પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, ઘણે સ્થાને અતિ અનિષ્ટ એવી વિકૃતિ થઈ ગયેલી છે. પરંતુ તે વિકૃતિ આ દેશની મૂલ પ્રકૃતિના બંધારણને લીધે ક્રમે ક્રમે ઉદ્દભવેલી વિકૃતિ નથી, બાહ્ય સંસર્ગાથી એ પ્રકૃતિમાં જે ઉપાધિઓ પ્રવેશ કરી શકી તેમાંથી ઉદ્ભવેલી હોઈ આગંતુક છે, અને આપણું શ્રેય એ બાહ્ય સંસગાને વળગી સુધારો કરવા બેસવામાં નથી, પણ એ સંસર્ગોથી ઉપજેલી ઉપાધિને સમૂલ નાશ કરી આપણી પ્રાચીનભાવના ઉપર પુનઃ આસ્તા કરવી એમાં છે. એ વાત * પૂર્વ અને પશ્ચિમ ” એ વિષયમાં વારંવાર ચર્ચાઈ ગઈ છે. તે આ દેશનું શ્રેય શોમાં છે. એ પ્રશ્નનું ઉત્તર, અર્વાચીન અધમતાને સ્વીકાર કરવા છતાં પણ શું આપી શકાય તે કહેવું કઠિન નથી. ત્યારે જેમ મનુષ્યસામાન્યરૂપે આપણે મનુષ્યના કર્તવ્યને સમજી શકયા તેમ હિંદવાસી મનુષ્ય તરીકે પણ આપણે આપણું કર્તવ્ય સહજે સમજી કાઢીશું. આપણા આર્યાવતની પ્રાચીન ભાવનાઓ એવે પ્રકારે યોજાઈ છે, એવા ઉરચ રથાનથી ક૯પાઈ છે, કે મનુષ્યને મનુષ્યસામાન્યરૂપે જે કર્તવ્ય છે. તેની ઉરચમાં ઉચ્ચ ભાવના એ કરતાં જુદી હાઈ શકે નહિ. આપણા દેશના ઋષિ મુનિઓએ તે ભાવના નોધી રાખી છે, માટે તે આપણી જા છે, બીજા દેશના લોકો સાથે તેને કશો સંબંધ નથી એમ ધારવું નહિ; એ ભાવના સર્વદેશી, સર્વ મનુષ્યના જીવનને લાગુ થાય તેવી ઉત્તમોત્તમ અને વિશાલ છે. આટલું જ નથી, પણ આપણા દેશમાં રાજ્યથી તે ઘર સુધીના અને રાજાથી તે એક એક મજુર સુધીના વ્યવહાર માત્રની ઘટના એવી રચેલી છે કે તે પ્રનાલિકાએ યથાર્થ રીતે ચાલ્યા જનારને પરિણામે એ ભાવનાનો સાક્ષાત્કાર થઈ, મનુષ્ય જીવનનું પરમ પુરુષાર્થરૂપ જે સાર્થક તે હરતગત થયા વિના રહે નહિ. ત્યારે હિંદવાસી મનુષ્ય રૂપે પણ આપણું કર્તવ્ય એ નથી કે વિદેશીય એવી વિકલ ભાવનાને આદર કરી આપણી પ્રાચીન ભાવનાઓને સ્થાને તેમને સ્થાપવી; આપણું કર્તવ્ય એટલું જ છે કે જે પ્રાચીન ભાવના પણ વ્યવહારમાત્રનું ઇવન છે તે ભાવનાનું યથાર્થ અવગાહન કરી, આપણા અવૉચીન વિકૃતિવાળા વ્યવહારને પુનઃ તે ભાવના ઉપર સુધારીને યજવો. એમ થશે ત્યારેજ આ દેશમાં વસિઝ અને વાલમીકિ, મન અને વ્યાસ, રામ અને કૃષ્ણ, બુદ્ધ અને શંકર, હરિશ્ચંદ્ર અને યુધિષ્ઠર, સીતા અને દ્રૌપદી, દ્રોણ અને ભીષ્મ, કર્ણ અને અર્જુન, પ્રતાપ અને શિવાજી, ઉપજી શકશે; દેશની સમૃદ્ધિ, શાંતિ, સુખાકારી, સ્વતંત્રતા, બધું તાજું થશે; અને ઐતિકિ સાથે પારમાર્થિકનો સંબંધ સમજાઈ જીવનના હેતુ લક્ષમાં આવતાં સર્વ પુરુષાર્થ સિદ્ધ થશે. સમગ્ર મનુષ્યવર્ગની મુક્તિ આવી ભાવનાઓમાં અને તે ભાવનાના સાનુભવ સાક્ષાકારમાં હોય, હિંદની ઉન્નતિ એ ભાવનાઓની પુનઃસ્થાપના હિંદવાસીઓના હૃદયમાં થાય તેમાં હોય, તો થીએરી એ નામધારી ભાવનાએ મનુષ્યના હિતને કે હિંદના હિતને હાનિ કરી છે એમ કહેતા પૂર્વે એ ભાવનાના સ્વરૂપ ઉપર એ કહેનારે કાંઇજ લક્ષ કર્યું નથી એમ કહેવું જોઈએ. થીએરીએજ આપણને વેદ અને ઉપનિષદોમાંનું ઉન્નત અદ્વૈત જી. વનનું રહસ્ય સ્પષ્ટ કરી આપ્યું છે, મનુષ્ય જીવનનો અર્થ અને ક્રમ વધારે સુશ્લિષ્ટ અને સરલ બનાવી આપે છે, અને કલહ અને અહમમિકાને સ્થાને શાન્તિ અને સ્વભાવના નિયમ અખત્યાર કરવાની હીમાયત કરી છે. પચીસ વર્ષ ઉપર આપણને પાશ્ચાત્ય એવી વ રતુમાત્ર ઉપર જે મહ હતા, “ સુધારે ” એ નામનું જે ભૂત આપણને વળગ્યું હતું, તે માલ analna lentage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50