પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓફી. - સ્પર સાથે અનુલતાના સંબંધ ઉપજાવી રાગદ્વેષ કલહાદિ વિસ્તારી જગતમાં અનેક દુ:ખપરપરાનો વર્ષાદ વર્ષાવે છે; મનુષ્યનું હૃદય આવું અસહનશીલ, સ્વાર્થ માં તઃપર, પરાર્થમાં વિદેશી, એવું થાય છે, એ સંસારને સાધારણ માર્ગ લેાકપ્રસિદ્ધ છે. એમાં તે મનુષ્ય નથી, કેમકે જે પશુ આદિથી અધિક હોવાનાં મનુષ્યનામાં સ્પષ્ટ ચિન્હ જણાય છે તે પશુઓ પણ રાગદેષ અને જીવનકલહને સુલભ એવા વિકારમાત્ર નિરંતર દર્શાવે છે. એવી વિકારત્તિ ઉપર વિચાર કરી તે વિકારની પાર જે વિવેકબુદ્ધિ અને આત્મબુદ્ધિ તેના ભણી પશુઓની દૃષ્ટિ વિકાસ પામી નથી, મનુષ્યની તો પામી છે. મનુષ્ય પાત ના મનથી અને બુદ્ધિથી વિચાર કરી સારાસાર સમજી શકે છે. શરીરની ગર ઉપરાંત કેવલ મનાવિલાસના સામ્રાજયમાં આનંદ ભેગવી શકે છે. પરંતુ મન અથવા બુદ્ધિનાં કેટલાંક પ્રસિદ્ધ લક્ષણો કોઈ કોઈ પરવાદિમાં વિદ્યમાન હોય છે તે કરતાં મનુષ્યમાં જે આવો વિચારવ્યાપાર ચાલે છે તે કાંઈક જુદો છે. વળી મન અથવા બુદ્ધિના વિલાસ વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન પડે છે, પણ સર્વને એક સરખી રીતે લાગુ થાય એવો મનુષ્યવધટક સામાન્યધમાં બુદ્ધિને મનુષ્યનું લક્ષણ હરાવવામાંથી ઉદ્ભવતા નથી. મનુયત્વે એટલામાંજ હોવું જોઈએ કે શરીર અને મન તેની પાર જે ચેતન્ય છે તે સર્વત્ર એકનું એકજ છે, ભેદમાત્ર તે ભાતિક એવી પ્રકૃતિના ભેદ છે, ચૈતન્યમાં ભેદ નથી, ને તેથી સતતપ્રવૃત્તિ સતે પણ રાગદ્વેષનો લેશ અવકાશ નથી, આવું સાનુભવજ્ઞાન સ્વરૂપ ઉપર વિચાર કરીને પ્રાપ્ત કરવું. વિચાર એજ મનુષ્યત્વનું સ્વરૂપ છે. વિચાર કરી અઠેતાત્મદર્શનને અભેદ અનુભવાય એજ સમગ્ર વ્યાપારનો ક્રમ અને ઉદ્દેશ છે. મનુષ્ય, તે પછી હિંદનું હોય કે વીલાયતનું હોય, પણ તે મનુષ્ય છે એટલામાંજ તેના જીવનની પૂર્ણતા, તેના અસ્તિત્વની સફલતા, તેણે સ્વરૂપ જાણી તેને સર્વત્ર અનુભવ કરવા એટલામાં રહેલી છે. એ ભાવના કઈ રીતે વૈરાગ્ય કે ઉદાસીનતા અથવા આલસ્યની બાધક નથી; એને પ્રવૃત્તિમય સ્વક્તવ્યનીજ ભાવના છે, માત્ર વ્યાપારને અંગે ઉભવતા ધસારા ઉપરથી દુર્લક્ષ કરાવી સર્વત્ર કલેષ મને રવાર્થને સ્થાને આનંદ અને પ્રેમનું દર્શન તે કરાવે છે. એનેજ પરમપુરુષાર્થ કહે છે. એ પુસ્વાર્થ માંજ મનુષ્યના સમગ્ર સ્વરૂપની પર્યાપ્ત છે, કેમકે શરીર, મન, અને આત્મા એવા ત્રણ વિભાગ સ્કૂલ રીતે મનુષ્યપ્રકૃતિ ના માનીએ તે તે ત્રણેની સાર્થક્તા અને સફલતા આવા પુરુષાર્થની સિદ્ધમાંજ સિદ્ધ થવાની. એ પુરુષાર્થ ઉપર દુર્લક્ષ કરી, દેશવિશેષના કે પ્રવૃત્તિવિશેષના કોઈ પ્રકારને અમુક મનુષ્યવર્ગના સ્વરૂપમાં પ્રવેશ કરાવો એ અવિચાર છે, વસ્તુસ્થિતિ ન સમજાયાનું પરિણામ છે. ત્યારે હિંદવાસી મનુષ્યનું હિત સમગ્ર મનુષ્પવર્ગ તરીકે તે સ્વરૂપાનુસંધાન એ પુણ્યાથની સિદ્ધિમાં છે. હવે હિંદવાસી તરીકે મનુષ્યવર્ગના કાઈ વિભાગની, કોઈ વિશેષ ફરજ છે ? હિંદમાં રહેનાર એક વ્યક્તિ તરીકે એ મનુષ્યવિભાગની કાઈ સવિશેષ કર્તવ્યતા છે ? એને પણ સાથે સાથે વિચાર કરિએ. હિંદની પ્રાચીન સ્થિતિ અને અર્વાચીન સ્થિતિને મુકાબલો આપણી દૃષ્ટિ આગળથી ખસ ન જોઇએ, કેમકે મનુષ્યનું મનુષ્યત્વ શામાં છે એ નિર્ણય આપણને કે આખા વિશ્વને હિંદના પ્રાચીન ઇતિહાસમાંથી જ મળે છે ને મળે છે, એટલે અર્વાચીન પ્રસંગે આપણાં સ્કૂલનાને એ ઇતિહાસના અજવાળા વિના આપણે સુધારી શકવાના નથી. એ વાત ખરી છે કે અર્વાચીન સમયે આ દેશ પરરાજ્યને આધીન થઈ ગયો છે, અંદરની વ્યવસ્થામાં પણ જ્ઞાતિ, ધમો, વ્યવહાર, આચાર, વિચાર, નીતિ, આદિમાં andhi feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50