતાના પક્ષમાં લઈ શકે ખરા, પણ જેમને ચેસ રીતે માપ લઇને વિચાર કરવાની પ્રકૃતિ પડી હોય તેવા જને એવા ઉપરના શબ્દમાત્રથી ભ્રમમાં પડે નહિ. પ્રથમ આક્ષેપ આખા દેશના હિત વિષેનાં છે તેમ છેલ્લે આક્ષેપ આખા જગતના આગળ વધવા વિશેનો છે. આ ઉભયે પ્રશ્નમાં હિત’ અને ‘ આગળ વધવું” એ બે વચનો એકાર્યું છે એમ માનવું જ જોઈએ; અથવા એમ ન માનતાં પણ ‘રહિત ” તે શું ? અને “ આગળ વધવું' તે શું એના નિર્ણય પ્રથમેજ થવો જોઈએ. સૃષ્ટિ અમુક નિયમોને વશ છે, તે નિયમને અનુસરે છે, ને એવા અનુસરણથી જેટલું વિશ્વ જવાય તેટલો વિક્ષેપ થાય છે, એ વાત સર્વ કાઈ સહેજે સ્વીકારશે. જે વસ્તુ, પદાર્થ, પ્રાણી, આદિ દૃષ્ટવ્યક્તિ જે ઉદ્દેશથી સૃષ્ટ હોય તે ઉદ્દેશને સાથે એજ તેનુ' હિત કહેવાય એ પણ એટલી જ સર્વમાન્ય વાત છે. ત્યારે ‘હિંદનું હિત ' શામાં હોવું જોઈએ ? જે ઉદ્દેશથી હિંદનું અસ્તિત્વ વિશ્વ વ્યવસ્થામાં સાથે હોય તે ઉદ્દેશ સિદ્ધ થાય એજ હિંદનું હિત ગણાવું જોઈએ. હિંદ એ એક દેશમાત્રનું જ નામ છે એટલે તે નામ તે દેશના વાસીઓનું વાચક હોવું જોઇએ, અને હિંદનું હિત એટલે હિંદવાસીઓનું હિત એમજ સમજવું જોઈએ. હિંદવાસી મનુષ્યનું હિત એટલે પ્રત્યેક મનુષ્યનું અને હિંદવાસી એવા આખા સમૃતનું હિત એમ સમજાય છે, અને હિંદનું હિત એનો અર્થ હિંદવાસી 'મનુષ્યોનું, પતે મનુષ્ય છે એ રીતનું, વ્યક્તિરૂપે તેને જે ધમ બજાવવાના છે તે રીતનું, અને સમગ્ર જગતમાં મનુષ્યમાં હિંદ દેશમાં રહેલા સમૂહુરૂપે એ મનુષ્યનું જે શ્રેય હાય તે રીતનું હિત એમ સ્પષ્ટ થયા વિના રહેતું નથી. જે મનુષ્યનું હિત શામાં છે ? બીજી રીતે કહીએ તે મનુષ્યનું મનુષ્યત્વ શું છે ? તેના અસ્તિત્વનો ઉદ્દેશ શી છે? જીવનનું ફલ શું છે ? આ બધા પ્રશ્નના ઘણે ભાગે એકજ અર્થવાળા છે, પણ એ અથવા એવા કોઈ પ્રશ્નનું ઉત્તર આપ્યા વિના મનુષ્યનું હિત શું છે તે સમજાય એમ નથી. ધન, સમૃદ્ધિ, અધિકાર, પદવી, પુત્ર, દારા, આદિ અનેક વિષયોમાં મનુષ્યને પાતતાની પ્રકૃતિ અને સ્થિતિ અનુસાર હિત લાગે છે, પણ તે તેનું ખરું? હિત છે કે નહિ એને વિચાર આવશ્યક છે. મનુષ્યને અનેક પ્રકારની ચિઓ રહે છે, ને કોઈ બે મનુષ્યની રૂચિ સર્વ વાતમાં સમાન હોતી નથી; પાતતાની રુચિને અનુસરી મનુષ્ય પર anani Heri tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50