પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. છે તે યાદ ન રહ્યું. તેથી તેણે પુરાણમાં વિષ્ણુ એવા સર્વને પાલક દેવ કુખ્યા છે અને શિર્વચનામે એ મંત્રમાં સૂર્યના ત્રણ ક્રમની વાત છે તેને બદલે વામનનાં ત્રણ ડગલાંની ખાટી કલ્પના વ્યાસે કરી છે આવું કહેવા માંડયું. ન્યાય, સાંખ્ય, વેદાન્ત, યોગ, આદિ દશ નોમાં તો તેમની ચાંચ ખુંપતીજ નહિ એટલે તે બધાં નકામાં છે, સારાં હોય તોપણ શ્રીશ્રીઅન ધર્મ કરતાં સારાં નજ હોય, એવી કલ્પનાઓમાં સંતોષ મનાતે. છેક આપણા ઘર આગળજ મુંબઈ સરકારે રચાયેલી જે “બે સંસ્કૃત સીરીઝ’ તેમાં દર્શનનો એક પણ ગ્રંથ કેાઈ પાશ્ચાત્ય પંડિતે હાથ ધર્યો નથી એ તેના પ્રત્યક્ષ પુરાવો છે. પ્રખ્યાત મેક્ષમ્યુલર જેવાએ પિતાનાં ધર્મ વિષેનાં હિબર્ટ લેકચર્સ માં વેદાન્તની કાંઇક ચર્ચા નહિ જેવી કરી છે તાપણ છેવટ ખરે ધર્મ તે શ્રીસ્થીઅનજ છે ને તે બધે પ્રવતશે એવી આશા દર્શાવી છે. મહા ભારતાદિક જે કાલ બતાવે છે તે બાઈબલને મળતું નથી એટલે મહાભારતમાં જે નીતિનો ભાગ છે તે વિનાનું બધુ' ગપ છે; રામાયણ પણ દક્ષિણમાં આ વધવા લાગ્યા તેનું રૂપક છે; આવી કલકલ્પનાઓ પ્રવર્તતી હતી. - પણ આ અંધેર લાંબો વખત ટકી શકે એજ અશક્ય છે. અસત્યમાં જેમ જીવવાની શક્તિ નથી તેમ સત્યમાં લાંબુ આયુષ ભેગવવાની અને વિરોધનો નાશ કરવાની શક્તિ છે. ખુદ યુરપમાંજ દા. ગોડસ્ટકર જેવાએ સાયણાચાર્ય કરતાં ડાહ્યા થઈ વેદના અર્થ કરનાર મેક્ષમૂલર આદિની મશ્કરી કરવા માંડી હતી; અહીંથી દા. વીલસને ઋસેંહિતાનું ભાન પાન્તર કરી તેની પ્રસ્તાવનામાં વેદની મહત્તા પ્રતિપાદન કરવાને બને તેટલો આયાસ કર્યો હતો. એ જે અંકુર રોપાયા હતા, તેનું જ વિશેષ પરિણામ થીએટસેઝીન આયાસ છે. આવા પાશ્ચાત્ય પંડિતાનાં છેક કપલકલ્પના જેવાં વચનોને પ્રમાણુ ગણીને, પોતાની માતૃભાષા સંસ્કૃતનું કાંઈ પણ જ્ઞાન નહિ એવા કેટલાકને આ દેશમાં નવા નવા અંગરેજી પ્રકાશમાં મહાલવું ઠીક લાગ્યું હશે, અને અદ્યાપિ પણ જાણ્યા છતાં તેવા અથોના ત્યાગ કરવાનું મન નહિ હાય, તેમનીજ કરેલી આ દલીલ છે કે જીએસારી પાશ્ચાત્ય પંડિતાના યનોની અવગણના કરે છે. થીએરી તો માત્ર સત્યને અવલંબી, આર્ય ગ્રંથાના પુરાવાથી અને દેશી ટીકાકારે ભાધ્યકારેના વિવેચનથી, જે સિદ્ધ થાય, તેને પાશ્ચાત્ય પદાર્થવિજ્ઞાનથી તપાસી અને પછી નિર્ણય ઉપર આવે છે એ નિર્ણયને અંતે પાશ્ચાત્ય પંડિતો જેમ હિંદુઓને બેહેમી, સ્વાર્થી, જંગલી, ધર્મ ન સમજનાર મૂર્તિપૂજકો, એવાં ઉપનામ આપી શક્તા તેમ આપી શકતી નથી, પણ સર્વ દુનીયાના ધર્મનું બીજ ઉછેરનાર, ધર્મ વિષે સર્વના શિક્ષક હરવા યોય, ઉત્તમ, શ્રેટ, એવાં ઉપનામ આપે છે. એ વાત સત્ય હોય તો એથી કોઈને નાખુશી થવાનું કારણ નથી. પાશ્ચાત્ય સંસ્કૃતનાના જે બુદ્ધિવિલાસથી આપણને આપણા આર્યાવર્ત વિષે હલકા અને તુચ્છ ભાવ પેદા થયા હતા તેને દૂર કરવાનું માન સર્વ પ્રકારે થીઓડીનેજ ઘટે છે. આપણી ઉપર રાજ્ય કરનારાઓને પણ એમાં ઘણો મોટો ભાગ છે કેમકે તેમણેજ સંસ્કૃતવિદ્યાના પુનરુદ્ધાર કરી કેળવણી ખાતામાં સંરત ભાષા દાખલ કરવાથી આપણને આજ મૂલ ગ્રંથ જોઇ થીએરી અને પાશ્ચાત્ય સંસ્કૃતના વચ્ચે ન્યાય કરવાનું શીખવ્યું છે. સંસ્કૃત શાસ્ત્રામાં જે તત્ત્વ રહેલું છે તેને સમજ્યા વિના અને પોતાના દેશકાલની ભાવનાઓના રંગે ચઢીને પાશ્રય સંસ્કૃતજ્ઞોએ આપણાં શાસ્ત્રાના જે અર્થ ગેાઠવ્યા છે તે વાસ્તવિક નથી એમ દિનપ્રતિદિન સિદ્ધ થતું જાય છે. એકલા શાસ્ત્રાલચનથીજ આ સિદ્ધતા થાય છે એમ નથી પણ પાશ્ચાત્ય Gahani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50