પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓસોફી. ૧૦૩ માટે તે બાજુ ઉપર રાખવામાં આવી છે. થીઓસોફીના સારા અનુભવી જિજ્ઞાસુઓની એ માર્ગે જવાની રુચિ થતાં સારો લાભ મળી શકે એવા હેતુથી થોઓસોફીની અંદર પાછી એક અંતરંગમંડલી રાખવામાં આવી છે ને તે દ્વારા આ બધે અભ્યાસ સારી રીતે ચાલે છે. થીઓસોફી વહેમ વિસ્તારે છે' એમ કહેવાનું છે કારણ મળેલું' તે આ પ્રકારે જે સમયે થીઓસોફી માહાસિક ચમત્કારના વમળમાં પડી હતી તે સમયમાં જન્મ પામેલુ છે. હવે તેમાંનું કાંઈ નથી, જે છે તે તેને યોગ્ય સ્થાને યથાર્થ છે. પરંતુ એ વમળમાં થીઓસોફીના જે ભકતો પડી ગયેલા તે અદ્યાપિ ભ્રમમાંથી છુટયા નથી; યોગ, આસન, પ્રાણાયામ, સિદ્ધિ, કીમી ઓ, ગ્રહ, નક્ષત્ર, દશા, શકુન, મુદતો, સ્વર, ઈ.યાદિના વિચારોમાંજ તેમની થીએસેફી અદ્યાપિ પણ સમાપ્ત થાય છે; અને જે અમેદ ચૈતન્યવાદના અપક્ષમાં ઉત્તમોત્તમ ઉન્નત જીવનની પરાકાષ્ટારૂપ ભાવના થોઓફી, અને આપણે રાજયોગ પણ, અનાદિકાલથી બતાવે છે તેમાં આવા જીવોને સમજવા કે વિચારવાજેવું કાંઈ લાગતું નથી. અમેદવાદ કેવલ વિચારગમ્ય છે, તેને અનુભવ પણ વિચારગમ્ય છે; છતાં આવા ભ્રમિત ભકતા અમેદવાદની વાત સાંભળી એજ પૂછેછે ને ઈચ્છે છે કે એટલે સુધી જાણ્યા પછી શી શક્તિ, સિદ્ધિ આવે છે ? –કેવા ચમત્કાર કરી શકાય છે ? આવી રીતે ભ્રમિત થયેલા કેટલાક જને થીએસેફીને નામે મહાત્માની વાતો કરે, સ્વ'નમાં મહાત્માની મુલાકાતનાં સ્વનને ખરાં માની પ્રાતઃકાલે ગંભીર વદને તેવા વહેમ વિસ્તારે, કે ભગવાં ચીથરાંવાળા કે ટેગ વેદાન્તાદિની કે કીમીયાસિદ્ધિ આદિની વાત કરતા ઢાંગીઓની પછવાડે બાપજી બાપજી કરી ભમ્યાં કરે, તેથી થીએસૈફી પેતે વહેમ વિસ્તારનાર વસ્તુ છે એમ કહી શકાય નહિ. એવો વહેમ એ તો તેવા વહેમને સ્વી કારનારની બુદ્ધિમાં વિવેક કરવાની શક્તિ નથી તેનું પરિણામ છે; તેવી બુદ્ધિની ભાવનામય ધમ કે તત્વને રહી શકતી નથી, તેમની શ્રદ્ધાને અને બુદ્ધિને કાંઇક સ્કૂલ આલંબન વિના ચાલતું નથી, એટલે વહેમને તે લોકો સત્યને સ્થાને પૂજે તે તેમાં તેમની પ્રકૃતિનેજ દોષ છે, જે મંડલનો તેમણે આશ્રય કર્યો છે તેનો દેષ નથી એ આટલા વિવેચનથી સ્પષ્ટ, થવું જોઇએ. | વળી એક બીજી રીતે પણ થીઓસોફીમાંથી સારાસારનો વિવેક ન સમજનાર વહેમ વિસ્તારવાનું સાધન, અજાણતાં પણ, થઈ શકે છે. થીએરી સર્વ ધર્મને એકના એક સત્યનાં રૂપાન્તર માને છે, એટલે જુદાં જુદાં દશનના જે વિરોધી અંશ છે તેમને જેમ બને તેમ ગાણું કરી નાખી સમાન અંશને વધારે આગળ પાડે છે, એટલું જ નથી પણ થીઓસેટીના લેખમાત્ર અંગ્રેજી ભાષામાં થાય છે, મૂલ સંકૃતાદિ ભાષાન્તર કરનારા મૂલની પરિભાષાઓને સ્થાને અમુક અંગ્રેજી શબ્દ વાપરે છે, અને એકંદરે લેખ્ય વિષય અંગ્રેજી વાંચનારાના મગજમાં ત્વરાથી ઉતરી શકે તેવે આકારે લેખ યોજે છે. આવા લેખોને સંસ્કૃત ન જાણનારા કે જુદાં જુદાં દર્શનને કાંઈ પણ સંસ્કાર ન પામેલા જન વાંચે છે, ને તેના અક્ષરશઃ અર્થ બેસારવા જાય છે, કોઈ શબ્દ ન સમજાય તે અંગ્રેજી કાશમાં જુવે છે જ્યાં તેના ભલતેજ અથ કરેલા હોય છે, તે અર્થે લેતાં વાક્યોથે બંધ બેસતા નથ:-એમ વિષયનું જ્ઞાન અપરિપૂર્ણ અને અપકવજ રહે છે. આવા જ્ઞાનની સામગ્રીથો જ્યારે તેવા - ગ્રેજીનું ગુજરાતીમાં ભાષાન્તર થાય છે ત્યારે તે આવી જે મૂલની અવ્યવસ્થા અને ગરબડા તેની કાંઇ અવધિજ કદંતા નથી. સર્વને આવું થાય છે એમ નથી પણ ઘણે ભાગે આ પ્રકારે andhi Flertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50