પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 Fundamental Works: eft pula ૧૦ર. સુદર્શન ગદ્યાવલિ, સર્વે એ સ્વીકાર કરવો જ જોઇએ એમ નથી, પણ થીઓસેફી જે ભાવનાનું સમર્થન કરે છે તે ભાવનામાંથી આ સિદ્ધાંત ફલિત થાય છે, અને એજ કારણથી એ સિદ્ધાન્ત થીઓસોફીના અંગભૂત સિદ્ધાંત થયો છે. ચૈતન્યને સ્વીકાર કરવા પછી, ચૈતન્યની અદ્વૈતતા માન્યા પછી, વિદ્યમાન એવા ભેદ અને કલહના ખુલાસા કરવાના અનેક તર્ક ધટાવવામાં આવે, તોપણ જયાં સુધી અkતના અભેદનો સાક્ષાત અનુભવ આવે એવી સ્થિતિ પ્રાપ્ત કરવાનો માર્ગ જણાવવામાં આવે નહિ ત્યાં સુધી એ બધી કલ્પનાઓ વાત માત્રમાંજ ગણાય એ સ્પષ્ટ છે. અદ્વૈતના અપરક્ષાનુભવ અમુક પ્રકારે સ્વરૂપાનુસંધાન કરતે કરતે થઈ આવે છે, તેવા સ્વરૂપાનુસંધાન માટે જે ધારણુશક્તિની અપેક્ષા છે તે અમુક પ્રકારે ઇવેનને દોરવાથી પ્રાપ્ત થાય છે; અમુક યેગ સાધન-ઉપાસન-વિચાર-વર્તન-ભજન–આદિના નિયમ બતાવવાનો ક્રમ આરંભાજ પડે છે. અને એવા ક્રમ પાલી, એવી ધારણાશક્તિ મેળવી, અભેદને અપરાક્ષાનુભવ પામેલા અમુક પુરૂષા છે, તેમનું અમુક સામ છે, અમુક જ્ઞાન છે, એવી પ્રેસાહક ભાવના પણ સાધકની દૃષ્ટિમાં આવી આવશ્યક થાય છે. આવા અભેદાનુભવી પુરાને થીઓસૈાફીવાળા « મહામા” કહે છે, અને અમુક વૈગાદિ સાધનનો અભ્યાસ કરતે કરતે અભેદસાક્ષાત્કાર પયત પહોંચી શકાય તે કેવા મનુષ્યનો ઉદ્ભવ થાય, તેનું સામર્થ્ય વર્તન જીવન કેવું હોય, એની એક કલ્પનાજ બાંધીએ તો તે કલ્પનામાં રચેલા એવા મુક્ત પુરૃષને “ મહાતમા ” એ નામ આપી શકાય. આવા જે મહાત્માઓ તે થઈ શકે અને હાઈ શકે એમાં કંશા સંશય નથી, ચૈતન્યવાદ અને અભેદવાદ સ્વીકાર્યા પછી આવા મહામાઓની શક્યતા સ્વીકારવામાં કઈ પણ બાધ, યુક્તિથી વિચારતાં, દેખાતો નથીઃ આવી મહાત્મા-શખવાય ભાવના સાધકાતા યાનમાં નિરંતર રહે અને પોતે તેવા થવાને યનવાન થાય તો તેથી ઉત્તમોત્તમ લાભ જ છે. પરંતુ થીઓસૈફીના કેટલાક અગ્રેસરએ અને કેટલાક અવિચારી ઝનુની ભકતોએ આટલેથી અટકવાને બદલે એમ નિશ્ચય કર્યો કે એવા મહાત્માઓ ખરેખર વિદ્યમાન છે અને હિમાલયમાં રહે છે. એ વાત પણ માનવાને કશા બાધ નથી, અને આ લખનારે જે કે કિઈ તેવા મહાત્માને જોયા નથી, પણ તેને એમ લાગે છે કે એવા મહાત્માઓ વિ. ઘમાન છે એમાં સંશય નથી. મહાત્માએ માત્ર ભાવનારૂપજ છે પ્રત્યક્ષ વિદ્યમાન નથી, એમ માનવું કે ભાવનારૂપે છતાં પ્રત્યક્ષ વિદ્યમાન પણ છે એમ માનવું એ પ્રત્યેક માનનારના પોત પોતાના અનુભવ અને વિચારની વાત છે; આટલેથી પણ વાત અટકે તે ઠીક ગણાય. પરંતુ એથી આગળ વધીને એમ વાત ચાલવા લાગી કે મહાત્મા મળે છે, મહાતમાઓ કાગળ મોકલે છે, મહાત્મા ગૃઢ રીતે દર્શન દે છે, ઈત્યાદિ, ઇત્યાદિ; અને છેવટે અમે મુક અમુક પુરાને તે મહાત્માઓના ચમત્કાર જ્યારે બતાવવા હે.ય ત્યારે બતાવવાને પણ આરંભ કરવામાં આવ્યા. આ બધા માાત્મિક ચમકારામાં કેટલું સત્ય છે તે આ લખનાર જાણતો નથી, તેમાં અસત્ય છે એમ ન માનવાને તેની પાસે ઘણાં કારણો છે; પરંતુ એટલું તે કહી શકાય કે આવી રીતિના પ્રચાર થીએસૈફીમાં દાખલ થયાથી ઘણાક અંદર અંદરના વિરોધી જન્મ પામ્યા છે, ઘણાક શિષ્ટ સભ્યાસભાને છોડી ગયા છે, અને છેવટે સત્ય ચમકારને સ્થાને કાવતરાં અને પ્રતારણાના પ્રયાગ થતાં, હમશને માટે મહામા અને ચમકારાની વાત બાજ પર મુકવી પડી છે. નહિ કે થીઅાસાકીએ એ વાતાંએને અસય 'માનીને તજી દીધી છે. માત્ર એટલું જ કે સામા, જનસમાજ આગળ એવી વાતો લાભને બદલે હાનિ કરે છે andhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850